WFTW Body: 

આપણો એક મંડળીના રૂપમાં આપણી સેવાનો વિરોધ કરવામાં આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે આપણે પવિત્રતા અને ન્યાયપણાનો ઉપદેશ કરીએ છીએ. આપણે એ સત્યની ઘોષણાં કરીએ છીએ કે "પાપને આપણા ઉપર લાંબા સમય સુધી રાજ કરવાની જરૂર નથી"(રોમાનોને પત્ર ૬:૧૪) , અને "જેવો દ્રવ્ય(પૈસા)ને પ્રેમ કરે છે તેઓ પરમેશ્વરને પ્રેમ કરી શકતા નથી" (લૂક ૧૬:૧૩) , અને" જે કોઈ બીજાઓ ઉપર ક્રોધ કરે છે અને તેઓને ધિક્કારે છે તે નરકમાં જવા માટે પૂરતો અપરાધી છે"(માથ્થી ૫:૨૨) , અને " જેઓ સ્ત્રીઓને વાસનાની ખોટી નજરે જુએ છે તેઓ પણ નરકમાં નાશ પામવાનાં જોખમમાં છે"(માંથ્થ઼ી ૫:૨૮ , ૨૯) , વગેરે. ઈસુના આ વચનો મોટાભાગનાં વિશ્વાસીઓ માટે અસ્પષ્ટ છે, તેથી તેઓ આપણો વિરોધ કરે છે.

આપણે ખ્રિસ્તી કામદારો માટેની બિન-શાસ્ત્રીય વેતન પ્રણાલી (આવું કંઈપણ જે પહેલી સદીમાં સાંભળવામાં આવ્યું ન હતું) નો વિરોધ કર્યો છે અને ખ્રિસ્તી કાર્યને દર્શાવવા માટે બિન-શાસ્ત્રીય પૈસાની ભીખ માંગવાના કાર્યનો વિરોધ કર્યો છે. આને લીધે આપણા ઉપર એ લોકો ક્રોધિત છે જેઓ તેમના ઉપદેશને પોતાની આજીવિકાનું સાધન બનાવે છે અને જેઓ તેનાથી પોતાનું ખાનગી સામ્રાજ્ય બાંધે છે. મંડળીની અંદરનાં વ્યક્તિત્વ-વાદી જુથો, પોપવાદ, સંપ્રદાયવાદ, મંડળીમાં પશ્ચિમી મંડળીઓનું વર્ચસ્વ અને મંડળીઓનાં વિકાસમાં અડચણરૂપ પશ્ચિમી નેતૃત્વ પરના દુષિત પરાવલંબનનો વિરોધ કર્યો છે. તેથી બધા જ પંથવાદી સમૂહો આપણાં ઉપર ક્રોધિત થયાં છે.

શેતાનનો ઉદ્દેશ્ય કોઈપણરીતે પરમેશ્વરના મંદિરને ભ્રષ્ટ કરવાનો છે. તે દેવના કાર્યને અંદરથી નાશ કરવા માટે મંડળીની અંદર તેના "લશ્કરો" મૂકે છે (દાનિયેલ ૧૧:૩૧). ખ્રિસ્તી-જગતનો ઇતિહાસ દર્શાવે છે કે પાછલી ૨૦ સદીઓથી એક જૂથ પછીના બીજા જૂથને અને એક ચળવળ પછી બીજી ચળવળને ભ્રષ્ટ કરવામાં આ લશ્કરો કેવી રીતે સફળ થયા છે.

મંડળીની નિષ્ફળતાનું મુખ્ય કારણ એ છે કે પરમેશ્વર દ્વારા મંડળીમાં નિમાયેલ ચોકીદાર સાવચેત અને જાગૃત ન રહ્યાં. શેતાન કેવી રીતે આ ચોકીદારને નિંદ્રાવશ કરવામાં સફળ થયો? કેટલાક કિસ્સાઓમાં તેમને એવા ડરમાં નાખીને કે સત્ય બોલવાથી કેટલાંક લોકો કદાચ નારાજ થાય - ખાસ કરીને ધનવાન અને પ્રભાવશાળી લોકો. કેટલાક અન્ય કિસ્સાઓમાં તેમને પત્નીને-રાજી કરનારા બનાવીને, ધનને અને સારા ભોજનને પ્રેમ કરનારા બનાવીને. કેટલાક કિસ્સાઓમાં ચોકીદાર પોતે તેમના ઉપદેશોની સામે કરવામાં આવતા સતત વિરોધનો સામનો કરીને થાકી ગયા હતાં, કેમકે તેમણે તે ઉપદેશ મુજબ મંડળીમાં પરમેશ્વરના ધારાધોરણોને જાળવવાનો પ્રયાસ કર્યો હતો. અને તેથી તેમણે લોકોને ખુશ કરવા તેમના ઉપદેશોનું ધોરણ નીચું કર્યું.

હિબ્રુઓને પત્ર ૧૨:૩ માં આપણને ઈસુ તરફ લક્ષ આપવાનું કહેવામાં આવ્યું છે કે"જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો, તેનો વિચાર કરો, રખેને આપણે આપણા મનમાં અશક્ત થયાથી હિમ્મત હારી જઈએ." ઈસુનો વિરોધ કરનારા આ પાપીઓ કોણ હતા? તેઓ ઈઝરાયેલમાંની વેશ્યાઓ કે ખૂનીઓ કે ચોરો નહોતા. ના કે તેઓ રોમનો કે ગ્રીકો હતા. ના. ઇસુનો સતત વિરોધ કરનારા પાપીઓ ઇઝરાયેલના બાઇબલનો જોરશોરથી પ્રચાર કરનારા પ્રચારકો અને ધાર્મિક આગેવાનો હતા. તેઓ ઇસુ પ્રત્યે ઈર્ષાળુ હતા અને છેવટે તેને મારી નાખ્યો.

જો આપણે ઈસુને અનુસરીશું, તો આજે પણ આપણે એવા જ લોકોના સમૂહો દ્વારા વિરોધનો સામનો કરીશું. આપણો સૌથી મોટો વિરોધ એવા ઉપદેશકો તરફથી કરવામાં આવશે કે જેમણે પરમેશ્વરના ધારાધોરણોને નીચાં કર્યા છે અને મંડળીને ભ્રષ્ટ કરી છે. આપણો વિરોધ કરવા માટે તેઓ શેતાનનાં મુખ્ય પ્રતિનિધિઓ હશે. આ રીતે ખૂબ જ સરળતાથી સતત વિરોધનો સામનો કરીને આપણે કંટાળીશુ અને નિરાશ થઈશું.

શેતાન "સતાવણી દ્વારા પરમેશ્વરના સંતોને નિર્ગત કરવાનો" પ્રયત્ન કરે છે (દાનિયેલ ૭:૨૫). જીત પ્રાપ્ત કરવા માટે એક માત્ર રસ્તો એ છે કે ઈસુના ઉદાહરણનું અનુકરણ કરવું, કે તેમને જ્યાં સુધી તેમના દુશ્મનો દ્વારા મારી નાંખવામાં ન આવ્યા, ત્યાં સુધી તેમણે સતત વિરોધનો સામનો કર્યો. આપણે પણ "મરણ પર્યંત વફાદાર રહેવું જોઈએ" (પ્રકટીકરણ ૨:૧0). કોઈ ઉપદેશક જે પોતાના જીવનના અંત સુધી વિરોધનો સામનો કરવા તૈયાર ન હોય, તો છેવટે તે કર્ણપ્રિય ઉપદેશક બની જશે, કે જે "લોકોને પોતાના પક્ષમાં કરવા માટે તેમની ખુશામત કરશે" (દાનિયેલ ૧૧:૩૨) , અને તેનો પોતાનો અંત સમાધાનકારી બલામ ના જેવો થશે.

મંડળી તરીકે આપણું તેડું એ છે કે કોઈપણ કિંમતે પરમેશ્વરના ધારાધોરણોને આપણી મધ્યે જાળવવા. આપણે હંમેશા ખ્રિસ્ત-વિરોધી બળોથી સાવચેત રહેવું જોઈએ. જ્યારે પાઉલ એફેસસમાં હતા ત્યારે તેમણે ત્રણ વર્ષ દરમિયાન પરમેશ્વરની કૃપાની મદદથી ત્યાંની મંડળીને શુદ્ધતામાં સાચવી હતી. પરંતુ તેમણે વડીલોને કહ્યું હતું કે જ્યારે તે ત્યાંથી જશે, ત્યારે તેને ખાતરી હતી કે તેમના વિદાય લીધા પછી ભ્રષ્ટાચાર અહીં પ્રવેશ કરશે

(પ્રેરિતોના કૃત્યો ૨૦:૨૯-૩૧)

. અને ચોક્કસપણે તે મુજબ જ થયું હતું, તેમ આપણે એફેસીઓને લખેલા બીજા પત્રમાં વાંચીએ છીએ.

(પ્રકટીકરણ ૨:૧-૫).