written_by :   Zac Poonen categories :   The Home The Church Knowing God
WFTW Body: 

જ્યારે શેતાન જુએ છે કે તમે ઈશ્વરના વચનને માન આપવાનું શીખ્યા છો, ત્યારે તે ઈશ્વરના વચનને વિકૃત કરવાનો પ્રયાસ કરશે જેથી તેનો અર્થ એવો થાય કે જે બિલકુલ તેનો અર્થ ના હોય. તે ઈશ્વરના વચનને ખોટી રીતે ટાંકશે અને ઈશ્વરના વચનને સંદર્ભની બહાર લઈ જશે. તેણે ઈસુ સાથે પણ આવું જ કર્યું!

માથ્થી 4: 6 માં, તેણે કહ્યું, "જો તું ઈશ્વરનો દીકરો છે, તો કેમ પોતાને મંદિરના બુરજ પરથી નીચે પાડી નાખીને અને ઈશ્વરના વચનનો દાવો કરતો નથી?" તેણે ગીતશાસ્ત્ર 91 ને પણ ટાંક્યું, 'તે તેના દૂતોને તારા સંબંધી આદેશ આપશે; તેઓ તને પોતાના હાથમાં ઉપાડી લેશે, રખેને તારો પગ પથ્થર સાથે અફળાય.'"

આ આપણને શીખવે છે કે શેતાન તમને પાપમાં પાડવા માટે ઈશ્વરનું વચન પણ ટાંકી શકે છે.

આ પરીક્ષણ પ્રથમ પરીક્ષણ સાથે સંબંધિત છે. પ્રથમ વખત, શેતાને ઈસુને પથ્થરોને રોટલીમાં ફેરવવાનું કહ્યું, અને ઈસુએ કહ્યું, "અરે, માણસ ફક્ત રોટલીથી જીવતો નથી; તે દરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવે છે." શેતાને આ બાબત લઈને ઈસુને કહ્યું, "ઈશ્વરનું દરેક વચન, ઓહ? ઠીક છે, અહીં ઈશ્વરનું વચન છે: 'તે તેના દૂતોને તારા સંબંધી આજ્ઞા આપશે અને તારો પગ પથ્થર પર અફાળશે નહીં.' તો શા માટે મંદિર પરથી નીચે કૂદી નથી જતા?"

મેં કહ્યું તેમ, જ્યારે શેતાન જુએ છે કે તમે ઈશ્વરના વચનને માન આપવાનું શીખ્યા છો, ત્યારે તે પછીની બાબત કરવાનો પ્રયાસ કરશે જેમાં તે ઈશ્વરના વચનને વિકૃત કરશે જેથી તેનો અર્થ એવો થાય કે જે તેનો અર્થ બિલકુલ ના હોય. તે ઈશ્વરના વચનને ખોટી રીતે ટાંકશે અને ઈશ્વરના વચનને સંદર્ભની બહાર લઈ જશે. હું મારા જીવનમાં મળેલા અસંખ્ય ખ્રિસ્તીઓ વિશે વિચારી શકું છું જેમણે તેમની પોતાની ઈચ્છા સંતોષવા માટે અહીંથી તહીંથી લઈને સંપૂર્ણપણે સંદર્ભની બહાર કોઈ શાસ્ત્ર ટાંક્યું હોય. તમે જે કરવા માંગો છો તે કરવા માટે શાસ્ત્ર ખોલવું અને કલમ શોધવી ખૂબ જ સરળ છે. એવા ઘણા લોકો છે જેઓ શાસ્ત્ર ખોલે છે અને એક કલમ શોધે છે અને તેઓ જે કરવા માગે છે તેને બરાબર વાજબી ઠેરવે છે.

જ્યારે આપણે ઈશ્વરના વચનને પ્રાપ્ત કરવાના મહત્વને સમજીએ છીએ, અને નિયમિતપણે શાસ્ત્ર વાંચીએ છીએ, ત્યારે આપણે આ પરીક્ષણ પરથી યાદ રાખવાની જરૂર છે કે શેતાન આવીને શાસ્ત્રને ખોટી રીતે ટાંકી શકે છે. તેથી જ આપણા માટે શાસ્ત્રનો તેના સંદર્ભમાં અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે, અને શા માટે ઈસુએ કહ્યું તેમ, ફક્ત શાસ્ત્રના એક ભાગ દ્વારા નહીં, "ઈશ્વરના દરેક વચન" દ્વારા સમગ્ર શાસ્ત્રનો અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે. આપણે શાસ્ત્રના એક ભાગ દ્વારા જીવી શકતા નથી (ઉદાહરણ તરીકે, "માણસ ઈશ્વરના મોંમાંથી નીકળતા દરેક વચન દ્વારા જીવશે"), અને તેથી જ સમગ્ર શાસ્ત્રને જાણવું મહત્વપૂર્ણ છે. તેથી જ તેનો અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે. જો તમે યુવાન છો, તો જ્યારે પણ તમે કોઈ ચોક્કસ વિષય પર શાસ્ત્ર શું કહે છે તે સમજવાનું વિચારી રહ્યા હોવ ત્યારે વચનને જાણતા હોય તેવા ઈશ્વરભક્ત વૃદ્ધ પુરુષો પાસેથી સલાહ લેવી સારી છે. તે ખૂબ જ સરળ છે. હું ઘણા બધા એવા લોકોને જાણું છું જેમણે ફક્ત એક ચોક્કસ શાસ્ત્રના ભાગ વડે જીવવાનો પ્રયાસ કરીને પોતાને છેતર્યા છે.

આ મુદ્દાને પ્રકાશિત કરવા માટે મને એક રમૂજી ઉદાહરણનો ઉપયોગ કરવા દો: એક યુવકનો વિચાર કરો જે ગ્રેસ નામની છોકરી સાથે ખૂબ જ પ્રેમમાં છે. તે ઈશ્વરની ઈચ્છા શોધવા માંગે છે, અથવા ઓછામાં ઓછું તે વિચારે છે કે તે એ કરી રહ્યો છે, પરંતુ તે પહેલેથી જ આ છોકરી સાથે ખૂબ પ્રેમમાં છે. સત્ય એ છે કે, તે તેની સાથે લગ્ન કરવા માંગે છે અને તે માત્ર ઈશ્વરની મંજૂરી માંગે છે. તેથી એક દિવસ તે કરિંથીઓને બીજો પત્ર 12:9 વાંચે છે, "મારી કૃપા તારા માટે પૂરતી છે," અને તેને ખાતરી થઈ. "આહ, ઈશ્વરે મારી સાથે વાત કરી છે, મારા માટે ગ્રેસ એ છોકરી છે," તે પોતાની જાતને કહે છે. તે માત્ર પોતાની ઈચ્છા સંતોષી રહ્યો છે. હવે બીજા એક યુવકનો વિચાર કરો જેના માતાપિતાએ તેને ગ્રેસ નામની કોઈ છોકરી સૂચવી છે. તેને તે બિલકુલ ગમતી નથી અને તેને કોઈ રસ નથી, તેથી તે તેના માતાપિતાને કહે છે "મારે ઈશ્વરની ઈચ્છા શોધવી પડશે." તે એ જ કલમ વાંચે છે, કરિંથીઓને બીજો પત્ર 12:9, "મારી કૃપા તારા માટે પૂરતી છે." તે તેના માતા-પિતા પાસે જાય છે અને કહે છે, "ઈશ્વરે મને કહ્યું છે કે તેમની કૃપા મારા માટે પૂરતી છે. આ ગ્રેસ નામની છોકરી મારે જોઈતી નથી, ઈશ્વરની કૃપા મારા માટે પૂરતી છે." તમે જોઈ શકો છો કે કેવી રીતે, એક જ ક્લમમાંથી, આ બે યુવાનોને તેમની પોતાની વાસનાઓ સંતોષવા માટે બે અલગ અલગ જવાબો મળે છે. તેઓ જે કરવા માંગે છે તેને તેઓ ઈશ્વરના વચનમાં મૂકવાનો પ્રયાસ કરે છે. આ એક ઉદાહરણ છે કે કેવી રીતે શેતાન શાસ્ત્રને લઈને તમારી આગળ ટાંકી શકે છે. જો તેણે ઈસુ સાથે એવો પ્રયત્ન કર્યો, તો શું તમને નથી લાગતું કે તે તમારી સાથે એવો જ પ્રયત્ન કરશે?

ઈસુએ શેતાનને શું જવાબ આપ્યો? તે જોવું ખૂબ જ રસપ્રદ છે કે, જ્યારે શેતાને માથ્થી 4:6 માં કહ્યું, "એમ લખેલું છે," ત્યારે ઈસુએ માથ્થી 4:7 માં જવાબ આપ્યો, "એમ પણ લખેલું છે" અથવા, "બીજી બાજુ, એવું લખેલું છે." જયારે તેમણે કહ્યું કે "એમ પણ લખેલું છે" તેનો અર્થ એ થાય છે. આ આપણને શીખવે છે કે આખું સત્ય ફક્ત "એમ લખેલું છે" માં જોવા મળતું નથી પરંતુ "તે લખેલું છે, અને એમ પણ લખેલું છે" માં સમાયેલું છે.

જ્યારે તમે બંને શાસ્ત્રોને એકસાથે મૂકો છો, ત્યારે તમને સત્ય મળે છે. એટલા માટે ઈશ્વર તમને શું કહે છે તે સાંભળવા માટે શાસ્ત્રનો અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે. નહીંતર, તમે શાસ્ત્રની એક કલમ લઈ શકો છો અને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરાઈ શકો છો.