WFTW Body: 

"આપણા જીવનના દિવસોની વાત કરીએ તો, તે વીતી ગયેલી કાલના જેવા છે અને આપણે ઊડી જઈએ છીએ. તેથી અમને અમારા દિવસો એવી રીતે ગણવાનું શીખવો કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય."
(ગીતશાસ્ત્ર 90:2,4,10,12).

આપણે એક બીજા કેલેન્ડર વર્ષનો અંત તરફ જઈ રહ્યા છીએ. આ ગીતના શબ્દો દ્વારા આપણી જાતને યાદ કરાવવાની આ એક સારી તક છે કે આ પૃથ્વી પર આપણો સમય કેટલો ઓછો છે અને જીવનની દરેક ક્ષણ કેટલી મહત્વપૂર્ણ છે.

જેમ તમે નવા વર્ષમાં આગળના માર્ગ વિશે વિચારો છો, તો જીવવા માટે અહીં ચાર અત્યંત સરળ માર્ગના નિયમો છે:

1. લાલ લાઇટ પર થોભો
આપણી વૃત્તિ એ છે કે આપણી પાસે ફક્ત લીલી લાઈટો જ છે, એમ ધારીને જીવનમાં દોડતા રહીએ છીએ. તેના બદલે, જ્યારે પણ આપણે એવા ચાર રસ્તા/ વળાંક પર આવીએ જ્યાં આપણે નિર્ણય લેવાનો હોય, ત્યારે આપણે ત્યાં રોકાઈ જઈએ અને ઈશ્વરનો સ્વીકાર કરીએ. જો આપણે આગળ કયે રસ્તે જવું જોઈએ તેમ પૂછીએ તો, તેઓ માર્ગદર્શન આપતા જવાબ આપશે (યશાયા 30:21 વાંચો), અને તેઓ આપણી આગળનો માર્ગ સીધો કરશે (નીતિવચનો 3:6). બીજી બાજુ, જો આપણે ઈશ્વરની લીલી ઝંડીની રાહ જોતા નથી, તો અકસ્માત થાય છે.

2. લીલી લાઇટ પર થોભશો નહીં
આપણી જાતને નકારવાની અને પોતાનો વધસ્તંભ વહન કરીને ઈસુને અનુસરવાની મળતી દરેક તક એક લીલી ઝંડી છે અને આપણે વિલંબ કર્યા વિના ત્યાંથી હંમેશા આગળ પસાર થવું જોઈએ. દરેક પરિસ્થિતિ કે જેમાં આપણે કોઈની સાથે સંબંધો સુધારવા માટે પુલ બનાવી શકીએ છીએ તે લીલી ઝંડી છે, અને આપણે હંમેશા રાહ જોયા વિના તેમાંથી પસાર થવું જોઈએ (રોમનોને પત્ર 12:18). ખ્રિસ્તમાં આપણને નવી ઉત્પત્તિ કરવામાં આવ્યા છે તેનો એક પુરાવો એ છે કે આપણે “સમાધાન કરાવનારા” બની ગયા છીએ (કરિંથીઓને બીજો પત્ર 5:17-20). જ્યારે આપણી પાસે કોઈની માફી માંગવાની અને સંબંધોને વ્યવસ્થિત કરવાની તક હોય, ત્યારે - આપણા ગર્વને કારણે, અથવા પોતાનો બચાવ કરીને, અથવા અન્ય વ્યક્તિને દોષી ઠેરવીને - જો આપણે વિલંબ કરીએ છીએ તો તે, લીલી લાઈટ પર આગળ ન વધવા જેવું હશે. આપણે ટ્રાફિકને અવરોધીશું, અને છેવટે, આપણો અકસ્માત થશે. તેના બદલે, ચાલો આપણે હંમેશા શાંતિસ્થાપક/સમાધાન કરાવનારા બનવાની લીલી લાઈટમાંથી ઝડપથી પસાર થઈએ (માથ્થી 5:9).

3. રસ્તાની બહાર વાહન ચલાવશો નહીં
જેમ જેમ આપણે ઈશ્વર સાથેની આપણી મુસાફરીના માર્ગ પર આગળ વધીએ છીએ, તેમ, શેતાન સતત આપણને માર્ગ પરથી દૂર કરવાનો પ્રયાસ કરશે. માર્ગની આજુબાજુ ઘણા ફૂલો અને વૃક્ષો છે, (અન્ય લોકોના મંતવ્યો) જે આપણને વિચલિત કરી શકે છે. જો આપણે બીજાઓને ખુશ કરવાની ઈચ્છા, અથવા તેઓ આપણા વિશે‌ શું વિચારશે તેના ડરને, આપણું ધ્યાન ભ્રમિત કરવા દેવાની પરવાનગી આપીએ છીએ (ગલાતીઓને પત્ર 1:10), તો પછી આપણે ટૂંક સમયમાં મુખ્ય માર્ગથી દૂર જઈશું અને તે અકસ્માતમાં પરિણમશે. મારા પિતા મને વારંવાર કહેતા હતા, "તમારી પાસે લોકોને પ્રભાવિત કરવાની અથવા તેમને આશીર્વાદ આપવાનો વિકલ્પ છે. તેમને હંમેશા આશીર્વાદ આપવાનું પસંદ કરો." લોકોને પ્રભાવિત કરવા માટે, તમારે પ્રતિભાશાળી બનવાની જરૂર છે - અને "તમે" જેટલા વધતા જાઓ એટલું વધુ સારું. પરંતુ જો તમે ખરેખર તેમને મદદ કરવા માંગતા હો,તો , તમારે પવિત્ર આત્માના સામર્થ્યની જરૂર છે - અને પછી "તમે" જેટલા ઘટતા જાઓ તેટલું વધુ સારું (યોહાન 3:30)!

4. તમારા પથમાં રહો/ તમારી ગલીમાં રહો
ખેદજનક રીતે, ઘણા લોકોને માર્ગ પર ચિહ્નિત કરેલા પથમાં ન રહેવાની આદત હોય છે, અને તેના કારણે ઘણીવાર અકસ્માતો થાય છે. આપણા ખ્રિસ્તી જીવનમાં પણ, ઈશ્વરે આપણા રક્ષણ માટે માર્ગો પર પથ દોર્યા છે. આપણા પથમાં રહેવાનો અર્થ એ છે કે હંમેશા આપણા‌ પોતાના કામકાજનું ધ્યાન રાખવું (થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 4:11-12) અને ક્યારેય અન્ય લોકોના કામમાં ઘાલમેલ ન કરવી (થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 3:11; પિતરનો પહેલો 4:15). જ્યારે આપણે એવી બાબતો સાથે સંકળાયેલા હોઈએ છીએ જેની સાથે આપણે કોઈ લેવાદેવા નથી, તો તે લાઇન ઓળંગીને બીજા કોઈના પથમાં જવા જેવું છે. આ આખરે આપણા પોતાના જીવનને તેમજ આપણી આસપાસના અન્ય લોકોના જીવનને નુકસાન પહોંચાડશે.

અને છેલ્લે: ચાલો આપણે ધીમેથી વાહન ચલાવીને આ મુસાફરીમાં આપણા માર્ગને લાંબો ન બનાવીએ.. પરંતુ તેના બદલે, ચાલો સ્વર્ગીય ઇનામ જીતવા માટે પૂર ઝડપે વાહન ચલાવીએ (કરિંથીઓને પહેલો પત્ર 9:24)!
અમે તમને બધાને દરરોજ ઈશ્વરના સૌથી સમૃદ્ધ આશીર્વાદથી ભરપૂર એવા ખૂબ જ આશીર્વાદિત નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ.