WFTW Body: 

નહેમ્યાનું પુસ્તક આપણને, પરમેશ્વરે જે બે ઈશ્વરભક્તો - એઝરા અને નહેમ્યાનાં પ્રભાવથી યહૂદીઓમાં જે જબરદસ્ત નવ-જાગૃતિ આણી તે દેખાડે છે.

નહેમ્યા આઠમા અધ્યાયમાં , આપણે વાંચીએ છીએ કે પરમેશ્વરે એઝરા દ્વારા શું કર્યું. તેમણે પરમેશ્વરનું વચન લઈને સર્વ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો કે જેઓ સમજશક્તિની ઉંમરના હતા તેઓને એકઠા કર્યા. પછી તેમણે તેઓને છ-કલાકનો બાઇબલ અભ્યાસ કરાવ્યો! અને અહિં એમ કહેવામાં આવ્યું છે કે "સર્વ લોક તે નિયમશાસ્ત્રનું પુસ્તક ધ્યાનથી સાંભળતા હતા" (નહેમ્યા :). તેઓએ તેમની સભાની શરૂઆત પરમેશ્વરની સ્તુતિ કરવાથી કરી(નહેમ્યા : ). અને પછી તેમણે વચનમાંથી જે વાંચ્યું તે સર્વનો અર્થ લોકોને સમજાવવા માટે એઝરાએ તસ્દી લીધી (નહેમ્યા :). એ દેખીતું છે કે, એઝરાએ લોકોને સ્પષ્ટ રીતે સમજાવવામાં સક્ષમ થવા માટે પોતે વચનોનો અભ્યાસ કરવામાં ઘણા મહિનાઓ અને વર્ષો ગાળ્યાં હતાં. આ સમયને માટે પરમેશ્વરે તેને ગુપ્તમાં તૈયાર કર્યો હતો.

નવ-જાગૃતિ ફાટી નીકળી અને લોકો પોતાના પાપોને લીધે રડવા લાગ્યાં ( નહેમ્યા :). ત્યારપછી તેઓને પરમેશ્વરે જે સારા વાના આપ્યા હતાં તેમાંથી બીજાઓને વહેંચવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેથી એવું કરવામાં "યહોવાનો આનંદ તે જ તેઓનું સામર્થ્ય બની જશે" (નહેમ્યા :૧૦ ). અને લોકોએ ત્યાંથી જઈને એ ઉપદેશનું પાલન કર્યું. તે પછીનાં બીજા દિવસે એઝરાએ આગેવાનોને બાઇબલ-અભ્યાસ કરાવ્યો હતો ( નહેમ્યા :૧૩). જ્યારે તેઓએ પરમેશ્વરના વચનમાં જોયું કે ઈસ્રાએલીઓને દર વર્ષે સાતમા મહિનામાં "માંડવા પર્વ" પાળવાની આજ્ઞા આપેલ છે, તો તેઓએ તરત જ તેનું પાલન કર્યું. ૯૦૦ વર્ષના સમયગાળામાં આ પર્વ પહેલી વખત પાળવામાં આવી રહ્યો હતો - યહોશુઆનાં સમયથી તે આજ્ઞા પાળવામાં આવી ન હતી (નહેમ્યા :૧૪-૧૭). પરમેશ્વરના મનગમતા પુરુષ, દાઉદે પણ, ઇસ્રાએલીઓને આ આજ્ઞા પળાવડાવી નોહતી. પછીના સાત દિવસો સુધી એઝરાએ લોકો માટે બાઇબલ-અભ્યાસ ચાલુ રાખ્યો (નહેમ્યા :૧૮).

નહેમ્યા નવમા અધ્યાયમાં , આપણે વાંચીએ છીએ કે પરમેશ્વરે નહેમ્યા દ્વારા શું કર્યું. આ અધ્યાયની શરૂઆત ઇસ્રાએલીઓનાં ઉપવાસ કરવાથી, પોતાના પાપોની કબુલાત કરવાથી અને પોતાને વિદેશીઓથી જુદાં કરવાથી થાય છે (નહેમ્યા :,). ત્યારપછી તેઓએ ત્રણ-કલાકનો સમય બાઇબલ-અભ્યાસ કરવામાં ગાળ્યો અને ત્રણ-કલાક પરમેશ્વરની સ્તુતિ અને પોતાના પાપોની કબુલાત કરવામાં વિતાવ્યો. ત્યાં ફરી એકવાર નવ-જાગૃતિ આવી હતી (નહેમ્યા :). પછી લેવીઓએ ઉભા થઈને મોટે સાદે પ્રભુને વિનંતી કરી (નહેમ્યા :).નહેમ્યા : થી :૩૭ માં, આપણને આખા બાઈબલમાં નોંધાયેલી સૌથી લાંબી પ્રાર્થના વાંચવા મળે છે. ત્યારપછી લેવીઓએ ઇબ્રાહિમનાં વખતથી ઇસ્રાએલનાં ઇતિહાસનું અવલોકન કર્યું, અને અરણ્યમાં ૪૦ વર્ષ સુધી ભટકતી વખતની, અને ન્યાયાધીશો અને રાજાઓનાં વખતોની પોતાની નિષ્ફળતાઓને યાદ કરી, અને સ્વીકાર્યું કે પરમેશ્વરે મોકલેલો દરેક ચુકાદો ન્યાયી અને સાચો હતો. તેઓએ પસ્તાવો કર્યો અને પરમેશ્વરની સમક્ષ દસ્તાવેજ પર સહીં કરી, જેમાં સૌથી પહેલી સહીં નહેમ્યાએ કરી (નહેમ્યા ૧૦ :).

આ બધું પરમેશ્વરનો ભય-રાખનારા એ બે પુરુષો, એઝરા અને નહેમ્યાનાં પ્રભાવથી શક્ય થયું. આપણાં બધા માટે આજે અનુસરવા જેવું આ કેવું ઉત્તમ ઉદાહરણ છે. તેઓનું સાથે મળીને કરવવામાં આવેલું સેવાકાર્ય લગભગ એવું જ હતું કે જાણે નવા-કરારની મંડળીનાં બે વડીલો સાથે મળીને કાર્ય કરતાં હોય.