WFTW Body: 

માથ્થી ૨૪માં જ્યારે ઈસુએ તેમના શિષ્યોને પોતાના પાછા આવવાની વાત કરી હતી ત્યારે તેમણે એક કરતાં વધુ વખત ભાર મૂક્યો કે, તેઓએ સાવધ રેહવું જોઈએ (માથ્થી ૨૪:૪૨ ,૪૪; ૨૫:૧૩) આત્મિક રીતે સાવધ રેહવું અને સદા તૈયાર રેહવું તે સૌથી અગત્યનું છે - નહીં કે ભવિષ્યવાણીનાં તથ્યોનું જ્ઞાન હોવું.

માથ્થી ૨૫માં (કે જેમાં માથ્થી ૨૪ની ભવિષ્યવાણીઓથી આગળનું વર્ણન કરેલ છે), ઇસુએ પોતાના આગમન માટે સાવધ રેહવાં અને વિશ્વાસુ રેહવાં સંબધી ત્રણ બાબતો વિશે શીખવ્યું છે.

૧. ગુપ્ત જીવનમાં વિશ્વાસુપણું

(માથ્થી ૨૫:૧-૧૩). અહીં આ દ્રષ્ટાંતમાં, ઇસુએ દશ કુમારિકાઓની વાત કરી હતી. ધ્યાન આપો કે અહિયાં કોઈપણ વેશ્યા નહોતી. (આત્મિકરૂપથી વેશ્યાવૃતિની વ્યાખ્યા માટે જુઓ યાકૂબ ૪:). તેઓ બધીજ કુંવારીઓ હતી. બીજા શબ્દોમાં, તેઓની માણસોની સામે એક સારી સાક્ષી હતી. તેઓની મશાલો સળગતી હતી (માથ્થી ૫:૧૬). તેઓનાં ભલા કાર્યો બીજાઓની નજરમાં આવી રહ્યા હતાં. તેમછતાં આ બધી કુમારિકાઓમાંથી, માત્ર પાંચ જ બુદ્ધિમાન હતી. પરંતુ તે વાતની જાણ શરૂઆતથી બધાને નહોતી. તેઓમાંથી માત્ર પાંચે જ પોતાની સાથે કુપ્પીઓમાં તેલ લીધું હતું. (માથ્થી ૨૫:૪).

જેવી રીતે રાત્રે જ્યોતિ દેખાતી હતી તેવી રીતે કુપ્પીઓમાંનું તેલ દેખાતું નહોતું, અને તે ઈશ્વરની આગળનાં આપણાં ગુપ્ત જીવનનાં વિશે બોલે છે કે જેને બીજા લોકો આ જગતનાં અંધકારમાં જોઈ શકતા નથી. આપણાં બધાં પાસે એક કુપ્પી છે. પ્રશ્ન એ છે કે તેમાં કોઈ તેલ છે કે નથી? સંપૂર્ણ પવિત્રશાસ્ત્રમાં તેલને પવિત્ર આત્માનાં પ્રતિકનાં રૂપમાં ઉપયોગમાં લેવાયેલું છે, અને અહિયાં તે ઈશ્વરના જીવનનાં વિષે દર્શાવે છે કે જેને પવિત્રઆત્મા આપણાં આત્માઓ સુધી પહોંચાડે છે. તે જીવનની બાહ્ય અભિવ્યક્તિ જ્યોતિ છે (યોહાન ૧:૪). તેનું આંતરિક તત્વ તેલ છે. ઘણાંબધાં પોતાની બાહ્ય સાક્ષીથી જ ખુશી અને સંતોષ પામે છે. આ તેઓની મૂર્ખતા છે. તે આપણને માત્ર ચકાશણી અને પરીક્ષણનાં સમયોમાં જ ખબર પડે છે કે માત્ર બાહ્ય જ્યોતિ એકલી અપૂરતી છે. એક વ્યક્તિને વિજયવંત થઈને આગળ વધવા માટે પોતાના અંતરમાં ઈશ્વરીય જીવન હોવું જરૂરી છે.

" જો તું સંકટને દિવસે નાહિમ્‍મત થઈ જાય , તો તારું બળ થોડું જ છે " ( નીતિવચનો ૨૪:૧૦). જીવનમાં આવતા સંકટ બતાવે છે કે આપણે કેટલા મજબૂત કે નબળા છીએ. અહીં આ દ્રષ્ટાંતમાં, સંકટ એ હતું કે વરરાજાએ તેના આવવામાં મોડું કર્યું. આજ તે સમય હોય છે કે જે આપણી આત્મિકતાની સચ્ચાઈને સાબિત કરે છે. જેની પાસે વિશ્વાસ છે તે અંત સુધી ટકી રહીને તારણ પામે છે. તે સમય પણ હોય છે કે જે એ સાબિત કરે છે કે કોના જીવનમાં આંતરિક તત્વ છે અને કોના જીવનમાં નથી. ઘણાબધા એવા બી સમાન હોય છે જે તરત જ ઉગે છે, પરંતુ તેમની પાસે કોઈ આંતરિક જીવન હોતું નથી. તેમના હૃદયમાં માટીની ઊંડાઈ હોતી નથી (માર્ક ૪:૫). તેથી જ નવા વિશ્વાસીઓની આત્મિકતા અથવા તેમના સંપૂર્ણ હૃદયના સમર્પણ વિશે મૂલ્યાંકન કરવું એ મુશ્કેલ હોય છે. જો આપણે રાહ જોવાની ધીરજ રાખીએ તો, સમય જ બધું પ્રગટ કરશે. આજ રીતે, ખ્રિસ્તના આગમન માટે તૈયાર રહેવાનો રસ્તો એ છે કે, ઈશ્વરના મુખ સમક્ષ શુદ્ધતાનું આંતરિક જીવન અને વિશ્વાસુપણું હોવું - આપણાં વિચારોમાં, વલણમાં અને ઈરાદાઓમાં, કે જેને આપણી આસપાસના લોકો જોઈ શકતા નથી. જો આપણી પાસે આ નથી, અને જો આપણે એવું વિચારીએ છીએ કે આપણે ખ્રિસ્તના આગમન માટે તૈયાર છીએ તો આપણે પોતાની જાતને છેતરી રહ્યાં છીએ.

૨. આપણાં સેવાકાર્યમાં વિશ્વાસુયોગ્યતા

(માથ્થી ૨૫:૧૪-૩૦) બીજા દ્રષ્ટાંત માં, ઈશ્વરે આપણને આપેલા તાલંતોના ઉપયોગમાં વિશ્વાસુપણું ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ તાલંતો એ, ભૌતિક સંપત્તિ, પૈસા, શારીરિક ક્ષમતાઓ, જીવનમાં મળેલી તકો, આત્મિક ભેટો વગેરેને રજૂ કરે છે. આ ક્ષેત્રમાં બધા એક સમાન હોતા નથી - કારણ કે આપણે આ દ્રષ્ટાંતમાં જોઈએ છીએ કે એકને પાંચ, બીજાને બે અને ત્રિજાને ફક્ત એક જ તાલંત મળ્યો હતો. પરંતુ, તેઓને જે મળ્યું, તે સાથે વિશ્વાસુ રહેવા માટે બધાની પાસે એક સમાન સમય હતો. જેને વધુ અપાયેલું હતું, તેની પાસેથી વધુ પાછું પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. તેથી, જેણે બે માંથી ચાર કર્યા, તેને એ જ સરખું ઈનામ મળ્યું કે જેણે પાંચ માંથી દસ કર્યા. જોકે ન્યાયકાળ તેના પર આવી પડ્યો કે જેણે તેના તાલંતને 'જમીનમાં' દફનાવી દીધો હતો (માથ્થી ૨૫:૧૮) - તે એ છે કે જેણે ઈશ્વરે આપેલા તાલંતને આ વિશ્વના માટે ઉપયોગ કર્યો પણ ઈશ્વર માટે નહીં. કોઈ એમ કહી શકે નહીં કે તેને કંઈ મળ્યું નથી - કેમકે બધાને ઈશ્વર તરફથી કંઈક ને કંઈક તાલંત તો પ્રાપ્ત થયેલાં હોય છે જ. પ્રશ્ન એ છે કે આપણે આ તાલંતોનો ઉપયોગ કોના માટે કરીએ છીએ. પોતાની જાત માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તે જમીનમાં દફનાવવામાં આવેલા તાલંતની સમાન છે. ફક્ત ઈશ્વરના મહિમા માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તે જ શાશ્વત સંપત્તિ તરીકે ગણાશે. આ માપદંડના આધારે ચકાસતા આપણે મોટાભાગના વિશ્વાસીઓની ગરીબી જોઈ શકીએ છીએ. આપણો ધ્યેય એ જ હોવો જોઈએ કે, "સર્વ ઈશ્વર માટે અને પોતાના માટે કંઈજ નહીં". ત્યારે જ આપણે ખ્રિસ્તના બીજા આગમન માટે તૈયાર હોઈશું. જો આપણે આપણી પાસે જે છે તેનો ત્યાગ કર્યો ન હોય તો આપણે ઈસુના શિષ્યો બની શકતા નથી. જો કોઈ એક વ્યક્તિ ખ્રિસ્તના બીજા આગમન માટે તૈયાર હોવાનો દાવો કરતો હોય, પરંતુ તેને ઈશ્વર તરફથી મળેલી સંપત્તિ અને તાલંતોને ઈશ્વરના માટે ઉપયોગ કરતો ન હોય તો તે પોતાને છેતરે છે.

૩. આપણાં સાથી વિશ્વાસીઓની સેવા કરવામાં વિશ્વાસુયોગ્યતા

(માથ્થી ૨૫:૩૧-૪૬)

છેલ્લા અનુભાગમાં, તે આપણા સાથી વિશ્વાસીઓની જરૂરીઆતો પ્રત્યેનો આપણા વલણ વિશે છે, કે જેમ ઈસુ વ્યવહાર કરે છે. તે જરૂરિયાત આત્મિક અથવા શારીરિક હોઈ શકે છે. અહીં આપણે જોઈએ છીએ કે કેટલાક રાજ્યના વારસો પામે છે કારણ કે તેઓએ તેમના સાથી વિશ્વાસીઓની સેવા એવી રીતે કરી છે જાણે તેઓ ઈશ્વરની સેવા કરતા હોય. તેમની સેવા એવી ગુપ્ત રીતે હતી કે તેમના ડાબા હાથને ખબર ન હતી કે તેનો જમણો હાથ શું કરી રહ્યો છે

(માથ્થી ૬:૩).

એટલા હદ સુધી કે, જ્યારે પ્રભુએ તેઓનાં સારા કામોની યાદ અપાવી, ત્યારે તેઓને તે યાદ પણ હોતું નથી!

(માથ્થી ૨૫:૩૮).

ઈસુએ અહીંયા એ પણ શીખવ્યું કે કોઈપણ સેવા આપણે તેના ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને સારું કરીએ છીએ તો તે સેવા તેમને પોતાને કરી બરાબર ગણવામાં આવે છે.

(માથ્થી ૨૫:૪૦).

તે મહત્વનુ છે કે તે અહીં સૌથી નાનાઓ વિશે વાત કરે છે, કારણ કે આપણી મનોવૃત્તિ સૌથી મહત્વપૂર્ણ વિશ્વાસીઓની સેવા કરવામાં હોય છે અને ગરીબ અને ધિક્કરવામાં આવેલા વિશ્વાસીઓની અવગણના કરીએ છીએ! જે લોકો ફક્ત ખાવા-પીવાની, ખરીદ-વેચાણ, અને મકાન બનાવવાનું અને ખાલી પોતાનું જ વાવેતર કરવાનો વ્યવહાર કરે છે, તેઓ ઈસુના બીજા આગમન વખતે ચોક્કસ પડતાં મુકાશે

(લૂક ૧૭:૨૮ ,૩૪).

ફક્ત તેઓને જ ઉપર લઈ લેવામાં આવશે, કે જેમણે ઈશ્વર માટેની સેવામાં તેમના સાથી વિશ્વાસીઓની પણ સેવા એક પ્રેમયુક્ત ચિંતા સાથે કરેલી હશે,. બીજા એક શાસ્ત્રભાગમાં

(માથ્થી ૭:૨૨ -૨૩)

, ઈસુએ લોકોના બીજા જૂથ વિશે વાત કરી - જેઓ આ જૂથથી વિપરીત છે. આ તેજ લોકો છે કે જેઓએ ઈશ્વરના નામે કરેલા બધા સારા કામો યાદ રાખે છે. તેઓ પણ ન્ચાયાસન આગળ ઉભા છે, અને તેઓ ઈશ્વરને યાદ અપાવે છે કે તેઓએ ભૂતોને હાંકી કાઢયાં, ઉપદેશ આપ્યો, ઈસુના નામમાં બીમાર લોકોને સાજા કર્યા વગેરે. આ બધા કાર્યો કરવા છતાં પણ તેઓને ઈશ્વર સ્વીકારતા નથી કારણ કે તેઓની પાસે ઈશ્વરની સંમુખના ગુપ્ત પવિત્ર જીવન કે જે પ્રથમ લાયકાત છે તેનો અભાવ હતો. તેઓ પોતાના તાલંતો અને ભેટોને જ સૌથી મહાન સમજતા હતા.