WFTW Body: 

(વડીલ. ન્યૂ કોવેનન્ટ ક્રિશ્ચિયન ફેલોશિપ, કેલિફોર્નિયા, યુએસએ)

કેટલીકવાર આપણે એવા સંજોગોમાં આવી જઈએ છીએ જ્યારે લોકો ખરેખર આપણા પર ગુસ્સે થાય છે. જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે પણ આપણે તેનો અનુભવ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, ઘરે ભાઈ-બહેનો સાથે ઝઘડા થાય છે, શાળામાં દાદાગીરી કરનારા હોય છે અથવા ક્રૂર મિત્રો હોય છે. જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે કદાચ સહકાર્યકરો અથવા કુટુંબીજનો આપણા પર ગુસ્સે થાય છે અને કદાચ મહિનાઓ કે વર્ષો સુધી આપણી સાથે વાત ન કરે. કદાચ આપણે કંઈક ખોટું કર્યું છે જે આપણી ભૂલ છે, કદાચ આપણે તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. અથવા કદાચ તે મુખ્યત્વે આપણી ભૂલ નથી, પરંતુ કંઈક એવું થયું છે અને તેઓ તેના વિશે આપણા પર ગુસ્સે છે.

આ બાબત આપણને પણ તેમના પર ગુસ્સે થવાનું કારણ આપી શકે છે, અથવા જો તેઓ આપણને માફ ન કરતા હોય તો આપણે ઉદાસી અથવા બેચેની અનુભવી શકીએ છીએ, અથવા તેમને તુચ્છ સમજીએ છીએ કારણ કે આપણને લાગે છે કે તેઓ એટલા અધર્મી છે કે આપણી પર ગુસ્સે થયા છે. આમાંથી કંઈ પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નથી.

જ્યારે કોઈ આપણા પર ગુસ્સે થાય ત્યારે આપણે શું કરીએ?

હું માનું છું કે પ્રથમ બાબત એ છે કે આપણે પોતાને નમ્ર બનાવવા જોઈએ. અને આપણી જાતને નમ્ર બનાવવાની એક રીત છે: પુનઃસ્થાપના માટે આપણે પ્રથમ પહેલ કરવી જોઈએ.

કોઈ દલીલમાં સૌથી વધુ આત્મિક એ છે જે માફી માંગવા અને પુનઃસ્થાપન કરવાનો પ્રયત્ન કરે છે. જો હું ઇસુને અનુસરવા માંગુ છું, તો પુનઃસ્થાપન કરવા માટે પહેલો પ્રયત્ન મારે જ કરવો જોઈએ.

માથ્થી 5:23-24 માં ઈસુએ કહ્યું કે જો આપણો ભાઈ આપણા પર ગુસ્સે છે, તો આપણે તેની સાથે સમાધાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને આપણે ઈશ્વર પાસે આવીએ તે પહેલાં તેની સાથે સમાધાન કરવું જોઈએ. માફી માગો, તેને વ્યવસ્થિત કરો, સમાધાન કરવાનો પ્રયાસ કરો - કદાચ આપણો દોષ હોય શકે છે. ભલે આપણી ભૂલ ન હોય, તો પણ આપણે પુનઃસ્થાપનનો પ્રયત્ન કરવો જોઈએ… કદાચ આપણે એવી કોઈ બાબત માટે માફી માંગવી પડશે જે આપણી ભૂલ ન હતી! હું માનું છું કે તે ઈસુનું હૃદય છે જે ઘણા પાપો માટે મરણ પામ્યા જે તેમના પોતાના ન હતા - સમાધાન કરો ભલે તેનો અર્થ એ થાય કે આપણે આપણી જાતને નકારવી પડે. એની કોઈ ખાતરી નથી કે અન્ય વ્યક્તિ આપણી માફી સ્વીકારશે, પરંતુ પ્રશ્ન એ છે કે, શું આપણે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે આપણા સામર્થ્યમાં છે તે બધું જ કર્યું છે:

રોમનોને પત્ર 12:18 - "જો બની શકે તો, ગમે તેમ કરીને સઘળાં માણસો સાથે હળીમળીને રહો."

મેં જોયેલી બીજી બાબત એ છે કે મારી જાતને નમ્ર બનાવવાનો એક ભાગ એ છે કે મને ઈશ્વર દ્વારા કેટલું માફ કરવામાં આવ્યું છે અને દરેક ક્ષણે તેઓ મારા પર કેટલી દયા વરસાવે છે તે યાદ રાખવું છે.

ઉદાહરણ તરીકે, જ્યારે મારું બાળક મારી આજ્ઞાભંગ કરે છે ત્યારે તેનાથી મને ગુસ્સો આવે છે, તે સમયે મને મદદ કરતી એક બાબત એ છે કે હું યાદ કરું કે મારો ગુસ્સો મારા બાળકની આજ્ઞાભંગતા કરતાં વધુ ગંભીર છે, કારણ કે હું મોટો છું અને હું વધુ સારી રીતે જાણું છું! ઈશ્વરે મને તેમના પ્રેમ અને દયા અને ક્ષમા વિશે જણાવ્યું છે, અને હું સારી રીતે જાણું છું કે હું કેવી રીતે ઈશ્વરની આજ્ઞાભંગ કરી રહ્યો છું… તેથી જ્યારે હું મારા બાળકોની મારા પ્રત્યેની આજ્ઞાભંગતાને કારણે ખરેખર ગુસ્સે થાઉં છું, ત્યારે તે મને યાદ કરવામાં મદદ કરે છે – તે તો સૌ પ્રથમ હું જ છું જેને તેમના કરતાં વધારે ઈશ્વરની કૃપા અને દયાની વધુ જરૂર છે.

જો આપણે બીજી વ્યક્તિ સાથે સમાધાન કરવા માટે શક્ય તેટલું બધું કર્યું હોય અને તે હજી પણ આપણા પર ગુસ્સે હોય, તો તે આપણને બેચેન, અસ્વસ્થ બનાવી શકે છે અથવા તેના પર વળતો ગુસ્સો કરવા માટે પરીક્ષણ લાવી શકે છે. જ્યારે બીજા મને માફ કરવામાં ઉતાવળ કરતા નથી ત્યારે હું કેટલીક વાર આવી પરિસ્થિતિઓમાં સાથે ખૂબ જ હતાશા અનુભવું છું. મેં શીખી લીધું છે કે મારે માત્ર ઈશ્વરમાં જ મારો વિસામો અને સામર્થ્ય મેળવવાનું છે - તેમનો પ્રેમ અને તેમની મંજૂરી એ જ મહત્વની બાબત છે.

આનું એક મહાન ઉદાહરણ દાઉદ છે:

1 શમુએલ 30:6 વળી દાઉદને ઘણો ખેદ થયો; કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કેમ કે દરેક લોકો પોતપોતાના પુત્રો અને પુત્રીઓને લીધે દુઃખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડયું.

આપણે આપણા પિતાના પ્રેમ પર ઊભા છીએ, બીજા કોઈનો પ્રેમ અથવા મંજૂરી પર નહિ. ઈશ્વરની મંજૂરી અને પ્રેમ એ જ આપણને મજબૂત બનાવવા માટે જરૂરી છે.

જો કોઈ મારી સાથે વાત કરતું નથી, તો મને એ હકીકતથી પ્રોત્સાહન મળી શકે છે કે ઈશ્વર હજી પણ મારી સાથે વાત કરે છે! પસ્તાવો કર્યા છતાં જો કોઈ મારા પાપને મારા લેખે ગણે છે, તો મારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઈશ્વર તેમ કરતા નથી! જો કોઈ અન્ય વ્યક્તિ મારા પાપને મારા લેખે ગણે છે, તેના કરતાં ઈશ્વર હવે પછી મારા પાપને મારા લેખે ગણતા નથી તે અનંતપણે વધુ મહત્વપૂર્ણ છે.

મેં નોંધ્યું છે કે જો અન્ય લોકો ગુસ્સે છે અને આપણને તરત જ માફ ન કરે અથવા પુનઃસ્થાપન માટે આપણને પ્રતિભાવ ન આપે, તો આપણે તેમને તરત જ છોડી દેતા નથી. જેમ ઈશ્વર આપણી સાથે ધીરજ રાખે છે તેમ આપણે તેમની સાથે ધીરજ રાખવી જોઈએ. જો આપણે માફી માંગી હોય અને તેઓએ હજુ સુધી આપણને માફ ન કર્યા હોય તો આપણે તેમને શાંત થવા દેવા પડશે. તે બાર્બેક્યુ પર રાંધવા જેવું છે - તમે તેના પર કોલસા મૂકો છો અને તમે તેને સળગાવો છો, અને થોડીવાર માટે મોટી જ્વાળાઓ સાથે તે બળે છે. તમે આ સમયે તેના પર રસોઇ કરી શકતા નથી - તમારે રસોઇ કરવા અને કોલસાનો ઉત્પાદક ઉપયોગ કરવા માટે જ્વાળાઓ શાંત થઇ જાય તેની રાહ જોવી પડશે. એવી જ રીતે કેટલીકવાર વાતો નફાકારક બને તે પહેલાં તમારે અન્ય વ્યક્તિના ગુસ્સાને શાંત પડવા દેવો પડે છે. એવું બની શકે છે કે ઈશ્વર મને અન્ય લોકો સાથે ધીરજ રાખવાનું શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમ તેઓ મારી સાથે ધીરજ રાખે છે.

બાઇબલ કહે છે કે "ભૂંડાઈને બદલે ભૂંડાઈ ન કરો પણ તેથી ઊલટું આશીર્વાદ આપો." (પિતરનો પહેલો પત્ર 3:9). જો આપણે ઇસુ જેવા બનવા માંગીએ છીએ, તો દુષ્ટતાને બદલે દુષ્ટતાના કરતા દુષ્ટતાને બદલે ભલાઈથી બદલો આપવા સિવાય બીજો કોઈ સારો માર્ગ નથી. ક્રોધનો જવાબ નમ્ર શબ્દોથી આપો (નીતિવચનો 15:1). બીજાના ક્રોધનો, ધીરજ અને દયાથી બદલો આપો. આ ઇસુના જીવનની વાત હતી - એક એવા જગત માટે પોતાનો જીવ આપવા આવ્યા જે તેમને ધિક્કારતું હતું. તે એ છે જેમના તરફ આપણે જોઈએ છીએ.

"જેમણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો, તેમનો વિચાર કરો, રખેને તમે તમારાં મનમાં નિર્ગત થયાથી થાકી જાઓ." (હિબ્રૂઓને પત્ર 12:3 એનએએસબી)

ઈસુ તરફ જોઈને અને તેઓ કેટલા નમ્ર છે, તેઓ તેમના પ્રત્યેની દુશ્મનાવટને કેટલી ધીરજ અને દયાથી સહન કરે છે તે જોઈને, આપણે પ્રોત્સાહિત થઈ શકીએ છીએ.

ઈશ્વર આપણને તેમના આત્માના સામર્થ્ય દ્વારા દરેક ક્રોધને આપણા નિયંત્રણમાં રાખવામાં મદદ કરો, અને અન્યો પ્રત્યે (આપણા દુશ્મનો સહિત) પ્રેમથી ભરપૂર થવા, આપણા પ્રતિભાવોમાં સમજદાર બનવા, બીજા જ્યારે આપણાથી પર ગુસ્સે હોય ત્યારે ધીરજવાન અને દયાળુ બનવામાં મદદ કરો.