WFTW Body: 

જ્યારે ગિદિયોને ઇસ્રાએલના દુશ્મનો સામે લડવા લશ્કર એકત્ર કર્યું ત્યારે તેની સાથે ૩૨,૦૦૦ પુરુષો હતા. પણ પરમેશ્વર જાણતા હતા કે તેઓ બધા જ સંપૂર્ણ હૃદયથી સમર્પિત નથી. અને તેથી પરમેશ્વરે ચકાસીને તેઓની સંખ્યા ઘટાડી દીધી. બીકણોને સૌથી પહેલા ઘરે મોકલવામાં આવ્યા. પણ હજુય ૧૦,૦૦૦ બાકી રહ્યા હતાં. ત્યારપછી તેઓને નદીએ લઈ જવામાં આવ્યા અને તેઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. માત્ર ૩૦૦ લોકોએ પરીક્ષા પાસ કરી અને પરમેશ્વર દ્વારા સ્વીકૃત થયા (ન્યાયાધીશો ૭:૧-૮).

પોતાની તરસ છીપાવવાં માટે તે ૧૦,૦૦૦ લોકોએ જે રીતે નદીમાંથી પાણી પીધું, તેનો ઉપયોગ પરમેશ્વરે એ નક્કી કરવા માટે કર્યો કે ગિદિયોનનાં લશ્કરમાં પસંદગી થવા લાયક કોણ છે. તેઓમાનાં બહુ થોડાંને જ સમજાયું કે તેઓની કસોટી થઈ રહી છે. તેઓમાંથી ૯૭૦૦ જણા પોતાની તરસ છીપાવવાં ઘૂંટણિયે પડ્યા ને દુશ્મનો વિશે બિલકુલ ભૂલી ગયા. તેઓમાંથી ફક્ત ૩૦૦ જણાએ જ પોતાના પગ ઉપર ઊભા રહીને, સાવધ રહીને, ખોબે-ખોબે પાણી પીધું.

પરમેશ્વર જીવનની સાધારણ બાબતોમાં આપણી કસોટી કરે છે - જેમ કે પૈસા પ્રત્યેનાં વલણમાં, મોજશોખ, દુન્યવી સન્માન અને આરામ વગેરે પ્રત્યેનાં આપણા વલણમાં. ગિદિયોનનાં લશ્કરની જેમ, આપણે પણ ઘણીવાર સમજી શકતા નથી કે પરમેશ્વર આપણી પરીક્ષા લઈ રહ્યા છે.

ઈસુએ આપણને ચેતવ્યાં છે કે આ દુનિયાની ચિંતાઓથી દબાઈ ન જઈએ. તેમણે કહ્યું,"પણ તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે" (લૂક ૨૧:૩૪). પાઉલે કરિંથીનાં ખ્રિસ્તીઓને ઉત્તેજન આપતા કહ્યું કે, માટે એવા બંને કે,"જેઓ પરણેલા તેઓ હવેથી વગર પરણેલા જેવા થાય; જેઓ રડનારા છે તેઓ નહિ રડનારા જેવા થાય; અને આનંદ કરનારા નહિ આનંદ કરનારા જેવા થાય; વેચાતું લેનારા તેઓ પોતાની પાસે કશું નહિ રાખનારા જેવા થાય ; અને આ જગતનો વહેવાર કરનારા તેઓ જગતના વહેવારમાં તલ્લીન થઈ ગયેલા જેવા ન થાય ; કેમકે આ જગતનો ડોળદમાક જતો રહે છે....તમે યોગ્ય રીતે ચાલો તથા એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા કરો એ સારુ કહું છું" (૧લો કરિંથી. ૭:૨૯-૩૫) .

આપણે કદીય આ જગતની કોઈપણ વસ્તુને આપણા પરમેશ્વર પ્રત્યેનાં પૂરેપૂરા ભક્તિભાવથી આપણને વિચલિત કરે એવું થવા દેવુ જોઈએ નહીં. જગતમાંની ઉચિત લાગતી વસ્તુઓ પાપી વસ્તુઓ કરતાં વધુ મોટા ફાંદા રૂપ છે - કારણ કે ઉચિત વસ્તુઓ ખૂબ જ નિર્દોષ અને હાનિરહિત લાગે છે!!

આપણે આપણી તરસ છીપાવી શકીએ છીએ - પરંતુ આપણે આપણા હાથના ખોબાથી ઓછામાં ઓછું ફક્ત જરૂર હોય એટલું જ પીવું જોઈએ. આપણે આપણું મન પૃથ્વીની વાતો પર નહીં પણ ઉપરની વાતો પર કેન્દ્રિત કરવાનું છે. જો આપણે ઈસુના શિષ્ય બનવું હોય તો આપણે બધું જ છોડી દેવું પડશે. જે રીતે રબર-બેંડને ખેંચવવામાં આવે છે, તે રીતે આપણાં મનને પણ પૃથ્વી પરનાં જરૂરી કામો કરવામાં લગાવી શકાય છે. પણ એકવાર જ્યારે તે કામો પૂરા થઈ જાય, ત્યારે જે રીતે રબર-બેંડ પરનું તાણ-બળ દૂર કરતાં જ તે પોતાની મૂળ સ્થિતિમાં પાછું ફરે છે, તે જ રીતે આપણું મન પણ પરમેશ્વરની અને અનંતકાળની વાતો તરફ પાછું ફરવું જોઈએ. આનો અર્થ એ થાય છે કે"ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહિ" (કલોસ્સી. ૩:૨). જોકે, ઘણા વિશ્વાસીઓ સાથે, રબર-બેંડ વિપરીત રીતે કાર્ય કરે છે. તેઓનું મન કોઈ કોઈ વખત અનંતકાળની વાતો વિષે વિચારવા ખેંચાય છે અને તેને છોડતા જ, તે ફરી પાછું દુન્યવી વાતોમાં જકડાઈને પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે!