WFTW Body: 

ઇસુએ નવી મશકોમાં નવો દ્રાક્ષારસ ભરવાનું કહ્યું હતું (લુક ૫:૩૭). નવો દ્રાક્ષારસ ઇસુનું જીવન છે અને નવી મશકો તે મંડળી છે કે જેને ઇસુ બાંધી રહ્યા છે. કાનામાં લગ્નપ્રસંગમાં, જ્યાં ઇસુ હાજર હતા ત્યાં જૂનો દ્રાક્ષારસ ખલાસ થઇ ગયો હતો. (યોહાન ૨:૧-૨) જૂનો દ્રાક્ષારસ માણસોની ઘણાં વર્ષોના પરિશ્રમથી બન્યો હતો - પણ તે જરૂરિયાતને પૂરી કરી શક્યો ન હતો. નિયમશાસ્ત્ર (જૂના કરાર) ને આધીન જીવનનું આ એક દ્રષ્ટાંત છે. જૂનો દ્રાક્ષારસ ખલાસ થઇ જાઈ છે; અને નવો દ્રાક્ષારસ ભરી શકે તે પહેલા જૂનો દ્રાક્ષારસ ખલાસ થઈ જાય તેની પ્રભુએ રાહ જોવી પડે છે.

શું આપણાં વ્યક્તિગત જીવનમાંથી, વિવાહિત જીવનમાંથી કે માંડળીક જીવનમાંથી જૂનો દ્રાક્ષારસ ખલાસ થઇ ગયો છે? તો સમય થઈ ગયો છે કે આપણે ઈશ્વરના મુખને શોધીએ અને પ્રમાણિકતાથી પોતાની જરૂરિયાતને સ્વીકારીએ ફક્ત તેજ આપણને નવો દ્રાક્ષારસ આપી શકે છે! કાનામાં તૈયાર થયેલો નવો દ્રાક્ષારસ માનવીય પ્રયત્નોથી તૈયાર થયો ન હતો. તે ઈશ્વરનું અલૌકિક કાર્ય હતું (યોહાન ૨:૬-૧૧). અને આજ કાર્ય આપણાં જીવનમાં પણ થઈ શકે છે. તે આપણાં હ્રદયોમાં અને મનોમાં પોતાના નિયમોને લખી દેશે, કે જેથી આપણામાં આપણી પોતાની મરજીથી તે તેમના સંપુર્ણ ઈરાદા પૂરા કરી શકે (હિબ્રુ ૮:૧૦, ફિલિપ્પી ૨:૧૩). તે આપણાં હ્રદયોની સુન્નત કરશે કે જેથી આપણે તેને પ્રેમ કરી શકીએ અને એવું થવા દેશે કે આપણે તેની આજ્ઞાઓના પાલન સાથે ચાલી શકીએ (પુનર્નિયમ 30:૬ , હઝકિયેલ ૩૬:૨૭). આ કાર્ય કાનામાં કરેલા નવો દ્રાક્ષારસ બનાવવાનાં કાર્ય સમાન છે. કૃપાનો અર્થ આ જ છે. જીવનપર્યંત પ્રયત્ન કરવાં છતાં પણ - આપણે ઇસુનું જીવન ઉત્પન્ન કરી શકતા નથી. પણ જો આપણે આપણાં શરીરોમાં "ઇસુનું મરણ" ઊંચકીને જીવીશું (દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને ચાલીશું, અને પોતાના ઘમંડ, ઇચ્છા, હકો અને પ્રતિષ્ઠાના સબંધમાં મરણ પામીશું), તો ઈશ્વર આપણામાં ઇસુના જીવનનાં નવાં દ્રાક્ષારસને ઉત્પન્ન કરવાનું વચન આપે છે (૨ કરિંથી ૪:૧૦).

નવો દ્રાક્ષારસ પ્રાપ્ત કરવાં માટે, આપણું યુદ્ધ પાપ સામે છે. પરંતુ નવી મશકોને પ્રાપ્ત કરવાં માટે, આપણું યુદ્ધ ધાર્મિક પરંપરાઓની સામે છે કે જેણે ઈશ્વરના વચનોને રદ કરી દીધાં છે. અને ઘણાં લોકોને માટે પાપથી મુક્તિ પામવા કરતાં પણ માનવીય પરંપરાઓથી મુક્ત થવું તે વધું મુશ્કિલ છે! પણ માત્ર શૂરવીર યોદ્ધાઓ જ ઇશ્વરના રાજ્યને પ્રાપ્ત કરી શકે છે (માથ્થી ૧૧:૧૨). ધાર્મિક પરંપરાઓની વિરુદ્ધ આક્રમક વલણ રાખ્યા વગર તેમનો નિકાલ કરી શકાતો નથી.

આપણે એવું વિચારી શકીએ છે કે ખ્રિસ્તી હોવાના લીધે, આપણે જૂના યહૂદી મશકથી છુટકારો પામી લીધો છે અને ખ્રિસ્તી મંડળીમાં આપણી પાસે નવો દ્રાક્ષારસ છે. પરંતુ જેને તમે ખ્રિસ્તી મંડળી કહો છો, તેને ધ્યાનપૂર્વક જોશો, તો જૂના કરારના ઘણાં બધા લક્ષણો ને જોઈને તમે નવાઈ પામી શકો છો. આમતો ઉદાહરણો ઘણાં બધા છે, પરંતુ આપણે તેમાંથી ફક્ત ત્રણ ઉપર મનન કરીશું.

સૌથી પહેલા, યહુદીઓની પાસે એક ખાસ કુળ (લેવી) હતું કે જેઓ યાજકો હતા અને તેઓ જ બધા ધાર્મિક કાર્યો કરતાં હતા. બધા જ યહુદીઓ યાજકો બની શકતા ન હતા. પરંતુ નવા કરારના અંતર્ગત, બધા જ વિશ્વાસીઓ યાજકો છે (૧ પીતર ૨:૫, પ્રકટીકરણ ૧:૬). તેમછતાં સૈદ્ધાંતિક રીતે આ સત્ય મોટાભાગના બધા જ વિશ્વાસીઓ પાસે છે, પરંતુ વાસ્તવિકતામાં વ્યાવહારિક રીતે ઘણા ઓછા વિશ્વાસીઓ આ મુજબ ચાલે છે. લગભગ બધા જ ખ્રિસ્તી સમૂહોની પાસે પોતાના "યાજક" અથવા "પાળક" અથવા "ઈશ્વરના સેવકો" અથવા "પુર્ણસમયના સેવકો" છે કે જે આબેહૂબ જૂના સમયના લેવીયોની સરખાં છે, કે જેઓ આરાધના કરવામાં ઈશ્વરના લોકોની આગેવાની કરતાં હતાં. ફક્ત આ "લેવીયો" જ નવાં બદલાણ પામેલા લોકોને બાપ્તિસ્મા આપી શકે છે અને પ્રભુભોજન વહેંચી શકે છે. અને ઈશ્વરના લોકોના દશાંશો દ્વારા આ "લેવીયો" ની આર્થિક સંભાળ થાય છે. સભાઓમાં આ "લેવીયો" પૂરી સભાઓને પોતાના વશમાં રાખે છે અને "દૈહિક" રીતે સેવાની તક બીજાઓને આપતા નથી. એક વક્તા વાળું પ્રદર્શન તે જૂની મશકનુ કાર્ય છે. નવા કરારની અંતર્ગત, પ્રત્યેક વિશ્વાસી નવા દ્રાક્ષારસમાંથી પી શકે છે અને પવિત્ર આત્માથી અભિષિક્ત થઈ શકે છે અને આત્મિક વરદાન પ્રાપ્ત કરી શકે છે. બે અથવા ત્રણ પ્રબોધકો સભાની શરૂઆત કરી શકે છે, એક અથવા બે લોકો અન્ય ભાષામાં બોલી શકે છે (પ્રત્યેકના અર્થઘટનની સાથે) અને સભામાં હરેક વિશ્વાસી પ્રબોધ કરવાને અને મંડળીની ઉન્નતિ કરવાને માટે સ્વતંત્ર છે. આ નવી મશક છે (૧ કરિંથી ૧૪:૨૬-૩૧). નવા દ્રાક્ષારસનું વર્ણન ૧ કરિંથી ૧૩ માં કરવામાં આવ્યું છે - પ્રેમનું જીવન. અને નવી મશકનું વર્ણન ૧ કરિંથી ૧૨ અને ૧૪ માં કરવામાં આવ્યું છે. પરંતુ એવા કેટલા વિશ્વાસીઓ છે કે જેઓ ઈશ્વરના માર્ગે સઘળું કરવા ઈચ્છે છે? અફસોસ, એવા લોકો ઘણા ઓછા છે. મોટાભાગના લોકો પોતાની જૂની મશકથી અને પોતાના વેતન લેનારા "લેવીયોથી" જ સંતુષ્ટ છે.

બીજી વાત, યહુદીઓની પાસે તેમના પ્રબોધકો હતા જેઓ વિવિધ બાબતોમાં તેમના માટે ઈશ્વરની ઈચ્છાને શોધતાં હતા -કેમકે પ્રબોધકોની પાસે જ પવિત્ર આત્મા હતો. પરંતુ નવા કરારના અંતર્ગત, પ્રબોધકોનું કાર્ય તદ્દન ભિન્ન હોય છે. - ખ્રિસ્તના શરીરનું નિર્માણ કરવું (એફેસી ૪:૧૧,૧૨). હવે જ્યારે બધા જ વિશ્વાસીઓ પવિત્ર આત્મા પામી શકે છે, તેથી જ તેઓએ પોતાના માટે ઈશ્વરની ઈચ્છા જાણવા માટે કોઈ પ્રબોધકની પાસે જવાની જરૂર રેહતી નથી (હિબ્રુ ૮:૧૧, ૧ યોહાન ૨:૨૭). તેમછતાં ઘણા વિશ્વાસીઓ આજે પણ જૂની મશકમાં જીવે છે અને કોઈ પ્રભુના જનની પાસે જઈને પોતે શું કરવું જોઈએ તે પૂછે છે, કોની સાથે તેમણે લગ્ન કરવા જોઈએ, વગેરે.

ત્રીજી વાત, યહુદી જાતિ એક વધુ જનસંખ્યા ધરાવતો અને વિશાળ વિસ્તારમાં ફેલાયેલો જન સમુહ હતો, તેમછતાં પણ તેમની પાસે તેમનું પૃથ્વી ઉપરનું યરૂશાલેમમાં એક મધ્યસ્થ મુખ્યમથક હતું અને એક પ્રમુખયાજક તેમના આગેવાનના રૂપમાં હતા. નવા કરારના અંતર્ગત, ઇસુ ખ્રિસ્ત જ એકમાત્ર આપણાં પ્રમુખયાજક અને ઈશ્વરનું સિંહાસન જ આપણું મુખ્યમથક છે. યહુદીઓની પાસે એક દીવી હતી જેની મધ્યસ્થ દંડીમાથી દીવીઓ વાળી સાત શાખાઓ નીકળતી હતી (નિર્ગમન ૨૫:૩૧,૩૨). આ જૂની મશક હતી.

નવા કરારના અંતર્ગત, હરેક સ્થાનિક મંડળીમાં એક અલગ દીવી હોય છે - તેની કોઈ શાખા હોતી નથી. આ બાબતને તમે પ્રકટીકરણ ૧:૧૨-૨૦ માં સ્પષ્ટપણે જુઓ છો, જ્યાં એશિયા માઇનોરની સાત મંડળીઓનું પ્રતિનિધિત્વ અલગ અલગ સાત દીવીઓ દ્વારાં થયેલ છે - યહુદીઓની દીવીઓની માફક નહીં. ઇસુ, મંડળીઓના પ્રમુખનાં રૂપમાં, તે દીવીઓની વચમાં ચાલે છે. તે સમયોમાં કોઈ પાર્થિવ પોપ અથવા સંપ્રદાયના મહા-અધિક્ષક અથવા પ્રમુખ ન હતા. કોઈ મુખ્ય વડીલ ન હતા કે કોઈપણ બાબતમાં તેમનો નિર્ણય જ અંતિમ હોય. પ્રત્યેક સ્થાનિક મંડળીનું સંચાલન સ્થાનિક વડીલો દ્વારા જ થતું હતું. આ વડીલો તેમના પ્રમુખના રૂપમાં સીધા જ પ્રભુની પ્રત્યે જવાબદાર હતા. પરંતુ આજે આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ કે ખ્રિસ્તીઓનો ઘણો મોટો સમુદાય છે કે જેઓ સાંપ્રદાયિક તંત્ર (જૂની મશક) નો એક ભાગ છે, ભલે કોઈ નામ સાથે અથવા નામ વગર - કેમકે ઘણા એવા જૂથો છે કે જેઓ પોતે સાંપ્રદાયિક ન હોવાનો દાવો કરે છે, તેમછતાં પણ તેમનામાં સાંપ્રદાયિકતાના બધા જ લક્ષણો જોવા મળે છે. આ બધી જ જૂની મશકો છે.

ઈશ્વરે સ્થાનિક મંડળીની નવી મશકને ભ્રષ્ટાચારના ફેલાવાને રોકવા માટે નિયુક્ત કરેલ છે. જો એશિયા માઇનોરની સાત મંડળીઓ એક બીજાની શાખાઓ હોત, તો બલામ અને નિકોલાયતીઓના ભ્રષ્ટ સિદ્ધાંતો અને ઇઝબેલના ખોટા પ્રબોધનો ફેલાવો સાતેય મંડળીઓમાં થઈ ગયો હોત

(પ્રકટીકરણ ૨:૧૪ ;૧૫,૨૦)

. પરંતુ તેઓ અલગ અલગ દીવીઓ હતા, તેથી સ્મર્નામાં અને ફિલાડેલ્ફિયામાંની બે મંડળીઓ પોતાને શુદ્ધ રાખી શકી. જો તમે પોતાની મંડળીને શુદ્ધ રાખવા ઈચ્છો છો, તો સાંપ્રદાયિકતાની જૂની મશકોથી પોતાનો છુટકારો મેળવી લો. પ્રભુ આપણાં દેશમાં ઘણા એવા લોકોને તૈયાર કરે કે જેઓ માનવીય પરંપરાને, કે જેણે ઘણા બધાને પોતાના બંધનોમાં જકડ્યા છે,તેને બળપૂર્વક તોડવાને માટે તૈયાર હોય

(માથ્થી ૧૧:૧૨)

; અને હરેક જગ્યાઓમાં ખ્રિસ્તના શરીરની મંડળી બાંધી શકે.