written_by :   Jeremy Utley categories :   The Home Knowing God Disciples
WFTW Body: 

માનવીય સંબંધોમાં મતભેદ અનિવાર્ય છે, જેઓ નિષ્ઠાવાન વિશ્વાસીઓ છે તેઓમાં પણ. ખ્રિસ્તીઓ તરીકે, આપણે માનીએ છીએ કે કેટલીક એવી બાબતો છે જે આપણે મુશ્કેલીના સમયમાં હોઈએ તો પણ ક્યારેય કરવી જોઈએ નહીં. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે હતાશ હોઈએ છીએ, ત્યારે આપણે ક્યારેય આપણા વિરોધીને મારી નાખવાનું વિચારીશું નહીં. એવી શક્યતા છે એ વિચારવું પણ હાસ્યજનક છે. એવી જ રીતે લગ્નજીવનમાં મતભેદના નિરાકરણ માટે પણ આપણે છૂટાછેડાને કોઈ વિકલ્પ માનતા નથી. જેવી રીતે મિત્રતામાં ખૂન કરવું તે એક ના વિચારી શકાય તેવી દલીલ છે તેવું જ લગ્નજીવનમાં પતિ પત્ની વચ્ચે છૂટાછેડા એ અકલ્પનીય વિકલ્પ છે.

શું ન કરવું તે જાણવા ઉપરાંત, મુશ્કેલ સમયમાં શું કરવું તે જાણવું મહત્વપૂર્ણ છે. આપણે આપણી તકરારને સ્વસ્થ,રચનાત્મક રીતે ઉકેલવા માટે કેટલાક ઉપાયોની શોધ કરવી જોઈએ.

મારા પોતાના લગ્નમાં, નીચેની આપેલી બે બાબતો યાદ રાખવાથી ખૂબ મદદ મળી છે.

મારી જાતનો નકાર કરવામાં હું પ્રથમ હોવો જોઈએ

લગભગ એવા કોઈ સંજોગો નથી કે જેમાં 100% દોષ એક જ પક્ષનો હોય. કોઈપણ મતભેદ માટે બંને પક્ષો અમુક ભાગે જવાબદાર હોય છે. "ઘરનાં વડા" તરીકે, હું માનું છું કે પુરુષે પહેલા તેના ભાગ માટે માફી માંગીને આગેવાની લેવી જોઈએ, ભલે તેને લાગે કે 99.9% દોષ તેની પત્નીનો છે. (તે માની ન શકાય તે રીતે અસંભવિત છે કે આ અનુભવાયેલ પ્રમાણ વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે )

હું એક બાબત શીખ્યો છું કે અરસપરસ એ થાય (પત્ની પણ માફી માંગશે) એની શરૂઆત કરવાની આશામાં મારે માફી માંગવી જોઈએ નહીં. મારો ધ્યેય મારી પત્ની પાસે પણ "માફી મંગાવવાનો" ન હોવો જોઈએ, પરંતુ તેની સાચી કબૂલાત કરી અને મારી જવાબદારી સ્વીકારીને નિભાવવી જોઈએ. ચોક્કસ, હું ઈચ્છું છું કે મારી પત્ની માફી માંગે, પરંતુ તે દૈહિક ઈચ્છા છે. મારે મારી મરજી અને મારી પોતાની ઈચ્છાઓને નકારવાની જરૂર છે, અને તેના બદલે સમસ્યામાં રહેલી બાબતમાં મારી પોતાની ખામીઓ માટે જવાબદારી લેવાની અને ધ્યાનમાં લેવાની જરૂર છે.

આજે ખ્રિસ્તી જગતમાં પતિ "આત્મિક આગેવાન" હોવા વિશે ઘણી વાતો થાય છે. મેં વારંવાર નવા પરણેલા ભાઈઓને કહ્યું છે, આત્મિક આગેવાનીમાં મુખ્યત્વે, લગ્ન સંબંધમાં તમે તમારી જાતનો નકાર કરનાર પ્રથમ વ્યક્તિ હોવાનો સમાવેશ થાય છે. ખ્રિસ્તી જગતમાં તમામ પ્રકારના દુન્યવી વિચારો પ્રચલિત છે કે માણસ માટે વડા હોવાનો અર્થ શું છે: પોતાનો આદર થાય તેવો હુકમ, બધા તેમની આજ્ઞાનું પાલન કરે, ઘરના શાસક બનવું વગેરે. આ બધી ખોટી ધારણાઓ છે. સાચી આત્મિક આગેવાની શું છે તે શીખવા માટે,આપણે ઈસુ ખ્રિસ્ત જે આપણું આત્મિક શિર છે અને મંડળીના પતિ છે તેમના તરફ જોવું જોઈએ. પોતાના વડા તરફ દ્રષ્ટિ કરતાં અને તેમણે આત્મિક રીતે તેમની મંડળીનું નેતૃત્વ કેવી રીતે કર્યું તે જોઈને, આપણે જોઈએ છીએ કે ઈસુએ આત્મિક આગેવાન તરીકે દરરોજ તેમની પોતાની ઈચ્છાને, પોતાની જાતને નકારીને, તેમના પિતા તરફ જોઈને, પવિત્ર આત્મા પર આધાર રાખીને, તેમનો વધસ્તંભ ઉંચકીને અને સેવા અને પ્રેમમાં આપણાથી નીચા થયા. તેમણે ક્યારેય આદરની માંગ કરી નથી,અથવા આજ્ઞાપાલન માટે દબાણ કર્યું નથી, પરંતુ તેના બદલે નમ્રતાથી ઈશ્વર પિતાની ઈચ્છાને આધીન થઈને આજ્ઞાપાલનનું ઉદાહરણ આપ્યું.

ઘરના પુરુષો તરીકે આપણે પણ આજ કરવું જોઈએ: આગેવાનીના આપણા આત્મિક કાર્ય તરીકે ઈશ્વરની જ ઈચ્છાને આધીન બનીને આજ્ઞાપાલનનું આ નમ્ર ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ.

ઈશ્વર સાથેના મારા સંબંધને પ્રથમ પુનઃસ્થાપિત કરવો

એક ચિત્ર કે જેણે મારા પોતાના લગ્નમાં તકરાર/અસંમતિને ઉકેલવા વિશે વિચારવામાં ખરેખર મદદ કરી છે તે પિયાનો વગાડતા હાથ છે. આ હાથને લગ્નમાં પતિ-પત્ની સાથે સરખાવી શકાય. જ્યારે કોઈ ખેલાડીના હાથ સુંદર રીતે વગાડે છે ત્યારે વિચારો. તેઓ તેમના પોતાના પ્રયત્નો, એક સાથે વિતાવેલા સમય વગેરે દ્વારા સંકલિત નથી, પરંતુ ફક્ત એટલા માટે કે તે બંને હાથ વગાડનારના શિર સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છે.

મને લાગતું હતું કે લગ્નમાં "સહમતી રાખવા માટે" અમારે ઘણી લાંબી વાતો કરવાની જરૂર છે, જે ખરેખર ફક્ત બંને હાથ "એકબીજા સાથે વધુ સમય વિતાવવા" પૂરતા હતા; તે વાસ્તવમાં આપણને ક્યારેય સુમેળમાં રાખતો નથી! મેં ભૂલથી વિચાર્યું કે એકતા એ સંકલન અને વાતચીતનું કાર્ય છે, પરંતુ વધુ સંકલન અને વાતચીત વધુ એકતામાં પરિણમતા નથી; ઘણીવાર, મારા પોતાના પ્રયત્નો માત્ર વધુ અસહમતિમાં પરિણમ્યા.

જ્યારે મેં જોયું કે જો બંને હાથ સંકલનમાં નથી, તો તેનો અર્થ એ છે કે તેમાંથી એક હાથનું વગાડનારના શિર સાથેનું જોડાણ તૂટી ગયું હોવું જોઈએ, તે બધું બરાબર સમજાતું હતું! જોડાણ તૂટી જવું એ લકવો છે, અને આપણે લકવા ગ્રસ્ત હાથ સાથે પિયાનો વાદક પાસે સુંદર રીતે વગાડવાની અપેક્ષા રાખી શકીએ નહીં. તેવી જ રીતે, લગ્નમાં, આપણે લકવાગ્રસ્ત સભ્યો તરીકે સાથે વધુ સમય પસાર કરવાની જરૂર નથી; આપણે આપણા શિર સાથે સંપૂર્ણ જોડાણ માટે પુનઃસ્થાપિત થવાનો પ્રયાસ કરવાની જરૂર છે!

પ્રથમ, વ્યક્તિગત રીતે ઈશ્વરને શોધવા, મારા પોતાના હૃદયની તપાસ કરવી (અને ઈશ્વરને વિનંતી કરવી કે તે મારા હૃદયની પરીક્ષા કરે અને ત્યાં કોઈ અપરાધ હોય તો મને જણાવે), તેઓ જે પણ જાહેર કરે છે તે યોગ્ય કરવા માટે આતુરતાપૂર્વક સંકલ્પ લેવો, જે મારા પૃથ્વી પરના સંબંધોને પુનઃસ્થાપિત કરવામાં, વિવિધ દૃષ્ટિકોણ અને યુક્તિઓનો ઉપયોગ કરવા કરતાં વધુ ઉપયોગી અને ફળદાયી માર્ગ છે.

જેમ જેમ અમે આ કર્યું છે તેમ તેમ, અમને જોવા મળ્યું છે કે ઘણા મતભેદો સંપૂર્ણપણે દૂર થઈ જાય છે, વધુ ચર્ચાની જરૂર નથી. જ્યારે આપણે વધુ વાતચીતની ઈચ્છા રાખીએ છીએ, ત્યારે આપણે એવા ઉપયોગી સભ્યો તરીકે જોડાઈ શકીએ છીએ કે જેઓ સંપૂર્ણ રીતે કાર્યરત, સ્વસ્થ હાથ તરીકે તંદુરસ્તીમાં પુનઃસ્થાપિત થયા છે.

ભાઈ ઝેક પૂનેને વધસ્તંભના ચિત્રનો ઉપયોગ ઈશ્વર સાથેના આપણા સંબંધ(લાંબા ઊભા લાકડા) ના સંદર્ભમાં આપણા તમામ માનવીય સંબંધો(આડા લાકડાનું) વર્ણન કરવા માટે કર્યો છે, અને આ ચિત્ર લગ્નમાં ચોક્કસપણે ખરું છે: તૂટેલા ઊભા લાકડા સાથે કોઈપણ આડું લાકડું ટકી શકતું નથી. અને લગભગ તમામ તૂટેલા આડા લાકડા એ તૂટેલા ઊભા લાકડાને કારણે છે.

આપણા લગ્નો માટે ઈશ્વરની ઈચ્છા એ છે કે તેઓ આપણા માટેના તેમના ઉદ્ધારના અજાયબ પ્રેમને દર્શાવે, અને આપણને પોતાની સાથે સંપૂર્ણ એકતામાં આપણું સમાધાન કરે (એફેસીઓને પત્ર 5:31-32). આ થોડી રીતો છે જેમાં આપણે આપણા મતભેદો જેમાં લગ્ન તૂટવાનું જોખમ છે તેમાં વ્યક્તિગત રીતે તેમના પ્રેમને પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ.