WFTW Body: 

મેં મારા પિતાજી (ઝેક પૂનેન) ને પવિત્ર આત્માનું જૂના કરારમાં સેવાકાર્ય અને પવિત્ર આત્માનું નવા કરારમાં સેવાકાર્ય એ બંને વચ્ચેનો તફાવત બતાવવા માટે આ ઉદાહરણનો ઉપયોગ કરતા સાંભળ્યા છે: જૂના કરારમાં, માણસનું હૃદય એક ઢાંકણવાળા પ્યાલા જેવું હતું. (યહૂદી મંદિરમાં પરમપવિત્ર સ્થાનને બંધ કરનાર પડદાની જેમ). પવિત્ર આત્મા પ્યાલાના આ બંધ ઢાંકણ પર રેડવામાં આવતો, અને તે આસપાસના અસંખ્ય લોકો માટે તેની ઉપર આશીર્વાદની નદીઓમાં વહેતો હતો - જેમ તેણે મૂસા, યોહાન બાપ્તિસ્ત વગેરે દ્વારા કર્યું હતું."ફક્ત ભોંય પર પડી જાઓ અને તમારી જાત પ્રત્યે મૃત્યુ પામો."

પરંતુ નવા કરારમાં, ઢાંકણ દૂર કરવામાં આવ્યું છે (2 કરિંથીઓને પત્ર 3:12-18). જ્યારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે મંદિરમાં પડદો ફાટવો અને પરમ પવિત્ર સ્થાનમાં જવાનો માર્ગ ખુલવો તે આ બાબત દર્શાવે છે. હવે, જ્યારે આત્મા રેડવામાં આવે છે, ત્યારે તે પ્રથમ પ્યાલો ભરે છે - પ્રથમ વિશ્વાસીના હૃદયને શુદ્ધ કરે છે - અને પછી "તેના અંતઃકરણમાંથી" તે અસંખ્ય લોકોને આશીર્વાદ આપવા માટે વહે છે, જેમ ઈસુએ યોહાન 7:37-39 માં સમજાવ્યું હતું. આ રીતે નવા કરારમાં મંડળી બંધાય છે.

આપણે હજી પણ પવિત્ર આત્માનો ઉપયોગ ફક્ત અન્ય લોકોને ઉપદેશ આપવા માટે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તો આપણે ફક્ત એક મંડળ અથવા ક્લબ બનાવીશું. પરંતુ જો આપણે ઈશ્વરને આપણને પવિત્ર આત્માથી ભરવાની મંજૂરી આપીએ અને સૌ પ્રથમ આપણા હૃદયમાં તેમનો પ્રેમ વહેવા દઈએ, તો તે આપણા અંતઃકરણમાંથી અન્ય લોકો સુધી વહેશે. પછી આપણે અન્ય લોકો જેઓ પાસે પણ એવો જ સંગતનો આત્મા છે તેમની સાથે મંડળી બાંધીશુ. ઈશ્વર અને અન્યો માટેનો પ્રેમ આપણા હૃદયમાં ઉભરાશે, અને આપણામાંના દરેકને વધસ્તંભ ઉંચકવા દ્વારા આત્માની સાચી એકતા બાંધવામાં આવશે.

વાસ્તવમાં, સાચી મંડળીનું નિર્માણ મુખ્યત્વે ત્યારે થાય છે જ્યારે આપણે એકબીજાથી દૂર હોઈએ છીએ. જ્યારે આપણે આપણી રવિવારની સભાઓમાં ભેગા થઈએ ત્યારે જ તે બંધાતું નથી. હા, તે ત્યાં પવિત્ર આત્માની ભેટો દ્વારા બાંધવામાં આવે છે. પરંતુ જ્યારે આપણે એકબીજાથી દૂર હોઈએ છીએ ત્યારે તે વધુ બને છે. જ્યારે આપણને કોઈ રીતે પરીક્ષણમાં નાખવામાં આવે છે - અપ્રમાણિક બનવા માટે, અથવા ગુસ્સે થવા માટે, અથવા આપણી આંખોની લાલસા, વગેરે - ત્યાં જ તમે સાબિત કરો છો કે તમે ઈસુની મંડળીના છો કે નહીં. આ પરીક્ષણોમાં, જો આપણે આપણો વધસ્તંભ ઉપાડીએ, આપણી જાત માટે મરી જઈએ, પ્રભુ પ્રત્યેની આપણી ભક્તિ જાળવીએ અને પાપનો પ્રતિકાર કરીએ, તો આપણે પ્રકાશમાં ચાલીએ છીએ અને પ્રભુ સાથે સંગત કરીએ. પછી, જ્યારે આપણે એકબીજાને મળીએ છીએ, ત્યારે આપણે એકબીજા સાથે સાચી સંગત કરીશું (1 યોહાન 1:7).

કલોસ્સીઓને પત્ર 2:2 આપણા હૃદયો "પ્રેમમાં એક સાથે જોડાયેલા" હોવા વિશે વાત કરે છે. હું પ્રેમમાં મારી જાતને અન્ય લોકો સાથે જોડી શકતો નથી. આપણા હૃદયને એકસાથે જોડાવાનું કામ ફક્ત પવિત્ર આત્મા જ કરી શકે છે. જો, તેમ છતાં, હું તમને ભેટો આપીને, અથવા તમારી સાથે સમય વિતાવીને, વગેરે દ્વારા કોઈ માનવીય રીતે મારા હૃદયને તમારા માટે જોડવાનો પ્રયત્ન કરું છું, તો હું ફક્ત એક ક્લબ બનાવીશ. પરંતુ ઈશ્વર કહે છે, "તમારા પોતા પ્રત્યે મૃત્યુ પામો". જ્યારે હું તે કરીશ, ત્યારે પવિત્ર આત્મા મારા હૃદયને અદ્રશ્ય, અલૌકિક રીતે અન્ય લોકો સાથે જોડાવાનું કામ કરશે, અન્ય લોકો, જેમની વચ્ચે તેમણે મને સ્થાનિક મંડળીમાં મૂક્યો છે, તે લોકો પણ પોતાની જાત પ્રત્યે મૃત્યુ પામ્યા છે.

આપણી સંગત પછી મધુર બનશે - એટલા માટે નહીં કે આપણે સમાન સિદ્ધાંતો પર વિશ્વાસ કરીએ છીએ અથવા સમાન ગીતો ગાઈએ છીએ, પરંતુ એટલા માટે કે આપણે બંને ભોંય પર પડી ગયા છીએ અને આપણા પોતાના જીવન પ્રત્યે મૃત્યુ પામ્યા છીએ. આપણે પવિત્ર આત્મા દ્વારા, આમ, એકબીજા સાથે સંગતમાં આવીએ છીએ.

આપણી પાસે જે પણ એકતા છે, તે પોતાની જાત પ્રત્યે મૃત્યુ પામ્યા વિના, ફક્ત મિત્રતામાં પરિણમશે, અને સાચી ખ્રિસ્તી સંગત નહીં હોય. સંગત એ આત્મિક બાબત છે, પરંતુ મિત્રતા એ પૃથ્વીની બાબત છે. વિશ્વના લોકોમાં મિત્રતા હોય છે. ઘણી દુન્યવી ક્લબના સભ્યો એકબીજા સાથે ઘણી ગાઢ મિત્રતા ધરાવે છે અને એકબીજાની ઊંડી સંભાળ રાખે છે. પરંતુ તેઓ ક્યારેય સાચી સંગત કરી શકતા નથી - કારણ કે તે એક આત્મિક કાર્ય છે જે ફક્ત પવિત્ર આત્મા જ આપણા જીવનમાં કરી શકે છે. જ્યારે ઈશ્વર તેમના કોઈપણ બાળકને "ઈસુનું મૃત્યુ તેના શરીરમાં ઉંચકીને ફરતા" જુએ છે, ત્યારે તે તેને "ઈસુના જીવન" (2 કોરીંથી 4:10,11)માંથી કંઈક વધુ આપીને ઈનામ આપે છે. તે બે વિશ્વાસીઓની અંદર "ઈસુનું જીવન" છે જે તેમની વચ્ચે સાચી સંગત થવા દે છે. અને આવા લોકો સાથે ઈશ્વર તેમના નવા કરાર મંડળી બાંધે છે.

જ્યારે મેં આ સત્યો જોવાનું શરૂ કર્યું, ત્યારે મેં ઈશ્વરને પૂછવાનું બંધ કર્યું, "ઈશ્વર, તમારી સાચી મંડળીનું નિર્માણ કરવા માંગતા લોકો ક્યાં છે?" મને સમજાયું કે ઈશ્વર તેમને શોધી કાઢશે અને આપણને એકસાથે લાવશે - જો હું મારી જાતે ભોંય પર પડવા અને મરી જવા માટે તૈયાર હોઈશ તો.. જો મેં મરવાની ના પાડી, તો ઈશ્વર તેમને મારી પાસે નહીં લાવે.

આપણી આસપાસ પૂરા હૃદયના વિશ્વાસીઓને શોધવાનો પ્રયાસ કરવો એ "ઘાસની ગંજીમાંથી સોય" શોધવાનો પ્રયાસ કરવા જેવું છે. ઘાસના ઢગલામાંથી નાની સોય શોધવામાં આપણે ઘણાં વર્ષો વિતાવી શકીએ છીએ; અને કદાચ ઘણા વર્ષોના પ્રયત્નો પછી એક સોય મળે. પરંતુ ઈશ્વર કહે છે, “તે સોય શોધવામાં તમારો સમય બગાડો નહીં. હું જાણું છું કે તેઓ ક્યાં છે. ફક્ત ભોંય પર પડી જાઓ અને તમારી જાત માટે મૃત્યુ પામો." પછી તમારામાં ઈસુનું જીવન એટલું શક્તિશાળી ચુંબક બની જશે, કે તે તે "સોયો" (સંપૂર્ણ હૃદયના શિષ્યો)ને ખેંચી કાઢશે" (યોહાન 1:4, 12:32).

અન્ય વિશ્વાસીઓ કે જેઓ પણ ઈશ્વરીય જીવન જીવવા અને નવા કરારના મંડળીનું નિર્માણ કરવા માંગે છે તેઓ તમારી તરફ અને તમે વધસ્તંભના જે સંદેશનો પ્રચાર કરો છો તેની તરફ ખેંચવામાં આવશે. એ ઈશ્વરનો માર્ગ છે. તે પૂરા દિલના લોકોને આપણી પાસે લાવે છે. ઈસુએ યોહાન 6:37 માં કહ્યું "જેને પિતા મને આપે છે તે બધા મારી પાસે આવશે". અને પિતા આપણા માટે પણ એ જ કરશે. આ રીતે આપણે નવા કરારની મંડળી બાંધીએ છીએ.