written_by :   Zac Poonen categories :   The Church Leader
WFTW Body: 

ઉચ્ચ સ્તરની મંડળી સ્થાપવા માટે, આપણને ઉચ્ચ સ્તર ધરાવતા ઉપદેશકોની જરૂર હોય છે.

ઈસુએ કહ્યું, "મારી પાછળ ચાલો" (લૂક 9:23).

અને પાઉલે કહ્યું "જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ" (કરિંથીઓને પહેલો પત્ર 11:1; ફિલિપ્પીઓને પત્ર 3:17).

પ્રેરિત પાઉલના તે શબ્દોમાં, આપણે જોઈએ છીએ કે પવિત્ર આત્મા દરેક ઈશ્વરીય ઉપદેશક પાસે‌ એવી અપેક્ષા રાખે છે કે તેઓ જેમને ઉપદેશ આપે છે તે બધાને આ પ્રમાણે કહી શકે. ઘણા ઉપદેશકો કહે છે, "મને અનુસરશો નહીં, પરંતુ ખ્રિસ્તને અનુસરો". તે બાબત ખૂબ જ નમ્ર લાગે છે. પરંતુ તે તેમના પરાજિત જીવનને ઢાંકવા માટે માત્ર એક બહાનું છે; અને તે પવિત્ર આત્માના શિક્ષણની તદ્દન વિરુદ્ધ છે.

હું જે ઉપદેશકોનો આદર કરું છું અને તેમને અનુસરુ છું તે એજ છે જેઓ કહી શકે છે, "જેમ હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ." પણ દુઃખની વાત એ છે કે આપણા સમયમાં આવા ઉપદેશકો ભાગ્યે જ જોવા મળે છે.
તેના બદલાણ પહેલાં, પાઉલ સંપૂર્ણ રીતે નિષ્ફળ હતો. છતાં પણ ઈશ્વરે તેનું બદલાણ કર્યું અને તેને અન્ય લોકો અનુસરી શકે તેવો એક ઉત્તમ ઉદાહરણરૂપ બનાવ્યો, ભલે તે સંપૂર્ણ નહોતો. (જુઓ ફિલિપ્પીઓને પત્ર 3:12-14). (જગતની સૌથી શ્રેષ્ઠ ખ્રિસ્તી વ્યક્તિ પણ સંપૂર્ણ નથી પરંતુ તેઓ માત્ર સંપૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે.)

તેથી, જો તમે ભૂતકાળમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા છો, તો પણ ઈશ્વર, અનુસરવા માટે તમને અન્ય લોકો માટે ઉદાહરણરૂપ બનાવી શકે છે.

હું કોઈ ઉપદેશકનો આદર કરી શકું અને તેને ઉદાહરણ તરીકે અનુસરું, તે પહેલાં હું મુખ્યત્વે, એક ઉપદેશકમાં સાત લક્ષણો શોધું છું :

1. તે નમ્ર, સુલભ માણસ હોવો જોઈએ. ઈસુ નમ્ર અને સુલભ હતા (માથ્થી 11:29). લોકો ગમે ત્યાં અને ગમે ત્યારે તેમનો સંપર્ક કરી શકતા. નિકોદેમસ મધ્યરાત્રિએ તેમના ઘરે તેમની મુલાકાત લઈ શક્યો; અને કોઈપણ વ્યક્તિ જાહેર સ્થળોએ કોઈપણ સમયે ઈસુ સાથે વાત કરી શકતા. ઈસુની નમ્રતાએ તેમને દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા આતુર કર્યા (જેમ આપણે લૂક 4:18 માં વાંચીએ છીએ). પાઉલ એક નમ્ર માણસ હતો જે તરત જ પોતાની ભૂલો સ્વીકારવા અને તેના માટે માફી માંગવા માટે ઉતાવળો હતો (પ્રેરિતોનાં કૃત્યો 23:1-5). હું એવા ઉપદેશકોને જ અનુસરીશ કે જેઓ અમીર અને ગરીબ વચ્ચે કોઈ ભેદ રાખતા નથી, જેમની પાસે પોતાના વિશે કોઈ "ગુરુતાગ્રંથી" નથી, જેઓ તેમની ભૂલો માટે માફી માંગવામાં ઉતાવળ કરે છે અને જેઓ હંમેશા સામાન્ય ભાઈઓ તરીકે રહે છે.

2. તે એવો હોવો જોઈએ કે જે ક્યારેય કોઈની પાસે પૈસા માંગતો નથી - પોતાના માટે પણ નહીં અથવા પોતાના સેવાકાર્ય માટે પણ નહિ - અને જેની જીવનશૈલી સીધીસાદી હોય. જો તેને રાજીખુશીથી ભેટો પ્રાપ્ત થાય છે (જેમ કે પાઉલને ક્યારેક પ્રાપ્ત થતી હતી - ફિલિપ્પીઓને પત્ર 4:16-18) તો તે એવા લોકો પાસેથી જ સ્વીકારશે જેઓ તેના કરતા વધુ ધનવાન હોય - અને તેના કરતા કોઈ ગરીબ પાસેથી ક્યારેય નહીં સ્વીકારે. ઈસુએ ક્યારેય કોઈની પાસે પોતાના માટે અથવા પોતાના સેવાકાર્ય માટે પૈસા માંગ્યા નથી. અને તેમણે ફક્ત તે જ લોકો પાસેથી ભેટો સ્વીકારી હતી જેઓ તેમના કરતાં વધુ ધનવાન હતા (લૂક 8:3). ઈસુ અને પાઉલ સાદી જીવનશૈલી ધરાવતા હતા. હું ફક્ત તે જ ઉપદેશકોને અનુસરીશ જેઓ પૈસા અને ભૌતિક વસ્તુઓ પ્રત્યે ઈસુ અને પાઉલ જેવું જ વલણ ધરાવે છે.

3. તેની સાક્ષી એક ઈશ્વરીય માણસ તરીકેની હોવી જોઈએ. તે એક ઈશ્વરીય, પ્રામાણિક માણસ તરીકે ઓળખાતો હોવો જોઈએ જે પવિત્રતા માટે જુસ્સો ધરાવતો હોય - જે કોઈ પણ બાબતમાં પોતાનું મહત્વ શોધતો નથી, જે તેની જીભને વશમાં રાખે છે (યાકૂબનો પત્ર‌ 1:26; એફેસીઓને પત્ર 4:26-31), તે નિષ્ફળ લોકો પ્રત્યે દયાળુ હોય, અને જે ક્યારેય તેની પ્રાર્થના, તેના ઉપવાસ અથવા તેના દાન વિશે બડાઈ મારતો ન હોય (માથ્થી 6:1-18) અને તેના વૈરીઓ પર પણ પ્રીતિ રાખી શકે (માથ્થી 5:44). યુવાન અને વૃદ્ધ - તમામ સ્ત્રીઓ પ્રત્યે, તેના વિશે સંપૂર્ણ શુદ્ધતાની સાક્ષી હોવી જોઈએ (તિમોથીને પહેલો પત્ર 5:2). હું એવા ઉપદેશકોને જ અનુસરીશ જેમના જીવનમાં ઈશ્વરપરાયણતાની સુગંધ હોય.

4. તેણે તેના બાળકોને પ્રભુને પ્રેમ કરનારા તરીકે ઉછેર્યા હોવા જોઈએ. ઘરમાં તેમના બાળકો તેમના પિતા તરીકે તેમને આજ્ઞાકારી હોવા જોઈએ. પવિત્ર આત્મા કહે છે કે એવા કોઈને મંડળીમાં વડીલ તરીકે નિમણૂંક ન કરવા જોઈએ, જો તેના બાળકો પ્રભુને પ્રેમ ન કરતા હોય અથવા જો તેઓ આજ્ઞાભંગ કરતા હોય (તિમોથીને પહેલો પત્ર 3: 4, 5; તિતસને પત્ર 1: 6). આપણા બાળકો આપણને અન્ય કરતા વધુ સારી રીતે ઓળખે છે, કારણ કે તેઓ આપણને ઘરમાં હંમેશા જુએ છે. અને જો તેઓ આપણને ઘરમાં ઈશ્વરીય રીતે જીવતા જોશે, તો તેઓ પણ પ્રભુને અનુસરશે. હું ફક્ત તે જ ઉપદેશકોને અનુસરીશ જેમણે તેમના બાળકોને નમ્ર અને આજ્ઞાકારી અને બધા લોકોને આદર આપે તે રીતે ઉછેર્યા હોય.

5. તે એવો હોવો જોઈએ જે નિર્ભયપણે ઈશ્વરની સંપૂર્ણ સલાહનો ઉપદેશ આપે. તેણે નવા કરારમાં લખેલી દરેક બાબતની - દરેક આજ્ઞા અને દરેક વચન - કોઈ પણ માણસને રાજી કરવાની ઈચ્છા રાખ્યા વિના તેની ઘોષણા કરવી જોઈએ (પ્રેરિતોનાં કૃત્યો 20:27; ગલાતીઓને પત્ર 1:10). જો તે ખરેખર પવિત્ર આત્માથી સતત અભિષિક્ત હશે, તો પછી, ઈસુ અને પાઉલની જેમ, તેના સંદેશાઓ હંમેશા પડકારજનક અને પ્રોત્સાહક હશે. હું ફક્ત આવા જ ઉપદેશકોને અનુસરીશ - જેઓ બોલે ત્યારે તેમનામાં મને ઈશ્વરનો અભિષેક અનુભવાય.

6. તેને ખ્રિસ્તના શરીરની અભિવ્યક્તિ તરીકે સ્થાનિક મંડળી બાંધવાની ધગશ હોવી જોઈએ. ઇસુ પૃથ્વી પર માત્ર લોકોને તમામ પાપથી બચાવવા માટે જ નહીં, પરંતુ તેમની મંડળી - એક શરીર તરીકે જે તેમના જીવનને પ્રગટ કરે, તેનું નિર્માણ કરવા માટે પણ આવ્યા હતા (માથ્થી 16:18). તેથી દરેક જગ્યાએ સ્થાનિક મંડળીઓ - જે ખ્રિસ્તના શરીર તરીકે કાર્ય કરે, તે સ્થાપવાની પાઉલની ધગશ હતી (એફેસીઓને પત્ર 4:15,16). અને તેણે તે માટે સખત મહેનત કરી (કલોસ્સીઓને પત્ર 1:28,29). હું ફક્ત તે જ ઉપદેશકોને અનુસરીશ જેઓ (પછી ભલે તેઓ પ્રચારકો હોય કે શિક્ષકો હોય કે પ્રબોધકો) તેમની ભેટનો ઉપયોગ સ્થાનિક મંડળીઓ, જે ખ્રિસ્તના શરીર તરીકે કાર્ય કરે, તે બાંધવા માટે કરે છે.

7. તેણે ઓછામાં ઓછા થોડા સહકાર્યકરોને ઊભા કર્યા હોવા જોઈએ જેમની પાસે તેમનું દર્શન અને તેમનો આત્મા હોય. એક ઈશ્વરીય ઉપદેશક હંમેશા આગામી પેઢીમાં ઈશ્વરની સાક્ષીની શુદ્ધતા જાળવવામાં આવે તે વિશે ચિંતિત રહેશે. ઈસુએ 11 શિષ્યોનો ઊભા કર્યા જેમણે તેમના આત્માને પ્રાપ્ત કર્યો અને તેમના કાર્યને ચાલુ રાખવા માટે તેમના ધોરણો અનુસાર જીવ્યા. પાઉલે તિમોથી અને તિતસનો ઊભા કર્યા, જેઓ તેના કાર્યને ચાલુ રાખવા માટે તેના નમ્ર અને નિઃસ્વાર્થ ભાવના આત્માથી જીવતા હતા (ફિલિપ્પીઓને પત્ર 2:19-21; કરિંથીઓને બીજો પત્ર 7:13-15). હું ફક્ત એવા જ ઉપદેશકોને અનુસરીશ જેમણે ઓછામાં ઓછા થોડા સહકાર્યકરોને ઊભા કર્યા હોય જેમની પાસે ઉપર દર્શાવેલ ગુણો છે.

જો તમને ઈશ્વર દ્વારા ઉપદેશક બનવા માટે તેડવામાં આવ્યા હોય, તો તમારે પ્રાર્થના કરવી જોઈએ કે તેઓ તમને તેમના પવિત્ર આત્માથી સતત અભિષિક્ત કરે અને ઉપર દર્શાવેલ તમામ ગુણો ધરાવવા માટે તમને સક્ષમ કરે, જેથી તમે અન્ય લોકો માટે અનુસરવા લાયક એક‌ ઉદાહરણ બની શકો.

ખ્રિસ્તી જગતમાં સમાધાન અને દુન્યવીપણાના આ દિવસોમાં, આપણને મંડળીમાં, જીવન અને સેવાકાર્યનું સ્તર વધારવા માટે તેડું આપવામાં આવે છે.