WFTW Body: 

ગીતશાસ્ત્ર ૨૭ : માં દાઉદ કહે છે કે, "યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે કે, યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેના સૌંદર્યનું અવલોકન કર્યાં કરું, અને તેના પવિત્રસ્થાનમાં તેનું ધ્યાન ધરું."

દાઉદ એક મહાન રાજા હતો. તે ધનવાન હતો, તેણે ઘણા યુદ્ધો જીત્યા હતા અને તેની ખૂબ જ પ્રતિષ્ઠા હતી. તેમ છતાં તેણે કહ્યું કે, "હું સંતુષ્ટ નથી. યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે. તે એ નથી કે હું આખી દુનિયાનો રાજા બની જાઉં, કે હું એક મહાન ઉપદેશક બની જાઉં, કે હું ઘણો પ્રખ્યાત થઈ જાઉં. પણ યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે કે, હું મારા પ્રભુનાં સૌંદર્યનું અવલોકન કર્યાં કરું, અને એ કે મારી આખી જિંદગી પર્યંત હું તેમની સુંદરતાને વધારે ને વધારે નિહાળતો રહું". શું આપણા જીવનની પણ આ જ એક ઈચ્છા છે?

યોહાન ૨૦ માં અધ્યાયમાં, આપણે કોઇ બીજી વ્યક્તિ વિશે વાંચીએ છીએ કે જેની પણ આ જ ઈચ્છા છે. તે મગ્દલાની મરિયમ હતી. એજ રવિવારની વહેલી સવારે તે કબર પર ગઈ. કેમ એ સમયે તે સૂઈ રહી નોહતી? કેમ તે અંધારું હોવા છતાં, ઘણી વહેલી ઉઠી ગઈ અને કબર પર ગઈ? કારણ કે તેના જીવનમાં તેની એક જ ઈચ્છા હતી, અને તે તેના પ્રભુને નિહાળવાની હતી. આપણે વાંચીએ છીએ કે જ્યારે તે કબર પર આવી ત્યારે તેને તે ખાલી જોવા મળી. તેથી તે દોડીને ગઈ અને બીજા કેટલાક શિષ્યોને જણાવ્યું. તેઓ પણ આવ્યા અને કબરની અંદર જોયું, અને પોતાના ઘરે પાછા વળી ગયા, કદાચ પાછા સૂઈ જવા માટે.

પરંતુ મગ્દલાની મરિયમ કબરની બહાર ઊભી રડતી રહી. તમે જોઓ, મરિયમ પ્રભુને જેટલો પ્રેમ કરતી હતી તેટલો પ્રેમ શિષ્યો કરતાં નોહતા. શિષ્યોએ, જ્યારે ખાલી કબર જોઈ, તો તેઓ સુવા માટે પાછા જતાં રહ્યા. પરંતુ મરિયમ એવું કરી શકી નહિ, કારણ કે ઈસુ જ તેના માટે સર્વસ્વ હતાં. પરમેશ્વરને આજે મંડળીમાં આવાં લોકોની જરૂર છે. જ્યારે પ્રભુ ઈસુ મગ્દલાની મરિયમ પાસે આવ્યા, ત્યારે તેણીએ વિચાર્યું કે તે માળી છે, તેથી તેણીએ તેમને કહ્યું કે, "સાહેબ, જો તમે તેને અહીંથી ઉઠાવીને બીજે ક્યાંક લઈ ગયા હોવ, તો તમે તેને ક્યાં રાખ્યો છે એ મને કહો, એટલે હું તેને લઈ જઈશ ". તે તેનાં શરીરને લઈ જવા માટે પણ તૈયાર હતી. હવે તમે જાણો છો કે, એક સ્ત્રીએ શબ ઊંચકીને લઈ જવું એ લગભગ અશક્ય હશે. પરંતુ પ્રભુ માટેનો તેણીનો પ્રેમ એટલો મહાન હતો કે તે તેમનાં ખાતર કોઈપણ મુશ્કેલીઓ સહન કરવા તૈયાર હતી. "પરમેશ્વરનું મુખ શોધવું" નો અર્થ આ જ છે. એનો અર્થ એ છે કે ફક્ત એક જ ઇચ્છા હોવી - પ્રભુનાં સૌંદર્યને નિહાળવાંની - અને બીજું કશું જ નહીં. આ જગતમાં એક ધનવાન માણસ બનવું કે મહાન વ્યક્તિ બનવું એ મારા માટે નથી, પરંતુ એજ કે દિવસે ને દિવસે ફક્ત મારા પ્રભુનાં સૌંદર્યનું વધારે ને વધારે અવલોકન કર્યાં કરું.

મને એક એવાં માણસનો કિસ્સો યાદ છે કે જે એકવાર એક વિધવાનાં ઘરે મુલાકાતે ગયો હતો. તે ઘણી જ ગરીબ સ્ત્રી હતી. પરંતુ તે પ્રભુને પ્રેમ કરતી હતી. તેણીને ચાર કે પાંચ બાળકો હતા, અને તે ખૂબ જ નાની માટીની ઝૂંપડીમાં રહેતી હતી. તે માણસે તેણીને પુછ્યું કે, કઈ રીતે તમારું ઘર આટલાં બધા આનંદ અને શાંતિથી ભરપૂર છે? તારી પાસે પૂરતાં પૈસા નથી. તારાં બધા જ બાળકો અડધા-ભૂખ્યાં હોય છે, તેમછતાં તેઓ હંમેશા હસતાં રહે છે. તમારાં ઘરમાં તમને ઘણી મુશ્કેલીઓ અને માંદગીઓ છે તેમછતાં તું હંમેશા આનંદિત રહે છે. તમારાં જીવનનું રહસ્ય શું છે? તેણે જવાબ આપ્યો, "ઈસુ ખ્રિસ્ત મારાં માટે સર્વસ્વ છે. આ જગતમાં મારે બીજા કશાંની જરૂર નથી".

વહાલાઓ, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણાં માટે સર્વસ્વ બની જાય, તો આપણે પણ તેણીનાં જેવા બની જઈશું.