written_by :   Bobby McDonald categories :   Knowing God Disciples
WFTW Body: 

સૌથી પડકારજનક બાબતોમાંની એક બાબત જે પાઉલે કહી હતી તે પ્રેરિતોનાં કૃત્યો 20:24 માં હતી, "પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી..." પાઉલે તેના ઉદાહરણ દ્વારા આપણને કેવો જબરદસ્ત પડકાર આપ્યો.

કેટલાક દિવસો‌ પહેલા મેં, મરણ પામેલી એક મહિલાની સ્મરણ સભા જોઈ. મેં પરિવારના સભ્યોને તેના જીવન વિશે વાત કરતા જોયા છે - તે જે પડકારોમાંથી પસાર થઈ હતી, જ્યારે તેના બાળકો નાના હતા ત્યારે તેણે તેનો પતિ ગુમાવ્યો હતો; તેની પુત્રીઓને યોગ્ય રીતે ઉછેરવાનો પ્રયાસ કર્યો, અને અન્ય ઘણી બાબતોની વચ્ચે તેના પૌત્ર-પૌત્રીઓનો ટેકો બનવાનો પ્રયાસ કર્યો. પણ જે વાત મને સૌથી વધુ સ્પર્શી ગઈ તે તેની પૌત્રીએ કહેલી વાત હતી. તેણે રડતા રડતા કહ્યું, "કાશ હું તમને કહી શકી હોત કે તમે મારા માટે કેટલા મહત્વના છો." અને મેં આપણા જીવનના એવા લોકો વિશે વિચાર્યું કે જેઓ મરણ પામ્યા છે, અને આપણે વારંવાર વિચાર્યું હશે : "જો મારી પાસે વધુ એક દિવસ હોત ..."

પરંતુ પછી મેં તે જ દિશામાં કંઈક વધુ મહત્વપૂર્ણ બાબત વિશે વિચાર્યું - પ્રિયજનો તરફ નહીં, પરંતુ ઈશ્વર તરફ: ઈશ્વર આપણા માટે કેટલા મહત્વના છે તે તેમને બતાવવા માટે આપણી પાસે ફક્ત આ એક જ જીવન છે.

અને અહીં પ્રશ્ન છે: જ્યારે મરણનો સમય આવે (અથવા પ્રભુ તે પહેલાં પાછા આવે), તો શું હું કહીશ, "કાશ હું ઈશ્વરને તેઓ મારા માટે કેટલા મહત્વના છે,‌ તે વધુ બતાવી શક્યો હોત ."

જ્યારે આપણે એ રીતે વિચારીએ છીએ, ત્યારે દરેક બાબતો પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. આપણે એવું ઈચ્છીશું કે આપણે પાપનો સામનો કરવા વધુ પ્રયત્નો કર્યા હોત અને ઈશ્વર સાથે સીધો અને સરળ સમય પસાર કરવા માટે વધુ પ્રયત્ન કર્યો હોત - નિપુણ વ્યાવસાયિક પ્રાર્થનાઓ વડે નહીં પરંતુ માત્ર ઈસુ અને હું - બે મિત્રો ફક્ત એકબીજા સાથે; બીજાઓ પર પ્રેમ‌ રાખીને અને તેમના પ્રત્યે દયા અને પ્રોત્સાહન બતાવીને ઈસુ પર પ્રેમ રાખવા; તમામ કસોટીઓ અને વેદનાઓમાં સંતુષ્ટ રહેવા, ફક્ત તેમના ખાતર, સઘળી બાબતોમાં તેમની સ્તુતિ કરવા; બીજાઓ માટે પ્રાર્થના કરવા અને ક્યારેય હાર ન માનવા‌ અને તેમના તારણ માટે ઈશ્વર સાથે મહેનત કરવા; હંમેશા તેમની હાજરી શોધવા, અને તેમને દરેક બાબતો કરતા વધારે મહત્વ આપવા; દુન્યવી બાબતોને ધિક્કારવા માટે, પૃથ્વી પરની દરેક બાબતને તેમની ખાતર કચરો ગણવા; તેમને ઓળખવા અને તેમને પ્રસન્ન કરવા, વગેરે.

હવે આપણી પાસે કેટલી સરસ તક છે!! પરંતુ આપણી પાસે તે હમણાં જ છે. કરિંથીઓને બીજો પત્ર 6:2, "... જુઓ, હમણાં જ "માન્યકાળ" છે, જુઓ, હમણાં જ "તારણનો દિવસ" છે.

મેં સાંભળ્યું છે કે, "માણસ જે વિશે આખો દિવસ વિચારે છે તેવો તે હોય છે." મારા જીવનમાં મારું એક ધ્યેય એ છે કે આખા દિવસ દરમિયાન મારું ધ્યાન, હળવેથી વિક્ષેપોમાંથી દૂર કરીને ઈશ્વર અને તેમની હાજરી તરફ પાછા ફરવાની સતત આદત કેળવવી. 'અન્ય ચિંતાઓ' પર મારી દ્રષ્ટિ નહીં રાખવાની. આ સહેલું નથી. મને નથી લાગતું કે બહુ ખ્રિસ્તીઓ ક્યારેય ઈશ્વર સાથે આ પ્રકારની નિકટતા પ્રાપ્ત કરી શકે છે. પરંતુ પ્રભુએ મારા હૃદયમાં આવા જીવનની ઈચ્છા મૂકી છે, અને હું માનું છું કે ઈશ્વરના પ્રેમ અને મહિમાને અર્થે બધું જ કરવાનું ચાલુ રાખવાનો આ માર્ગ છે (કરિંથીઓને પહેલો પત્ર 10:31) - મારા હૃદયમાં અને મારી દ્રષ્ટિમાં મારા વધસ્તંભને ઈસુ સાથે વહન કરવા માટે (હિબ્રૂઓને પત્ર 12:2). નહિંતર, તે એક પત્ની જેવું હશે જે સતત ઘરના સભ્યો માટે રસોઈ બનાવે છે અને સફાઈ કરે છે - પરંતુ જેને તેના પતિ માટે કોઈ ઉત્કંઠા નથી, તેને પ્રેમ કરવાની અને તેની સાથે રહેવાની ઇચ્છા નથી. તે તો નિર્જીવ ખ્રિસ્તી ધર્મ હશે. આ બધાની વચ્ચે ઈશ્વરપિતા અને ઈસુને મારે મારા હૃદયમાં રાખવાના છે. મને ખરા હેતુ સાથેના યોગ્ય જીવનની જરૂર છે.

ઈશ્વરે મને એકવાર આ ચિત્ર બતાવ્યું : હું ડીસ્પોસેબલ કપમાં કોફી પીઉં છું. હું કોફીનો આનંદ માણું છું. પરંતુ આ કપ થોડા સમય માટે તેનામાં જે છે તેને રાખે છે, તે સિવાય મૂળભૂત રીતે તે‌ નકામો છે. હું આખરે તેને ફેંકી દઉં છું. અને મેં જોયું કે આપણું જીવન ખરેખર તેવું જ હતું: ડીસ્પોસેબલ . પાઉલનો કહેવાનો અર્થ એ જ હતો જ્યારે તેણે કહ્યું, "મારો જીવ વહાલો ગણીને હું તેની કંઈ પણ દરકાર કરતો નથી - જો હું મારુ કાર્ય પૂર્ણ કરી શકું તો જ" (પ્રેરિતોનાં કૃત્યો 20:24). આ જીવનનું એકમાત્ર મૂલ્ય એ છે કે આપણે અહીં છીએ ત્યારે આ થોડી ક્ષણોમાં ઈસુ વિશે શું ધારણ કરી શકીએ છીએ. આ ડીસ્પોસેબલ છે. આ ડીસ્પોસેબલ જીવન છે. જ્યારે અહીં થોડા સમય માટેનું જીવન હોય ત્યારે તે ખજાનાથી ભરેલો હોઈ શકે છે; પરંતુ પછી તેને ફેંકી દેવામાં આવશે.

અથવા આપણું ડીસ્પોસેબલ જીવન ખ્રિસ્ત પ્રત્યેની ભક્તિથી ભરેલો કપ બની શકે છે - અને આવી ભક્તિનો અર્થ એ છે કે ખ્રિસ્ત મારા માટે બધું છે. તે ભક્તિ એકમાત્ર મૂલ્યવાન બાબત છે જે આ ડીસ્પોસેબલ જીવન થોડા સમય માટે ધારણ કરી શકે છે.
- અહીં રહેવા માટે અને ઈશ્વરને પ્રસન્ન કરવા માટે ખ્રિસ્તની સમાનતાથી ભરેલો ડીસ્પોસેબલ કપ, ફક્ત બહારથી જ નહીં, પરંતુ અંદરથી શુદ્ધ પ્રેમ અને ઇરાદાવાળા હૃદયમાંથી, આપણામાંથી વહે છે.
- નમ્રતાથી ભરેલો ડીસ્પોસેબલ કપ જે ઈશ્વરપિતા અને ઈસુને ઉપર લઈ જાય છે, અને નીચે જવા અને ઘટવામાં ખુશ છે કારણ કે ખ્રિસ્ત વધી રહ્યા છે - ભરોસા અને વિશ્વાસથી ભરેલો ડીસ્પોસેબલ કપ જે મહાન પીડા અને ઘણા વર્ષોની વેદના વચ્ચે, ઈશ્વરના જ્ઞાન અને પ્રેમને આધીન છે - સંતોષપૂર્વક ઈશ્વરના હાથમાં આ બધા દ્વારા, તેમની ઇચ્છા પ્રમાણે કરવા માટે.

જ્યાં સુધી આપણે અનંતકાળના જીવનમાં ન જઈએ ત્યાં સુધી આપણો ડીસ્પોસેબલ કપ અમુક સમય માટે જે રાખી શકે છે તે સનાતન‌ મૂલ્યનું છે.

યાકૂબનો પત્ર 4:14 કહે છે, "તમે તો ધૂમર જેવા છો, તે થોડી વાર દેખાય છે, અને પછી અદ્રશ્ય થાય છે."

તેથી, ભવિષ્ય વિશે વિચારવું અને આજથી 1000 વર્ષ પછી - અથવા તો હવેથી 100 વર્ષ પછી શું મહત્વનું છે તેના પર ધ્યાન આપવું આત્મિક રીતે ખૂબ જ લાભકારક છે. આવી વિચારસરણીએ મને મારા ખ્રિસ્તી જીવનની શરૂઆતમાં મદદ કરી. અને હવે હું મારા બાળકોને આ વિશે શીખવવાનો પ્રયાસ કરી રહ્યો છું.

અહીં એક કવિતા છે જેણે મને જ્યારે હું નાનો હતો ત્યારે પડકાર આપ્યો હતો - ઈશ્વર માટે વધુ ગંભીરતાથી જીવવા માટે, અને ઉપરની બાબતો પર મારું મન લગાવવા (કલોસ્સીઓને પત્ર 3:2):

આજથી 100 વર્ષ પછી
ત્યાં બહુ ફરક નહિ પડે, દોસ્ત,
આજથી સો વર્ષ પછી,
જો તમે ભવ્ય હવેલીમાં રહેતા હશો
અથવા તરતી નદીની રેતીમાં;
જો તમે જે કપડાં પહેરો છો તે દરજીએ સીવેલા છે
અથવા કોઈક રીતે એકસાથે જોડાયેલા,
જો તમે મોટા ટુકડાઓ કે કઠોળ અને કેક ખાઓ છો
આજથી 100 વર્ષ પછી.

તે તમારા બેંક ખાતાં સાથે કોઈ લેવાદેવા નથી
અથવા તમે જે કાર ચલાવો છો તેની બનાવટ,
કારણ કે કબર તમારી સંપત્તિ અને ખ્યાતિનો દાવો કરશે
અને જે બાબતો માટે તમે પ્રયત્ન કરો છો.
ત્યાં એક સમયમર્યાદા છે જ્યાં આપણે બધાએ મળવું જોઈએ
અને કોઈ મોડું નહીં આવે,
તે પછી કોઈ વાંધો નહિ, ભલે તમે જ્યાં ગયા છો તે તમામ સ્થળો,
દરેક જણ તે તારીખ સાચવશે.

આપણી પાસે ફક્ત અનંતકાળમાં જ હશે
જે આપણે પૃથ્વી પર છોડી દીધું,
જ્યારે આપણે કબરમાં જઈએ છીએ ત્યારે જ આપણે બચાવી શકીએ છીએ
શાશ્વત મૂલ્યની બાબતો,
શું મહત્વનું છે, મિત્ર, ધરતી પર મેળવેલું
જેના માટે કેટલાક માણસો હંમેશા ઝુકતા હોય છે?
કેમ કે તમારું પ્રારબ્ધ બંધ કરવામાં આવશે, તમે જુઓ
આજથી 100 વર્ષ પછી.