WFTW Body: 

ઈશ્વર પ્રકાશ છે અને ઈશ્વર પ્રેમ છે (યોહાનનો પહેલો પત્ર 1:5; 4:8). તે "પાસે જઈ શકાય નહિ એવા પ્રકાશમાં રહે છે" (તિમોથીને પહેલો પત્ર 6:16). કારણ કે તે પવિત્ર છે, તે આપણને પણ પવિત્ર બનવા માટે તેડે છે.

પરંતુ પવિત્રતા, મનુષ્ય માટે, માત્ર પરીક્ષણ દ્વારા જ આવી શકે છે. આદમને નિર્દોષ સર્જવામાં આવ્યો હતો, તેને ભલા અને ભૂંડાની પણ જાણ નહોતી. ઈશ્વર ઇચ્છતા હતા કે તે પવિત્ર બને; અને આ માટે, ઈશ્વરે તેની કસોટી થવા દીધી.

ભલુંભૂંડું જાણવાનું વૃક્ષ ઈશ્વર દ્વારા સર્જવામાં આવ્યું હતું અને તે પોતે ભૂંડું ન હતું. તે એવી દુનિયામાં અસ્તિત્વ ધરાવતું હતું જેના માટે ઈશ્વરે, "ઉત્તમોત્તમ" (ઉત્પત્તિ 1:31) શબ્દો ઉચ્ચાર્યા હતા. તે ઉત્તમોત્તમ હતું, કારણ કે તેણે આદમને પવિત્ર બનવા, પરીક્ષણનો પ્રતિકાર કરવાની તક આપી.

બાઇબલ કહે છે, "મારા ભાઈઓ, જયારે તમને તરેહ તરેહનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો” (યાકૂબનો પત્ર 1:2), કારણ કે પરીક્ષણ આપણને ઈશ્વરની પવિત્રતાના (હિબ્રૂઓને પત્ર 12:10) ભાગીદાર થવાની અને "પરિપક્વ અને સંપૂર્ણ" બનવાની તક આપે છે (યાકૂબનો પત્ર 1: 4).

જયારે આપણે ઈસુની પવિત્રતાને જોઈએ છીએ, ત્યારે આપણે તે સહજ પવિત્રતાને જોતા નથી જે તે ઈશ્વર હોવાથી ધરાવે છે, કારણ કે તે આપણા માટે કોઈ ઉદાહરણ ન હોત. આપણે તેમને "બધી બાબતોમાં તેમના ભાઈઓ જેવા થયેલા" અને "આપણી જેમ દરેક બાબતમાં પરીક્ષણ પામેલા, તેમ છતાં નિષ્પાપ" રહેલા તરીકે જોઈએ છીએ (હિબ્રૂઓને પત્ર 2:17; 4:15).

ઈસુ આપણા અગ્રેસર છે (હિબ્રૂઓને પત્ર 6:20), આપણે જે દોડવાની છે તે જ દોડમાં તે દોડ્યા, જે આપણા માટે અનુસરવાનો માર્ગ મોકળો કરે છે. અને તેથી તે આપણને કહે છે, "મારી પાછળ ચાલો" (યોહાન 12:26). જે આપણી આગળ દોડ દોડ્યા છે તેમની તરફ જોતાં, આપણે પણ નિર્ગત થયા વિના કે હિંમત ગુમાવ્યા વિના, ધીરજથી દોડી શકીએ છીએ (હિબ્રૂઓને પત્ર 12:1-4).

ઈસુએ તે દરેક પરીક્ષણ સહન કર્યા જે કોઈપણ માણસ પર આવી શકે. તે "દરેક બાબતમાં, આપણી જેમ" પરીક્ષણ પામેલા હતા. આ સ્પષ્ટપણે હિબ્રૂઓને પત્ર 4:15 માં શીખવવામાં આવ્યું છે. અને આ આપણા માટે પ્રોત્સાહન છે. ઈસુએ એવા કોઈ સામર્થ્યનો ઉપયોગ કર્યો ન હતો જે આજે ઈશ્વર દ્વારા આપણને આપવામાં આવતું નથી. તેમણે એક મનુષ્ય તરીકે, તેમના પિતાએ પવિત્ર આત્મા દ્વારા તેમને આપેલ સામર્થ્યમાં પરીક્ષણ પર વિજય મેળવ્યો.

શેતાને હંમેશા માણસને કહ્યું છે કે ઈશ્વરના નિયમો બોજારૂપ છે અને તેનું પાલન કરવું અશક્ય છે. ઈસુ એક મનુષ્ય તરીકે આવ્યા અને તેમના સંપૂર્ણ આજ્ઞાકારી જીવન દ્વારા શેતાનના તે જૂઠાણાંનો પર્દાફાશ કર્યો. જો આપણી આગળ જીતવા માટેનું કોઈ પરીક્ષણ અથવા પાલન કરવા માટેની ઈશ્વરની કોઈ આજ્ઞા એવી હોય કે જેનો ઈસુએ સામનો ન કર્યો હોય, તો તે મુદ્દા પર આપણી પાસે પાપ કરવા માટે બહાનું હોઈ શકે છે. અને આપણા જેવી દેહની નિર્બળતાઓ વિના કે આપણા માટે ઉપલબ્ધ ન હોય તેવા સામર્થ્ય સાથે, જો ઇસુ સંપૂર્ણ જીવન જીવ્યા હોત, તો પછી તેમનું જીવન આપણને અનુસરવા માટેનું એક ઉદાહરણ ન બની શકે. અને જ્યારે આપણે પરીક્ષણમાં હોઈએ ત્યારે તે ક્ષણોમાં તે આપણા માટે પ્રોત્સાહન બની શકે નહીં. પરંતુ ઈસુએ પૃથ્વી પરના મનુષ્ય તરીકેના તેમના જીવન દ્વારા દર્શાવ્યું, કે ઈશ્વર આપણને જે સામર્થ્ય આપે છે તે તેમના નિયમો, જે આપણે તેમના વચનમાં જોઈએ છીએ તે પાળવા માટે પૂરતું છે.

આપણા પ્રમુખયાજક એવા નથી જેમને આપણી નિર્બળતાઓ પર દયા ન આવી શકે, પરંતુ તે એ છે જેમનું આપણી જેમ સર્વ બાબતોમાં પરીક્ષણ થયું (હિબ્રૂઓને પત્ર 4:15).

ઇસુનું નિષ્પાપ જીવન એ જગત માટે ઈશ્વરનું પ્રદર્શન છે કે પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા માણસ માટે પાપ પર સંપૂર્ણ વિજય મેળવવો અને આનંદપૂર્વક ઈશ્વરની આજ્ઞા પાળવી શક્ય છે. જો આપણે તેમનામાં રહીએ, તો આપણે "તે જેમ ચાલતા હતા તેમ જ ચાલી શકીએ છીએ" ( યોહાનનો પહેલો પત્ર 2:6).