જ્યારે આપણે ભવિષ્ય તરફ નજર કરીએ છીએ, ત્યારે આપણે ઈચ્છીએ છીએ કે તે પાછલા બધા વર્ષો કરતાં ઘણું સારું હોય. પરંતુ જો આપણે ઈશ્વરના વચનોનો દાવો કરીએ તો જ તે વધુ સારું રહેશે. આપણે જે વિશ્વાસથી માનીએ છીએ તે આપણે આપણા મોંથી કબૂલ કરવું જોઈએ - પરંતુ આપણી કબૂલાત ઈશ્વરના વચનો પર આધારિત હોવી જોઈએ (રોમનોને પત્ર 10:8,9 જુઓ).
જ્યારે ઈશ્વરે ઈબ્રાહિમને એક વચન આપ્યું - એક વચન જે પૂર્ણ થવું (માનવીય રીતે કહીએ તો) અશક્ય લાગતું હતું, ત્યારે ઈબ્રાહિમે શું કર્યું? “'(પોતે આશરે સો વરસનો છતાં) પોતાનું શરીર હવે તો નિર્જવ જેવું છે, અને સારાનું ગર્ભસ્થાન મરેલું છે, એ ધ્યાનમાં લીધા છતાં તે વિશ્વાસમાં ડગ્યો નહિ. હા, ઈશ્વરનું વચન ધ્યાનમાં રાખીને, તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહિ, પણ ઈશ્વરને મહિમા આપીને, તથા જે વચન તેમણે તેને આપ્યું હતું તે પૂરું કરવાને પણ તે સમર્થ છે, એવો પૂરો ભરોસો રાખીને તે વિશ્વાસમાં દઢ રહ્યો” (રોમનોને પત્ર 4:19-21).
તો ઈશ્વરે જે વચન આપ્યું છે તેમાં વિશ્વાસ રાખીને, ચાલો આપણે નીચેની આઠ કબૂલાત કરીએ. તમારી જાતને અને શેતાનને વારંવાર ખરા હૃદયથી કહો:
1. ઈશ્વર પિતા જેવો ઈસુ પર પ્રેમ રાખે છે તેવો જ પ્રેમ મને કરે છે.
- તેથી હું હંમેશા આનંદ કરીશ (યોહાન 17:23).
2. ઈશ્વરે મારા બધા પાપો માફ કર્યા છે.
- તેથી હું ક્યારેય અપરાધભાવમાં જીવીશ નહીં (યોહાનનો પહેલો પત્ર 1:9; હિબ્રૂઓને પત્ર 8:12).
3. ઈશ્વર મને તેમના પવિત્ર આત્માથી ભરી દેશે - તેથી હું દરેક કાર્ય માટે પૂરતો મજબૂત બનીશ (લૂક 11:13).
4. ઈશ્વરે મારી બધી હદ ઠરાવી આપી છે - તેથી હું હંમેશા સંતુષ્ટ રહીશ (પ્રેરિતોનાં કૃત્યો 17:26; હિબ્રૂઓને પત્ર 13:5).
5. ઈશ્વરની આજ્ઞાઓ મારા ભલા માટે છે - તેથી હું ઈશ્વરની બધી આજ્ઞાઓનું પાલન કરવા માંગુ છું (યોહાનનો પહેલો પત્ર 5:3, પુનર્નિયમ 10:13).
6. ઈશ્વર મને અસર કરતા બધા લોકો અને ઘટનાઓને નિયંત્રિત કરે છે - તેથી હું હંમેશા આભાર માનીશ (રોમનોને પત્ર 8:28).
7. ઈસુએ શેતાનને હરાવ્યો અને મને તેની સત્તામાંથી મુક્ત કર્યો - તેથી હું ક્યારેય ડરીશ નહીં (હિબ્રૂઓને પત્ર 2:14,15; હિબ્રૂઓને પત્ર 13:6).
8. ઈશ્વર મને આશીર્વાદ બનવા માંગે છે - તેથી હું આશીર્વાદનો સ્રોત બનીશ (ઉત્પત્તિ 12:2, ગલાતીઓને પત્ર 3:14).
"વિશ્વાસ વિના, ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી" (હિબ્રૂઓને પત્ર 11:6).