WFTW Body: 

ઈશ્વર આપણી કેટલીક પ્રાર્થનાઓના જવાબ આપવામાં વિલંબ કેમ કરે છે તે આપણે સમજી શકતા નથી. પરંતુ ઈશ્વરનો માર્ગ પરિપૂર્ણ છે, અને તે આપણા માર્ગને સીધો કરે છે (ગીતશાસ્ત્ર 18:30, 32).

ઈસુએ કહ્યું (પ્રેરિતોનાં કૃત્યો 1:7 માં), કે જે કાળ તથા સમય પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે, તે જાણવાનું આપણું કામ નથી.

અમુક બાબતો ફક્ત ઈશ્વરની છે. ઉદાહરણ તરીકે, માણસને આ બાબતોની પરવાનગી નથી:

1. ભજન સ્વીકારવાની (માથ્થી 4:10);
2. ગૌરવ સ્વીકારવાની (યશાયા 42:8);
3. વૈર વાળવાની (રોમનોને પત્ર 12:19);
4. કાળ તથા સમય જાણવાની (પ્રેરિતોનાં કૃત્યો 1:7).

આ ચારેય ઈશ્વરના વિશેષાધિકાર છે. બધા ખ્રિસ્તીઓ ઉપરમાંથી (1) અને (2) સહેલાઈથી સ્વીકારશે. ઘણા (3) પણ સ્વીકારશે. પરંતુ આત્મિક માણસ, જેમ તેઓ અન્ય ત્રણને સ્વીકારે છે તે (4) પણ સ્વીકારશે. તેથી જ્યારે ઈશ્વર લાંબા સમય સુધી આપણી કેટલીક પ્રાર્થનાઓનો જવાબ આપવામાં વિલંબ કરે છે, ત્યારે આપણે નમ્રતાપૂર્વક તેમની ઇચ્છા સ્વીકારવી જોઈએ.

ઈશ્વર હજુ પણ રાજ્યાસન પર છે અને તે હંમેશા તેમના પોતાનાને યાદ કરે છે અને તે આપણા માટે સઘળી બાબતો એકંદરે હિતકારક કરે છે.

"જે ઈશ્વરના પક્ષમાં હોય છે તે હંમેશા જીતે છે - તે કોઈ તક ગુમાવતો નથી. ઈશ્વરની ઇચ્છા તેના માટે સૌથી મીઠી હોય છે જ્યારે તે તેની કિંમતે વિજય મેળવે છે."

તેથી, ચાલો આપણે "પ્રાર્થનામાં તથા પ્રભુની વાતની સેવામાં લાગુ રહીએ” (પ્રેરિતોનાં કૃત્યો 6:4). પછી આપણે "પૂરેપૂરી હિંમતથી તથા વગર હરકતે ઈશ્વરના રાજ્ય વિષે ઉપદેશ કરી શકીશું તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેની વાતોનો બોધ આપી શકીશું" (પ્રેરિતોનાં કૃત્યો 28:31).

આપણામાંથી જીવંત પાણી વહે છે

આખા જગતમાં જરૂરિયાતમંદ વિશ્વાસીઓ છે, જેમને નવા કરારનો શુભ સંદેશ સાંભળવાની જરૂર છે. આ દિવસોમાં ઘણા દેશોમાં, પૈસાની પાછળ પડેલા ઉપદેશકો દ્વારા અને તેમના પર વર્ચસ્વ ધરાવતા સંપ્રદાયના નેતાઓ દ્વારા, વિશ્વાસીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આપણને આ બધા ગુલામ વિશ્વાસીઓને સ્વતંત્રતાની ઘોષણા કરવા માટે તેડવામાં આવે છે.

ક્યાં જવું તે જાણવા માટે, આપણે આત્માની દોરવણી પ્રત્યે સંવેદનશીલ બનવાની જરૂર છે (યશાયા 30:21). એ સમય નજીક છે જ્યારે ઘણા વિશ્વાસીઓ સત્ય સાંભળવા તૈયાર નહિ હોય. તેથી આપણે દરેક સમયે વચનનો પ્રચાર કરવા તૈયાર રહેવું જોઈએ - જ્યારે તે આપણા માટે અનુકૂળ હોય અને જ્યારે તે અનુકૂળ ન હોય ત્યારે પણ (તિમોથીને બીજો પત્ર 4:2, 3).

ચાલો ત્યારે આપણે ઈશ્વરના વચનનો દાવો કરીએ અને વિશ્વાસ કરીએ કે "જીવતાં પાણી આપણી મંડળીમાંથી ચારે દિશામાં - પૂર્વ તરફ અને પશ્ચિમ તરફ - આખા વર્ષ દરમિયાન વહેશે" (ઝખાર્યા 14:8).

પરંતુ તે જીવતાં પાણી આપણામાંથી બીજામાં કેવી રીતે વહી શકે?

ગીતશાસ્ત્ર 23:5 માં, આપણે વાંચીએ છીએ કે "મારો પ્યાલો ઉભરાઈ જાય છે". "ઉભરાઈ જવા" માટે ત્યાં વપરાતો મૂળ હિબ્રૂ શબ્દ "રેવાય્યાહ" છે. આ શબ્દનો ઉપયોગ (હિબ્રૂમાં) બાઇબલમાં બીજી એક જગાએ ફક્ત - ગીતશાસ્ત્ર 66:12 માં થયો છે, જ્યાં તેનું ભાષાંતર "સમૃદ્ધિવાન જગા" તરીકે કરવામાં આવ્યું છે.

તેથી આપણે નિષ્કર્ષ પર આવીએ છીએ કે આ સ્થાન પર આવવા માટે જ્યાં આપણાં પ્યાલા જીવતાં પાણીથી "ઉભરાઈ જાય” છે, આપણે ગીતશાસ્ત્ર 66:12 ની પહેલાની કલમોમાં ઉલ્લેખિત અનુભવોમાંથી પસાર થવું પડશે - આ 10 થી 12 કલમો છે, જ્યાં આપણે વાંચીએ છીએ કે:

- ઈશ્વર આપણને ચાંદીની જેમ શુદ્ધ કરશે;
- ઈશ્વર આપણને જાળમાં પાડશે (તંગ સંજોગો);
- ઈશ્વર અન્ય લોકો દ્વારા આપણા પર જુલમી બોજો નાખવાની મંજૂરી આપશે;
- ઈશ્વર લોકોને આપણા માથા પર સવારી કરવા દેશે;
- ઈશ્વર આપણને ધગધગતી "અગ્નિ" (જ્વલંત કસોટી) માં મૂકશે;
- પછી ઈશ્વર આપણને "બર્ફીલા ઠંડા પાણી" (તેમની હાજરીની કોઈ 'લાગણી' વિના) માં મૂકશે.

જેઓ તેમના જીવનમાં ઈશ્વરની આ શિસ્તનો સ્વીકાર કરે છે તેઓ આખરે તેમના ઉભરાતા પ્યાલામાંથી અન્યને આશીર્વાદ મેળવતા જોશે. ઈશ્વરની સ્તુતિ થાઓ!!!