WFTW Body: 

નમ્રતા:

આપણે એફેસીઓને પત્ર ૪:૧-૨ માં વાંચીએ છીએ કે "એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો; સંપુર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો." મે ઘણીવાર ખ્રિસ્તી જીવનના આ ત્રણ રહસ્યો વિશે કહ્યું છે તે એ છે કે: નમ્રતા, નમ્રતા અને નમ્રતા. ત્યાંથી જ સઘળું શરૂ થાય છે. ઈસુ પોતાને નમ્ર કરે છે અનેમાથ્થી ૧૧:૨૯ માં કહે છે,"મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો." તેમણે હંમેશા આપણને તેમની પાસેથી કેવળ બે બાબતો નમ્રતા અને દીનતા શીખવા કહ્યું હતું. કેમ? કારણ કે આપણે બધાં આદમના સંતાન હોવાથી ઘમંડી અને કઠણ છીએ. જો તમે સ્વર્ગીય જીવન પૃથ્વી પર બતાવવા માંગો છો તો, તે પહેલા સુસમાચાર-પ્રચાર, ઉપદેશ, બાઈબલ શિક્ષણ અથવા સામાજિક કામ દ્વારા દર્શાવી શકાશે નહિ. સૌપ્રથમ તે નમ્રતા અને દીનતાના વલણ દ્વારા દર્શાવી શકાશે. પરમેશ્વર નમ્રતા, દીનતા અને ધીરજ શોધે છે. એફેસીઓને પત્ર ૪:૨ (લીવિંગ બાઈબલ અનુવાદ) માં કહ્યું છે, "તમારા પ્રેમને કારણે એકબીજાની ભૂલો દરગુજર કરી એકબીજા સાથે ધીરજવાન બનો." કોઈપણ મંડળીમાં કોઈપણ વ્યક્તિ સંપૂર્ણં નથી. દરેક જણ ભૂલો કરે છે. તેથી મંડળીમાં આપણે એકબીજાની ભૂલો સહન કરવી પડશે. આપણે એકબીજાની ભૂલોને દરગુજર કરવી પડશે કારણ કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. "જો તમે ભૂલ કરશો તો હું તેને ઢાંકીશ, જો તમે કંઈક અધૂરું છોડી દો તો હું તેને પૂરું કરીશ." આ જ રીતે ખ્રિસ્તના દેહે કાર્ય કરવાનું છે.

એકતા :

આપણે એફેસીઓને પત્ર ૪:૩ માં વાંચીએ છીએ કે "શાંતિના બંધનમાં આત્માનું ઐક્ય રાખવનો યત્ન કરો." પાઉલના ઘણાં પત્રોમાં 'એકતા' એક મુખ્ય વિષય છે. અને તેમની મંડળી માટે આ જ બોજ પ્રભુને પણ હૃદયમાં છે. જ્યારે માનવ શરીર મરી જાય છે, ત્યારે તેનું વિઘટન થવાનું શરૂ થાય છે. આપણું શરીર ધૂળથી બનેલું છે, અને આ શરીરમાં જીવન હોવાને કારણે ધૂળનાં કણો એકસાથે જોડાયેલ છે. જે ક્ષણે જીવ જશે ત્યારથી શરીરનું વિઘટન થવાનું શરૂ થઈ જશે અને થોડા સમય પછી આપણે જાણી શકીએ છીએ કે આખું શરીર ધૂળ થઈ ગયું છે. વિશ્વાસીઓની સંગતમાં પણ આવું જ છે. જ્યારે મંડળીનાં વિશ્વાસીઓમાં કુસંપ હોય ત્યારે આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે મૃત્યુ તેમાં પ્રવેશી ચુક્યું છે. જ્યારે પતિ-પત્ની કુસંપમાં હોય ત્યારે મૃત્યુ તેમની વચ્ચે પ્રવેશી ચુક્યું છે, ભલે પછી તેઓ ક્યારેય એકબીજાને છૂટાછેડા ન આપે. તેમના લગ્ન થયાનાં એક દિવસમાં જ લગ્નજીવનમાં વિભાજન શરૂ થઈ શકે છે - ગેરસમજણો, તણાવ, ઝગડાઓ, વગેરેથી. આવુ એક મંડળીમાં પણ થઈ શકે છે. સામાન્ય રીતે એક મંડળી ઉત્સાહથી ભરાયેલ થોડાં ભાઈઓથી શરૂ થાય છે જેઓ એકસાથે પ્રભુ માટે શુદ્ધ કાર્ય કરવા માટે ખુબ જ ઉત્સાહથી ભેગા થાય છે. પણ ખૂબ જ ટૂંક સમયમાં કુસંપ થાય છે અને મૃત્યુ પ્રવેશે છે. એકતાનો આત્મા જાળવવા માટે આપણે સતત યુદ્ધ લડવું પડશે - લગ્નજીવન અને મંડળી બંનેમાં.

પરમેશ્વર પવિત્ર વ્યક્તિઓનું એક જુથ નથી બનાવી રહ્યાં. તે એક દેહ બનાવી રહ્યાં છે. એફેસીઓને પત્ર ૪:૧-૩ માં પાઉલ આ વિષયના સંદર્ભમાં કહી રહ્યાં છે. તે આપણને વિનંતી કરે છે કે "આત્માની ઐક્યતા જાળવો કારણ કે એક શરીર છે." આપણે ક્યારે કહી શકીએ કે સ્થાનિક દેહ(મંડળી)માં એકતા છે? "શાંતિના બંધનમાં હોવા દ્વારા" (એફેસી. ૪:૩). "આત્મિક મન તે શાંતિ છે" (રોમનોને પત્ર ૮:૬).