written_by :   Zac Poonen categories :   Knowing God Disciples
WFTW Body: 

પ્રકટીકરણ ૨૨:૨ માં આપણે વાંચીએ છીએ - "એ નદીના બંને કિનારા પર જીવનનું વ્રુક્ષ હતું , તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં ; દર માસે તે નવાં ફળ આપતું હતું ; અને તે વ્રુક્ષનાં પાંદડાં સર્વ પ્રજાઓને નીરોગી કરવા માટે હતાં." ઉત્પતિ ૨ અને પ્રકટીકરણ ૨૨ વચ્ચે આપણને ઘણી બધી સામ્યતાઓ જોવા મળે છે. જીવનનું વૃક્ષ ઇશ્વરના પોતાના જીવનનું પ્રતીક છે - અનંતજીવન અથવા દિવ્ય સ્વભાવ જેના ભાગીદાર હાલમાં આપણે થઇ શકીએ છીએ. અનંતજીવન નો અર્થ "સદા અસ્તિત્વ ધરાવતું" એવો થતો નથી કેમકે જેઓ અગ્નિની ખાઈમાં જાય છે તેઓ પણ સદા રહે છે. પણ તેમની પાસે અનંતજીવન હોતું નથી. અનંતજીવનનો અર્થ કે જેનો આરંભ નથી અને જેનો અંત નથી તે જીવન. તે જીવન તો ઈશ્વરનું પોતાનું છે. તેને જીવનના વૃક્ષમાં પ્રતિક રૂપે રજૂ કરેલ છે. આદમ જેમ મૂર્ખાઈ કરીને જીવનના વૃક્ષને બદલે જ્ઞાનના વૃક્ષ તરફ ગયો હતો, તેવીજ રીતે આજે ઘણાં જીવનને બદલે બાઇબલનું જ્ઞાન મેળવવા ઇચ્છે છે. પ્રકટીકરણ ૨૨ માં ભલું ભૂડું જાણવાનું વૃક્ષ જોવા મળતું નથી. તે ગાયબ થઇ ગયું હતું. જીવનના વૃક્ષ ની આગળ ઈશ્વરે અગ્નિરૂપી તલવાર મુકી હતી (ઉત્પતિ ૩:૨૪). તે આપણને એમ શીખવે છે કે, જો આપણે જીવનના વૃક્ષ ના ભાગીદાર હોઈએ તો આપણે જરૂર આપણા પોતાના જીવન પર તલવાર મૂકવી જોઈએ. તેટલા માટે જ મોટાભાગના ખ્રિસ્તીઓ જેની આગળ કોઈ તલવાર નથી તે જ્ઞાનના વૃક્ષ તરફ જાય છે. બાઇબલનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે પોતાની જાત સંબંધી મરવું અથવા દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકવો પડતો નથી. પરંતુ ઈશ્વરીય સ્વભાવના ભાગીદાર થવાને સારું આપણે"પોતાના શરીરમાં ઈસુનું મરણ સદા ઊંચકવું" પડે છે (૨ કરિંથી ૪:૧૦) . આપણે તલવારને આપની જાત ઉપર પડવાની પરવાનગી આપવી જોઈએ. વધસ્તંભનો માર્ગ એજ જીવનના વૃક્ષનો માર્ગ છે. તે તલવાર ઈસુ ઉપર પડી અને તે વધસ્તંભ ઉપર જડાયા. તેથી આપણે પણ તેમની સાથે વધસ્તંભ ઉપર જડાયા છીએ એટલે તે તલવાર આપડા ઉપર પણ પડે છે. તોજ આપણે તે જીવનના વૃક્ષ ના ભાગીદાર થઇ શકીએ છીએ, જે દર માસે નવાં ફળ આપે છે, અને તેના પાંદડાં નીરોગી કરે છે.

પ્રકટીકરણ ૨૨:૭ માં આપણે વાંચીએ છીએ કે - જુઓ , હું થોડીવારમાં આવું છું , આ પુસ્તકમાંના ભવિષ્યવચનો જે પાળે છે તે આશીર્વાદિત છે. અહીંયા પ્રભુ તેમ નથી કહી રહ્યા કે હું ટુંક સમયમાં આવી રહ્યો છું. ના. પણ તે કહે છે હું જલ્દી - અચાનક - જેમ ચોર રાત્રે કોઈપણ ચેતવણી આપ્યા વગર આવે છે તેમ આવી રહ્યો છું.

પ્રકટીકરણ ૨૨:૮ , ૯ માં આપણે વાંચીએ છીએ કે - જેણે એ સાંભળ્યું તથા જોયું છે તે હું યોહાન છું ; અને જ્યારે મેં સાંભળ્યું ને જોયું , ત્યારે જે દૂતે મને એ બિના બતાવી , તેને વંદન કરવા હું તેની આગળ નમ્યો. પણ તેણે મને કહ્યું કે , ' જોજે , એમ ન કર , હું તો તારો તથા તારા સાથી પ્રબોધકોનો ભાઈઓ અને બહેનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાનો સાથીસેવક છું ; તું ઈશ્વરની ભક્તિ કર. ' જે વ્યક્તિનો ઈશ્વરે તેને શીખવવા ને સારું ઉપયોગ કર્યો હતો તેની આગળ નમીને યોહાને ભૂલ કરી હતી. જેણે તેને આ બધી બાબતો બતાવી તે દેવદૂતની ભકિત કરવા સારુ તેના પગે પડી ગયો. પરંતુ દેવદૂતે તરત જ કહ્યું, " એમ ન કર. હું તો ફક્ત એક તારો સાથીસેવક છું. ઈશ્વરનું જ ભજન કર." તે એક સાચા ઇશ્વરના સેવક હોવાની નિશાની છે કે જ્યારે તે કોઈને પોતાની સાથે જોડાયેલો જુવે છે, ત્યારે તે પોતાને એકવાર તે વ્યક્તિથી અલગ કરી દે છે, કે જેથી તે વ્યક્તિ ઈશ્વરને વળગી રહે અને માણસને નહીં. સ્વર્ગમાં તેઓ એક જ ગીત ગાય છે - નવું ગીત - એમ કહીને કે "તમે એકલા જ લાયક છો". આ દેવદૂત આ ગીત શિખ્યો હતો અને તેથી જ તે યોહાનને પોતાથી દૂર હટાવતા કહે છે કે એકલા ઈશ્વરને જ મહિમા આપો.

પ્રકટીકરણ ૨૨:૧૧ માં આપણે વાંચીએ છીએ કે - જે અન્યાયી છે તે હજુ અન્યાય કર્યા કરે , જે મલિન છે તે હજુ મલિન થતો જાય , અને જે ન્યાયી છે તે હજુ ન્યાયી કૃત્યો કર્યો કરે , અને જે પવિત્ર છે તે હજુ પવિત્ર થતો જાય. આ એક અદભુત પ્રોત્સાહન છે કે જે આપણને બાઇબલના છેલ્લા પૃષ્ઠ પર જાણવા મળે છે. તે લોકોને "મલિન થતાં" રેહવાનું અને " ખોટું કરવાનું" ચાલુ રાખવાનું કહે છે. આનો અર્થ એ થાય છે કે: "જો તમે આખું બાઇબલ વાંચ્યું હોય અને છેલ્લા પાના પર આવ્યા હોય છતાં પણ જો તમે હજી પણ પસ્તાવો કરવા માંગતા ન હોય અથવા તમારા પાપો છોડી દેવા માંગતા ન હોય , તો આગળ વધીને મલિન થાઓ , ખોટું કરતા જ રહો. તમારા માટે કોઈ આશા નથી. " જો પ્રકટીકરણના પુસ્તકમાં ઇશ્વરના પાપ વિશેના ચુકાદાઓ વાંચ્યા પછી, તમે હજી પણ તમારી વાસનાઓમાં ડૂબવા અને પાપથી મળતા આનંદની શોધ કરવા માંગતા હોય, અને ગંદા પુસ્તકો વાંચવા અને અશ્લીલ ચલચિત્રો જોવા માંગતા હોય, જો તમે હજી પણ કોઈની પ્રત્યે પોતાની કડવાશ જાળવી રાખવા માંગતા હોય, અને તેને માફ કરવા માંગતા ન હોય, જો તમે હજી પણ નિંદા, કોઈની પીઠ પાછળ ચુગલી અને ઇર્ષા કરવા માંગતા હોય, અને તમારા માટે અને આ સડેલા વિશ્વ માટે જીવવા માંગતા હોય, તો આગળ વધીને તેમ કરો. ઈશ્વર તમને રોકશે નહીં. પરંતુ તમે ૧૧મી કલમના બીજા ભાગમાં જુઓ ન્યાયીઓ માટે શું લખ્યું છે. "જે ન્યાયી છે, તે ન્યાયીપણામાં ચાલે, જે પવિત્ર છે, તે પોતાને પવિત્ર રાખે." પવિત્રતાની શોધ કરવાના કાર્ય નો કદી અંત નથી. તેથી, વધુને વધુ ન્યાયપણાનો અને પવિત્રતાનો પીછો કરો. તે અવસ્થા કે જેમાં આપણે આપણું જીવન સમાપ્ત કરીએ છીએ તે નક્કી કરશે કે આપણે આપણું અનંતજીવન કેવી રીતે પસાર કરીશું. જો આપણે પાપ અને મલિનતામાં જીવ્યા હોઈશું, તો આપણે અગ્નિની ખાઈમાં શાશ્વત યુગમાં પાપ, મલિનતા અને ખોટા કાર્યોમાં રહીશું. જો આપણે આ જીવનમાં ન્યાયીપણું અને પવિત્રતાને અનુસર્યા હોઈશું, તો પછી તેને અનંતજીવનમાં પણ અનુસરીશું. જ્યારે આપણે મરણ પામીશું ત્યારે જે આપણી અવસ્થા હશે તે અનંતકાળને માટે નિશ્ચિત થઇ જશે. "જો કોઈ ઝાડ દક્ષિણ તરફ કે ઉત્તર તરફ પડે, તો તે જ્યાં પડે ત્યાં જ પડ્યું રહે છે" (સભાશિક્ષક ૧૧:૩).

પ્રકટીકરણ ૨૨:૨૧ માં આપણે વાંચીએ છીએ કે - "પ્રભુ ઈસુની કૃપા સર્વ પર હો , આમીન." ઇશ્વરનું વચન કેવી રીતે સમાપ્ત થાય છે તે જોવું અદભુત છે. તે ફક્ત કૃપા થકી છે કે જેના દ્વારા જ આપણે નવા યરૂશાલેમના ભાગીદાર થઇ શકીએ છે. ઈશ્વરે આપેલી શક્તિ અને મદદ દ્વારા જ, આપણે ઘણાં વર્ષોથી આપણને ગુલામ બનાવનારા બંધનોમાંથી મુક્ત થઈ શકીએ છે. કૃપા આપણા પાપો માફ કરે છે! અને કૃપા આપણને પાપ, જગત અને શેતાન ઉપર જીતવા સહાય કરે છે! આ શબ્દ જૂના કરાર ના છેલ્લા શબ્દ કે જે"શાપ" છે તેનાથી વિપરીત છે. માલાખી ૪:૬ (KJV) માં, ઈશ્વર કહે છે કે, "રખેને હું આવીને પૃથ્વીને શાપથી મારું" નવા કરારની શરૂઆત ઈસુના જન્મથી થાય છે અને સમાપ્તિ એક આશીર્વાદથી થાય છે કે "પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા સર્વ પર હો" તે કેટલું અદભુત છે કે આપણે જુનો કરાર જેનાથી સમાપ્ત થાય છે તે શાપથી મુક્ત થઈને નવા કરારની કૃપામાં આવીને આપણાં જીવનના તમારા ભાગમાં ઇશ્વરના આશીર્વાદોનો અનુભવ કરી શકીએ છીએ, અને અનંતકાળને માટે ઇશ્વરના નિવાસસ્થાનના ભાગીદાર બની શકીએ છીએ. હાલ્લેલુઆહ! સર્વ મહિમા અને સ્તુતિ અને સન્માન ઈશ્વરને અને તે હલવાનને હોજો કે જે આપણાં પાપોને માટે મરણ પામ્યો હતો. આમીન અને આમીન!