WFTW Body: 
આ પૃથ્વી ઉપર લડાયેલા સૌથી મહાન યુદ્ધ વિશે જગત ના કોઈ પણ ઇતિહાસ ના પુસ્તકમાં લખાયેલું નથી. તે યુદ્ધ કાલવરી પર થયું હતું, જ્યાં ઈસુએ આ જગત ના અધિકારી શેતાનને પોતાના મૃત્યુ થકી હરાવ્યો હતો.

એક કલમ જેને તમારે પોતાના જીવનપર્યંત ભૂલવી ના જોઈએ, તે છે હિબ્રુ ઓને પત્ર ૨:૧૪, ૧૫. મને ખાત્રી છે કે શેતાન નથી ઈચ્છતો કે તમે તે જાણો. કોઈને પણ પોતાના પરાજય કે નિષ્ફળતાં વિશે સાંભળવું ના ગમે, શેતાન પણ તેમાંથી બાકાત નથી. આ કલમમાં આપણે જોઈએ છે કે, "તો છોકરાં માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે (ઈસુ) પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયો; કે જેથી તે પોતે મરણ (કાલવરી પર ના વધસ્તંભ પરનું મરણ) પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે; અને મરણની બીકથી જેઓ આખા જીવનપર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે." જ્યારે ઈસુ મરણ પામ્યા ત્યારે તેમણે શેતાનને શક્તિહીન બનાવી દીધો. શા માટે? કારણ કે આપણે શેતાન અને મરણની બીકના બંધનથી હંમેશ ને માટે મુક્ત રહી શકીએ, કે જે બીક તેણે (શેતાને) આપણા ઉપર જીવનપર્યંત માટે મુકી હતી. વિશ્વમાં લોકોને ઘણાં પ્રકારની બીક લાગે છે - જેમકે માંદગીની બીક, ગરીબીની બીક, નિષ્ફળતાંની બીક, માણસોની બીક, ભવિષ્યની બીક વગેરે. તેમછતાં આ બધી બીકમાં સૌથી મોટી બીક તે મરણની બીક છે. મરણની બીક કરતા અન્ય સર્વ પ્રકારની બીક ગૌણ છે. મરણની બીક તે મરણ પછી શું થશે તેની બીક તરફ દોરી જાય છે. બાઇબલ ખૂબ જ સ્પષ્ટ રીતે શીખવે છે કે જેઓ પાપમાં જીવન ગુજારે છે તેઓ આખરે નર્કમાં (જે પસ્તાવો ના કરે તેવા લોકો માટે દેવે ઠરાવેલું આરક્ષિત સ્થાન) જશે. શેતાન પણ તે લોકોની સાથે અગ્નિની ખાઈમાં અનંતકાળ સુધી હશે, કે જેઓને તેણે આ પૃથ્વી પર ભમાવ્યાં અને પાપ કરવા માટે પ્રેરિત કર્યા હતા. ઈસુએ આવીને આપણા પાપોની શિક્ષા પોતે લઈને આપણને તે અનંતકાલિક નર્કથી બચાવ્યા. તેણે આપણાં ઉપરની શેતાનની શક્તિ નો પણ નાશ કર્યો કે જેથી તે ફરી આપણને હાની ન પહોંચાડી શકે.

હું એવું ઇચ્છું કે તમે બધાં એક સત્ય ને જીવનપર્યંત યાદ રાખો કે, શેતાનની વિરુદ્ધ દેવ સદા તમારે પક્ષે રહેશે. આ એક મહિમિત સત્ય કે જેના દ્વારા મને ખુબજ ઉતેજન, દિલાશો અને વિજય મળ્યો છે, કે મારી એવી ઈચ્છા છે કે વિશ્વમાં સર્વ જગ્યામાં જઈ ને દરેક વિશ્વાસીઓને તેના વિશે કહું. બાઇબલ કહે છે કે, "તમે દેવને આધીન થાઓ; પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે." (યાકૂબનો પત્ર ૪:૭) ઈસુનું નામ એક એવું નામ છે કે જેનાથી શેતાન હંમેશા નાસી જાય છે. મોટાભાગના ખ્રિસ્તીઓના મનમાં એવી કલ્પના હોય છે કે શેતાન તેમનો પીછો કરે છે અને તેઓ તેની પાસેથી જીવન માટે દોડે છે. પરંતુ તે તો બરાબર બાઇબલ ના શિક્ષણ ની વિપરીત છે. તમે શું વિચારો છો? શું શેતાન ઇસુથી ડર્યો હતો કે નહીં? આપણે સર્વ જાણીએ છીએ કે શેતાન આપણાં તારણહારની આગળ ઊભો રેહતા ડર્યો હતો. ઈસુ આ દુનિયાનો પ્રકાશ છે, અને અંધકારના અધિકારીએ તેની સામેથી ભાગવું જ રહ્યું.

હું તમ સર્વ યુવાનોને કહેવા માંગુ છું કે, તમારા જીવનોમાં કોઈપણ ક્ષણે તમે જો કોઈ મુશ્કેલીમાં હો, અથવા કોઇ અનિશ્ચિત સમસ્યામાં હો, જ્યારે તમે કોઈ એવી પ્રશ્નનો સામનો કરી રહ્યા હો કે જેના માટે કોઈ માનવીય જવાબ ના હોય, તો પ્રભુ ઈસુના નામને હાકલ કરો. તેણે કહો, "પ્રભુ ઇસુ, તમે શેતાનની સામે મારી સાથે છો, હમણાંજ મારી મદદ કરો." અને પછી શેતાન તરફ જોઈએ ને તેને કહો કે , "શેતાન, ઈસુના નામમાં હું તને ધિક્કારું છું" હું તમને કહેવા માંગુ છું કે, શેતાન તરતજ તમારા પાસેથી નાસી જશે, કેમકે ઈસુએ તેને વધસ્તંભ પર હરાવ્યો હતો. જ્યારે તમે દેવના પ્રકાશમાં ચાલો છો અને ઈસુના નામ માં તેનો પ્રતિકાર કરો છો, ત્યારે શેતાન તમારી વિરુદ્ધ શક્તિહીન છે.

શેતાન ઈચ્છતો નથી કે તમે તેના પરાજય વિશે જાણો, અને તેથી જ તેણે તમને તેના વિશે જાણતા આટલા લાંબા સમયથી અટકાવ્યા હતા. તેથી જ મોટાભાગના ઉપદેશકોને તેના પરાજય વિશે ઉપદેશ આપતા અટકાવ્યા છે.

હું ઇચ્છું કે તમ સર્વ ને આ સ્પષ્ટપણે જાણવું જરૂરી છે કે, સર્વને માટે શેતાન એક વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા વધસ્તંભ પર પરાજિત થયેલ છે. તમારે ફરીથી ક્યારેય શેતાનથી ડરવાની જરૂર નથી. તે તમને કોઈપણ હાની પહોંચાડી શકતો નથી. તે તમને લલચાવી શકે છે. તે તમારા પર હુમલો કરી શકે છે. પરંતુ ખ્રિસ્તમાં દેવની કૃપા તમને તેના પર હમેશાં વિજયી બનાવશે જો તમે પોતાને નમ્ર કરશો અને દેવને આધીન રહેશો અને સદા તેમના પ્રકાશમાં ચાલશો. દેવના પ્રકાશમાં અદભુત સામર્થ્ય છે. શેતાન જે અંધકારનો અધિકારી છે તે કદી પ્રકાશના ક્ષેત્રમાં પ્રવેશી શકતો નથી. જો શેતાન ઘણાં વિશ્વાસીઓ પર શક્તિ ધરાવતો હોય તો તેનું કારણ એ છે કે, તેઓ અંધકારમાં ચાલે છે, કોઈ ગુપ્ત પાપમાં જીવે છે, બીજાને માફ કરતા નથી, અથવા કોઈની ઈર્ષા કરે છે, અથવા તેમના જીવન માં સ્વાર્થી ઇરાદા હોય છે. પછી શેતાન તેમના પર શક્તિ ધરાવી લે છે, અન્યથા તો તે તેમને સ્પર્શ કરી શકતો નથી.

આપણને પ્રકટીકરણના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે એક દિવસ ઈસુ પાછા આવશે અને શેતાનને ઊંડા ખાડામાં બાંધી દેશે, અને પછી ઈસુ આ પૃથ્વી પર એક હજાર વર્ષ સુધી રાજ કરશે. તે સમયગાળો વીત્યા પછી, શેતાનને થોડા સમયને માટે મુક્ત કરવામાં આવશે, કે જેથી સર્વ જાણી શકે કે આટલો લાંબો સમય કેદખાનામાં રહ્યા છતાં પણ તે સુધર્યો નહિ. ત્યારબાદ તે બહાર જઈને છેલ્લી વખત લોકોને છેતરશે. અને પછી તે જોવામાં આવશે કે પ્રભુ ઈસુની હેઠળ શાંતિના એક હજાર વર્ષના રાજનું અવલોકન કર્યા પછી પણ આદમની જાતિમાં કોઈ ફેરફાર થયેલ નથી. અને ત્યારબાદ દેવ નીચે ઉતરીને આવીને શેતાનની ન્યાય કરશે અને તેને અનંતકાળ ને માટે અગ્નિની ખાઈમાં ફેંકી દેશે અને જેઓ પાપમાં જીવ્યા હશે અને જેઓએ દેવના વચનને આધીન થવાને બદલે શેતાનને આધીન થયા અને તેને ઘૂંટણિયે નમ્યા હશે તે સર્વ પણ તે અગ્નિની ખાઈમાં નંખાશે.

તેથી જ આપણે શેતાનના પરાજયની સુવાર્તાનો ઉપદેશ કરીએ છે. તે કદાચ સૌથી મહત્વપૂર્ણ સત્ય છે જે આ સમયે વિશ્વાસીઓએ સાંભળવાની જરૂર છે. પરંતુ તે યાદ રાખો કે, જો તમે શુદ્ધતામાં નહીં ચાલો તો તમે શેતાન ઉપર શક્તિ નહીં પામશો.