written_by :   Zac Poonen categories :   The Church Disciples
WFTW Body: 

1. ઈશ્વર જેવો ઈસુને પ્રેમ કરે છે તેવો જ પ્રેમ આપણને પણ કરે છે
"જેમ તમે મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે" (યોહાન 17:23).

2. ઈશ્વર પ્રામાણિક લોકોમાં આનંદ કરે છે
"પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે" (યોહાનનો પહેલો પત્ર 1:9).

3. ઈશ્વર ખુશીથી આપનારાઓ પર પ્રસન્ન રહે છે
"ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે" (કરિંથીઓને બીજો પત્ર 9:7).

4. ઈસુ તરફ જોવાથી પવિત્રતા આવે છે
"ધીરજથી દોડીએ…ઈસુની તરફ લક્ષ રાખીને" (હિબ્રૂઓને પત્ર 12:1,2).

5. આપણે સતત પવિત્ર આત્માથી ભરપૂર રહેવું જોઈએ
"પવિત્ર આત્માથી ભરપૂર થાઓ" (એફેસીઓને પત્ર 5:18).

6. વધસ્તંભનો માર્ગ જીવનનો માર્ગ છે
"જો આપણે તેની સાથે મર્યા, તો તેમની સાથે જીવીશું પણ" (તિમોથીને બીજો પત્ર 2:11).

7. માણસના મંતવ્યો આપણને નિરાશ ન કરે
"તમે માણસની આશા છોડો કે, જેનો શ્વાસ તેનાં નસકોરાંમાં જ છે; તે શી ગણતરીમાં છે?” (યશાયા 2:22)

8. આ દુનિયા જેને ઉત્તમ ગણે છે તેને ઈશ્વર ધિક્કારે છે
"માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં કંટાળારૂપ છે" (લૂક 16:15)."જેઓ પૈસાને પ્રેમ કરે છે અને ધનવાન બનવા માંગે છે તેઓ (1) પરીક્ષણમાં પડશે; (2) ફાંદામાં પડશે; (3) મૂર્ખ તૃષ્ણાઓમાં પડશે; (4) નાશકરક તૃષ્ણાઓમાં પડશે; (5) વિનાશમાં ડૂબશે; (6) અધોગતિમાં ડૂબશે; (7) વિશ્વાસથી ભટકશે; (8) ઘણા દુઃખોથી પોતાને વીંધશે" (તિમોથીને પહેલો પત્ર 6:9,10).

9. આપણા સિવાય કોઈ આપણને નુકસાન પહોંચાડી શકે નહિ
"જે ભલું છે તેને જો તમે અનુસરનારા થયા, તો તમારું ભૂંડું કરનાર કોણ છે?" (પિતરને પહેલો પત્ર 3:13)

10. આપણા દરેકના જીવન માટે ઈશ્વર પાસે એક સંપૂર્ણ યોજના છે
"કેમ કે આપણે તેમની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે. તે [સારી કરણીઓ] વિષે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ" (એફેસીઓને પત્ર 2:10).

11. ઈશ્વરને નજીકથી ઓળખવું એ મજબૂત બનવાનું રહસ્ય છે
"પોતાના ઈશ્વરને ઓળખનાર લોકો બળવાન થશે, ને [પરાક્રમી કામો] કરશે" (દાનિયેલ 11:32).

12. નવો કરાર જૂના કરાર કરતાં ઘણો સારો છે
"ઈસુ વિશેષ સારા કરારના મધ્યસ્થ છે" (હિબ્રૂઓને પત્ર 8:6).

13. જો આપણે ધાર્મિક જીવન જીવીએ તો આપણી સતાવણી કરવામાં આવશે
"જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સર્વ પર સતાવણી થશે જ" (તિમોથીને બીજો 3:12).

14. આપણે તે બધાને સ્વીકારવા જોઈએ જેમને ઈશ્વરે સ્વીકાર્યા છે
“પણ હવે ઈશ્વરે દરેક અવયવને તો પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે…કે, શરીરમાં ભાગલા ન પડે” (કરિંથીઓને પહેલો પત્ર 12:18,25).

15. આપણે દરેક માનવી સાથે ગૌરવપૂર્ણ વર્તન કરવું જોઈએ
“ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઉત્પન્‍ન થયેલાં માણસોને શાપ પણ આપીએ છીએ...મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ” (યાકૂબનો પત્ર 3:9,10).

16. આપણી બધી જરૂરિયાતો માટે આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ
"મારા ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે" (ફિલિપીઓને પત્ર 4:19).

વધારાની નોંધ : પૂર્ણ-સમયના ખ્રિસ્તી કાર્યકરો માટે પૈસા વિષે "કદી નહિ" કરવાની દસ બાબતો :
1. ક્યારેય તમારી નાણાકીય જરૂરિયાતો ઈશ્વર સિવાય કોઈને જણાવશો નહિ (ફિલિપીઓને પત્ર 4:19).
2 ક્યારેય અવિશ્વાસીઓ પાસેથી પૈસા સ્વીકારશો નહિ (યોહાનનો ત્રીજો પત્ર 7).
3. ક્યારેય કોઈની પાસેથી ભેટની અપેક્ષા રાખશો નહિ (ગીતશાસ્ત્ર 62:5).
4. ક્યારેય કોઈને તમારા પર નિયંત્રણ રાખવાની મંજૂરી આપશો નહિ અથવા તમને પૈસા આપીને તમારા સેવાકાર્યને પ્રભાવિત કરવાની મંજૂરી આપશો નહિ.
5. જેઓ તમારું સેવાકાર્ય સ્વીકારતા નથી તેમની પાસેથી ક્યારેય પૈસા સ્વીકારશો નહિ.
6. તમારી વ્યક્તિગત અથવા કૌટુંબિક જરૂરિયાતો માટે, તમારા કરતાં ગરીબ કોઈપણ વ્યક્તિ પાસેથી ક્યારેય પૈસા સ્વીકારશો નહિ.
7. તમારી નાણાકીય જરૂરિયાતો માટે ક્યારેય કોઈ માણસ પર નિર્ભર ન રહો.
8. ક્યારેય ઈશ્વરના પૈસાને એવી રીતે ન વાપરો કે જેનાથી બીજાઓને ગેરરીતિની શંકા થાય (કરિંથીઓને બીજો પત્ર 8:20,21).
9. પૈસા મળે ત્યારે ક્યારેય ઉત્સાહિત ન થાઓ.
10. પૈસા ગુમાવો ત્યારે ક્યારેય હતાશ ન થાઓ.