ઈસુ લોકોને દ્વેષ કરવાના ખોટા વલણ વિશે વાત કરે છે. "તું તારા પડોશી પર પ્રેમ કર, ને તારા વૈરી ઉપર દ્વેષ કર, એમ કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે" (માથ્થી 5:43). જૂના કરારમાં ઈઝરાયલીઓ કનાનીઓને નફરત કરતા હતા, તેઓ પલિસ્તીઓને નફરત કરતા હતા, તેઓ અમોરીઓ, મોઆબીઓ વગેરેને નફરત કરતા હતા. તેઓ તેમનો નાશ કરવાનો ઈરાદો ધરાવતા હતા. પરંતુ હવે ઈસુ કહે છે, "પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રેમ કરો." શું વર્ષોમાં ઈશ્વર બદલાયા છે? ના. માણસ પાસે હવે ઈસુ ખ્રિસ્તની જેમ જીવવાની વધુ શક્યતા છે. તે જૂના કરારમાં ઈસુની જેમ જીવવા માટે સક્ષમ નહોતો. જે રીતે ઈશ્વર ઈચ્છે છે કે તમે તમારા દુશ્મનોને પ્રેમ કરો તે રીતે દુશ્મનોને ખરેખર પ્રેમ કરવો એ પવિત્ર આત્મા વિના અશક્ય છે. તમે તમારા દુશ્મનને ખૂબ જ દયાળુ વ્યક્તિ તરીકે થોડું સન્માન મેળવવા માટે પ્રેમ કરી શકો છો, પરંતુ ઈશ્વરના મહિમા માટે તમારા દુશ્મનને પ્રેમ કરવાનું શું? ફક્ત પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ જ તે કરી શકે છે. "પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રેમ કરો, ને જેઓ તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો."
યાદ રાખો કે આ એવી આજ્ઞાઓ છે જે આપણે વિશ્વભરના દરેક વિશ્વાસી, જે શિષ્ય છે તેને શીખવવી જોઈએ. જો મારે એક મંડળી બાંધવી હોય, તો મારે એક એવી મંડળી બાંધવી જોઈએ જ્યાં તે મંડળીની દરેક વ્યક્તિ તેના દરેક દુશ્મનને પ્રેમ કરે. જો તેના દસ દુશ્મનો હોય અને તે તેમાંથી નવને પ્રેમ કરે, તો તેણે તે આજ્ઞાનું પાલન કર્યું ના કહેવાય. ઈસુએ કહ્યું, "તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ." બીજા શબ્દોમાં કહીએ તો, મારે પહેલા જાતે તે અનુભવમાંથી પસાર થવું પડશે, અને તેથી જ ઈશ્વરના દરેક સેવકને તેના જીવનમાં દુશ્મનોનો સામનો કરવાની મંજૂરી ઈશ્વર દ્વારા આપવામાં આવે છે - જેથી તે તેમને પ્રેમ કરવાનું શીખવી શકે. આ રીતે તે બીજા લોકોને તેમના દુશ્મનોને પ્રેમ કરવાનું શીખવી શકે છે.
આ જ કારણ છે કે ઈશ્વરના દરેક સાચા સેવકને સતાવણીનો સામનો કરવો પડે છે - કારણ કે તે પછી જ તે શીખી શકે છે કે જેઓ તેને સતાવે છે તેમના માટે પ્રાર્થના કેવી રીતે કરવી, અને પછી તે બીજાઓને પણ શીખવી શકે છે કે જેઓ તેમને સતાવે છે તેમના માટે પ્રાર્થના કેવી રીતે કરવી. તેથી જ ઈસુ કહે છે, "એ માટે કે તમે આકાશમાંના તમારા પિતાના દીકરા થાઓ." તે આપણને આપણા સ્વર્ગીય પિતા તરફ જોવાની સૂચના આપે છે, જે "સૂર્યને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે અને ધર્મી તથા અધર્મી પર વરસાદ વરસાવે છે" (માથ્થી 5:45).
બે ખેડૂતોનો વિચાર કરો, એક નાસ્તિક છે અને બીજો ઈશ્વરનો ડર રાખનાર ખેડૂત છે. તેમના ખેતરો એકબીજાની બાજુમાં છે, અને એક માણસ નિયમિતપણે પ્રાર્થના કરે છે જ્યારે બીજો માણસ વિચારે છે કે ઈશ્વર છે જ નહિ અને તે બધું નકામું છે. છતાં ઈશ્વર તેમના બંને પર અને તેમના ખેતરો પર સૂર્ય ઉગાવે છે! ઈશ્વર તેમના બંને ખેતરો પર સમાન રીતે વરસાદ વરસાવે છે જેથી તેઓ સારો પાક અને તેમના વૃક્ષોમાંના સારા ફળ મેળવે. શું તમે જુઓ છો કે ઈશ્વર કેટલા ભલા છે! તે નાસ્તિક અને ઈશ્વરનો ડર રાખનાર ખેડૂત પર સમાન રીતે રેડે છે, અને તે આપણને આવા બનવાનું કહે છે. ઈશ્વર જેવા બનો - જે વ્યક્તિ તમારા માટે સારું છે તેના માટે સમાન રીતે સારા અને જે વ્યક્તિ તમારા માટે ખરાબ છે તેના માટે પણ એજ સમાન રીતે સારા. પવિત્ર આત્માના સામર્થ્ય વિના આ બધું અશક્ય છે - તેથી જ આપણે જૂના કરારમાં આવા આદેશો વાંચતા નથી.
ઈસુ આગળ કહે છે કે જો આપણે ફક્ત એવા લોકોને જ પ્રેમ કરીએ જેઓ આપણને પ્રેમ કરે છે, તો તેમાં કંઈ ખાસ નથી, કારણ કે કર ઉઘરાવનારાઓ, અને ખૂન કરનાર જેવા દુષ્ટ પાપી લોકો, અને ખોટા ધર્મો અને જૂથોના લોકો પણ આવું કરે છે. તેથી જો તમે ફક્ત તમારા મિત્રો અથવા તમારા ભાઈઓને જ સલામ કરો છો, તો તમે વિદેશીઓ કરતા સારા નથી (માથ્થી 5:47).
શું તમે ક્યારેય એવી વ્યક્તિને સલામ કરવાનો પ્રયાસ કર્યો છે જે તમને સલામ કરવા માંગતો નથી? મેં આવું ઘણી વખત કર્યું છે. પ્રભુના સેવક તરીકે, ઘણા લોકો મારા દ્વારા જાહેર કરાયેલા સત્ય - ઈશ્વરના વચનના સત્યથી નારાજ છે. જેમ લોકો આ વીસ સદીઓ દરમિયાન ઈસુ અને પાઉલ અને ઈશ્વરના બીજા ઘણા સેવકોથી નારાજ હતા, તેમ ઘણા લોકો મને રસ્તા પર સામા મળે તો પણ મને સલામ નથી કરતા. ક્યારેક હું તેમને સલામ કરવા માટે રસ્તો ઓળંગીને તેમની પાસે જાઉં છું કારણ કે બાઈબલ કહે છે કે જેમને તમને સલામ કરવામાં રસ નથી, તેમને સલામ કરો, જેથી બતાવી શકાય કે તમને તેમની વિરુદ્ધ કંઈ નથી.
કોઈએ મને પૂછ્યું કે મારા કેટલા મિત્રો છે. મેં કહ્યું કે દુનિયામાં જેટલા લોકો મારા મિત્રો છે, અને તેમની સંખ્યા દરરોજ વધતી જ જાય છે! જો દુનિયામાં સાત અબજ લોકો હોય, તો મારી વાત કરીએ તો, તેઓ બધા મારા મિત્રો છે. મારો કોઈ દુશ્મન નથી; હું તે બધાને પ્રેમ કરું છું. તેઓ મને પોતાનો દુશ્મન માની શકે છે, પણ હું તેમને મારો દુશ્મન નથી માનતો. જે લોકોએ મારું નુકસાન કર્યું છે, મને સતાવ્યો છે, હું તેમના માટે પ્રાર્થના કરવા માંગુ છું. જે લોકોએ મને શાપ આપ્યો છે, હું તેમને આશીર્વાદ આપવા માંગુ છું. "જેઓ તમને શાપ આપે છે તેમને આશીર્વાદ આપો" (માથ્થી 5:44). શું તમે તે કરો છો?
તમે જાણો છો કે કોઈ શાપ ક્યારેય તમને નુકસાન પહોંચાડી શકે નહીં. તે અશક્ય છે કારણ કે આપણે ઈશ્વરના આશીર્વાદ હેઠળ છીએ. ખ્રિસ્તે વધસ્તંભ પર દરેક શાપ લઈ લીધો અને હવે આપણે ઈશ્વરના આશીર્વાદ હેઠળ છીએ, તેથી મને શાપ આપનાર કોઈપણ વ્યક્તિ મને કોઈપણ રીતે નુકસાન પહોંચાડશે નહીં. તે જાણતો નથી પણ હું, જવાબમાં, "ઈશ્વર તમને આશીર્વાદ આપો" એમ કહીને તેને આશીર્વાદ આપી શકું છું. હું વિશ્વના દરેક માનવી તરફ ફરીને કહી શકું છું, "ઈશ્વર તમને આશીર્વાદ આપો." હું ખરેખર દરેક વ્યક્તિ માટે આ જ ઈચ્છું છું. ઈશ્વર તેમને આશીર્વાદ આપે કે ન આપે તે તેમના વલણ વગેરે પર આધાર રાખે છે, પણ હું ચોક્કસ ઈચ્છું છું કે ઈશ્વર તેમને આશીર્વાદ આપે.