એક સરળ શુભ સંદેશ

written_by :   Zac Poonen categories :   Foundational Truths Seeker
Article Body: 

આ લેખમાં હું એ સમજાવા માગું છુ કે 'નવો જન્મ'

અથવા 'બચવાનોં' શું અર્થ છે.

આ અનુભવનું પહેલું પગથિયું પસ્તાવો છે. પરંતુ પસ્તાવો કરવા (પાપ થી ફરી જવું) માટે તમને પ્રથમ આ જાણવું જોઈએ કે પાપ શું છે. આજનાં સમયમાં પસ્તાવાનાં

વિષયમાં ખ્રીસ્તીઓમાં કંઈક જુઠી સમજ છે. કેમકે પાયાના વિષયની સમજ ખોટી છે.

પાછળનાં કેટલાક દશકાઓથી ખ્રીસ્તીપણાનું પ્રમાણ ઘણુ નીચુ ગયુ છે. કેટલાક પ્રચારકો દવારા 'શુભ સંદેશ' ને પ્રગટ કરવુ સત્ય મિશ્રત છે. લોકોને ફકત ઇસુ પર વિશ્વાસ કરવા માટે કહેવામાં આવે છે. પરંતુ ફકત ઇસુ પર વિશ્વાસ કરી લેવાથી કોઈપણ વ્યક્તી બચી જતો નથી કે તે જ્યાં સુધી પસ્તાવો ન કરો ! નવો જન્મ પામવો ખ્રીસ્તી જીવનનું ખાસ પાયો છે. જો તમે ખાસ પાયા વિના એક સારુ જીવન જીવશો તો તમારું ખ્રિસ્તીપણુ સંસાર નાં અન્ય ધર્મોની સમાન હોઈ શકે. કેમકે તેઓ પણ લોકોને સારુ જીવન જીવવા વિષે શિક્ષણ આપે છે. આપણે સારુ જીવન જીવવુ જોઈએ તે ચોખ્ખી વાત છે. પરંતુ આ ખ્રીસ્તીપણાનો ઉધભવ જાંખો છે. એ ખાસ પાયા નથી.

ખાસ પાયા શું છે? કે નવો જન્મ પામવો આપણ સર્વની શરુઆત અંહીથી હોવી જોઈએ.

'ફરીથી જન્મ લેવો' આ અભિવ્યક્તીનો ઉપયોગ ઇસુએ યોહાન 3.3 માં કર્યા. એ નિકોદેમસ ધાર્મિક ઉપદેશક, દેવ નુ ભય રાખનાર ધર્મી માણસ હતો, તો પણ ઇસુએ એને કહ્યુ. 'જો કોઈ માણસ નવો જન્મ પામ્યુ ન હોઈ, તો તે દેવનુ રાજ્ય જોઈ શકતું નથી. (યોહાન 3.3). એ પ્રકારે અમે જોઈએ છીયે કે જો તમે ભલા માણસ હોઈ શકો છો . પરતું દેવનાં રાજ્યમાં પ્રવેશ કરવા માટે તમને એક આત્મિક જન્મ પામવો જરૂરનું છે. ત્યારે ઇસુએ એને કહ્યુ કે (મરણ માટે વધસ્તંભ પર ચડાવશો અને જે કોઈ તેના પર વિશ્વાસ કરશો. તે અનંત જીવન પામશો. (યોહાન ૩:૧૮ ,૧૯). ઇસુએ એને એ પણ કહ્યું કે માણસોએ અજવાળાના કરતાં અંધારુ ચાહ્યુ, કેમકે તેઓનાં કામ ભૂંડો હતો. (યોહાન ૩:૧૯) પણ જે સત્ય કરે છે તે પોતાના કામ દેવથી કરાયા છે. એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે બચાવી લેવાશે. (યોહાન ૩: ૨૧) નવો જન્મ પામવા સારુ તમે અજવાળા પાસે આવવુ જોઈએ .

એનો અર્થ એ થયો કે દેવની સાથે નમ્ર સ્વભાવે પોતાના પાપ કબૂલ કરવૂ જરૂર છે. જો કે તમે કરેલા બધા પાપોને યાદ નથી રાખી શકતા. પરંતુ તમને યાદ છે તે કબૂલ કરીને એતો માનવુ પડશે કે હું પાપી છું.

પાપ એક મોટી બાબત છે. તમે તમારા જીવનમાં સર્વ પ્રથમ એક ભાગનેજ જોઈ શકો છો. એ ખરુ જેવી રીતે તમે એક મોટા દેશમાં ૨હો છો. પરંતુ તમે ફક્ત એક નાનકડા ભાગનેજ જોયો છે. જ્યારે તમે પાપની સભાનતામાં આવી જાઓ છો ત્યારે પાપથી ફરી જાઓ છો. તમે ધીરે ધીરે પાપના આખા દેશને પણ જાણી જશો, પણ ક્યારે કે તમે અજવાળામાં ચાલવાનું શરુ કરશો, તમે તમારા ઘણા પાપોને જોઈ શકશો ત્યારેજ તમે પોતાને વધુને વધુ પવિત્ર કરી શકશો. તમે હમેશા દેવની સાથે નમ્રતાથી ચાલવુ જોઈએ .

એક ઉદાહરણ :- તમે એવા એક ઘરમાં રહો છો કે તેમાં કેટલાક ઓરડા ખરાબ છે. અને તમે પ્રભુ ઈશુ ને તમારા ઘરમાં તમારી સાથે બેહે એવી ઇચ્છા રાખો છો. પરંતુ તે ખરાબ ઓરડામાં રહીજ નાં શકે એટલે તે એવુ કરશો કે તમને એક પછી એક ઓરડો સફાઈ કરવા મદદ કરે છે. આવી રીતે આખુ ઘર સફાઈ થઈ ગયુ છે. આ પ્રકારે અમે ખ્રીસ્તી જીવનમાં પવિત્રતામાં વધતા જઈએ છીએ.

એક વખતે પ્રેરિત પાઉલે હકથી એ જ્યાં કંઈ ગયો ત્યાં બધાજ લોકોનેં આ શુભ શંદેશ સંભળાવ્યો. દેવની આગળ પસ્તાવો કરવો તથા આપના પ્રભુ ઇસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦: ૨૧). તમારા જીવનમાં એક સારી પાયા ડાલને અને નવો જન્મ પામવા માટે બે બાબતો જરૂરની છે. દેવે પસ્તાવા સાથે વિશ્વાસ જોળયો છે. પરંતુ, વધુ કરીને ખ્રીસ્તી પ્રચારકોએ એને અલગ કરી નાખ્યા છે. આજકાલનાં સુવાર્તા પ્રચારમાં પસ્તાવાનો એમજ રહેવા દીધો છે. વધુમાં લોકોને ફ્ક્ત વિશ્વાસ જ પ્રચાર કરી રહ્યા છે. જો તમારી પાસે ફક્ત વિશ્વાસ એટલોજ હોઈ તો તમે નવો જન્મ પામી શકતા નથી. એ તો આ કહેવત જેવુ છે કે કોઈ એક સ્ત્રી પોતાની જાતેજ બાળક ઉત્પન્ન કરી શકતી નથી. ભલે તે કેટલો પણ પ્રયત્ન કરે કોઈ એક પુરુષ પણ પોતાની જાતેજ બાળક પામી શકતો નથી. એક બાળકને પેદા કરવા માટે સ્ત્રી અને પુરુષે સંબધ કરવો પડે છે. એ રીતે પસ્તાઓ અને વિશ્વાસ એક સાથે મળી જવાથી એક આત્મિક બાળક ઉત્પન્ન થાય છે એથી આપણાં આત્મામાં નવો જન્મ થાય છે. આ આત્મિક જન્મ શારીરિક જન્મની સમાન વાસ્તવિક થાય છે. એક જ ક્ષણમાં થઈ જાય છે. આ જન્મ ધીરે ધીરે નથી હોતુ.

નવા જન્મ માટે મહિનાંઓથી તૈયારી થઈ શકે છે. એના જેવું કે શારીરિક જન્મ માટે કેટલાક મહિનાંઓથી તૈયારી થાય છે. પરંતુ નવો જન્મ એક ક્ષણમાં જ થઈ જાય છે. કેટલાક ખ્રિસ્તીઓ પોતાનાં નવા જન્મની તારીખ નથી જાણતો , મેં પણ તમારા નવા જન્મની તારીખ નથી જાણતુ. પરંતુ જેવુ કે કોઈક વ્યક્તી પોતાની જન્મ તારીખ નથી જાણતી હોતી એ કોઈ ભયાનક વાત નથી- ત્યારે એ જે કોઈ વ્યક્તી જીવતી તો છે જ! આ રીતો મહત્વપૂર્ણ આ બાબત સ્વભાવિક જાણવુ જોઈએ કે આજે શું તમે ખ્રિસ્તમાં જીઓ છો? અમે કહીયે છીયે કે દેવની પાસે પહોંચવાનોં માર્ગ ફક્ત ઇસુ છે. શું તમારાં વિચારમાં શંકા છે?

એનો જવાબ હું એક ઉધાહરણ દ્વારા આપવા માંગુ છું. કોઇ એક વ્યક્તી જેણે પોતાનાં બાપને કોઈ દિવસ જોયો નથી (એનો ફોટો બી નથી) તે નથી જાણી શકતો કે મારો બાપ કેવો દેખાય છે. એજ રીતે અમે પણ જેને કદી જોયો નથી તેના વિષયમાં તેની નજીક પહોંચવાનોં માર્ગ નથી જાણી શકતા, પરંતુ ઈસુ ખ્રિસ્ત જે દેવ તરફ થી આવ્યો ફક્ત તે છે કે જે અમને દેવની પાસે જવાનો માર્ગ બતાવી શકે છે, એને કહ્યુ 'માર્ગ હું છું: મારા આશ્રય વિના બાપની પાસે કોય પહોંચી શકતુ નથી.'' (યોહાન ૧૪:૬) જ્યારે અમે ઈસુનાં દાવાની બાબતમાં વિચારીએ છીએ કે દેવ બાપની પાસે પહોંચવાનોં એજ માર્ગ છે. તો અમને એ કહેવુ પડશે કે એણે જે કહ્યુ તે સાચુ છે. અથવા એ જૂઠો અને ઠોકર ખવડાવનાર હતો. આ કહેવાની હિમ્મત કોણ કરી શકે કે એ જુઠો અને ઠોકર રૂપ હતો? ફક્ત આટલુ કહી દેવુ બસ નથી. તે (ઇસુ) માત્ર એક સારી વ્યક્તિ અથવા પ્રબોદક હતો. નાં. તે પોતે દેવ છે. માત્ર સારી વ્યક્તી નથી. જો તે જુઠો અને ઠોકર આપનાર હોત તો હોઈ શકે તે સારી વ્યક્તી ન હોત! એ માટે અમે અંતે આ મુળ અર્થમાં કહી શકીએ છીયે કે ઇસુ મનુષ્ય સ્વરૂપમાં ખરેખર દેવ હતો.

બધા સત્યો શંકાસ્પદ વિચારનાં છો. ગણિતમાં ૨+૨ હમેશા ૪ થાય છે. અમે ૩ અથવા ૫ને બરાબર છે એવુ માની લેવાથી અમે વધારે સમજદાર નથી બની શકતા. અંહી અમે ૩.૪૪૪નો જવાબ પણ સ્વીકારી શકતા નથી. જો અમે સત્યને સાચુ ખોટુ પણ સ્વીકારી લઈએ તો અમારો ગણિતનો હિસાબ ખોટો પડશે. એ પ્રકારે અમે જાણીએ છીએ કે પૃથ્વી સૂર્યનો ચારો તરફ ફરે છે. જો અમે ક્યેક 'વધારે સમજદાર' હોવાનુ વિચારીને કોય એવી ધારણા (સિદ્દાન્ત) ને સ્વીકારી લઈએ એને તે કહે કે સૂર્ય પણ પૃથ્વીની ચારો તરફ ફરે છે. તો અમારે ખગોળશાસ્ત્રનો હિસાબ ખોટો થઈ જશે. આ પ્રકારે રસાયણ શાસ્ત્રમાં H2O પાણી હોય છે અમે વધારે સમજદાર બનીને એવુ ન કહી શકીએ છે કે

H2O મીઠાનો ભાગ હોય છે. એ પ્રકારે અમે જોઈએ છીએ કે સત્ય દરેક ક્ષેત્રમાં સંપૂર્ણ હોય છે. વધારે સમજદારી ગણિત, ખગોળશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં ગંભીર ત્રાર્ટિય લાવી શકે છે. અને દેવનાં સત્યને જાણવાનાં વિષયમાં પણ ભૂલ થઈ શકે છે.

બાઇબલ શીખવે છે કે બધા મનુષ્ય પાપી છે. અને ઇસુ પાપીઓના માટે મરણ પામ્યા. એ માટે કે આપણે એક 'ખ્રિસ્તી બનીને જઈએ, તો તે આપણા પાપોને માફ નહી કરે, કેમકે તે ખ્રિસ્તીઓ માટે મરણ પામ્યા નથી. તે તો પાપીઓને સારું મરણ પામ્યા. ફક્ત એવી વ્યક્તિ પાપની માફી પામી શકશો કે જે ઇસુની પાસે આવીને કહે છે. 'પ્રભુ હુ એક પાપી છું.' આપણે કોઈ ધર્મના સભ્યનાં રૂપમાં ઇસુની પાસે આવીને માફી નથી મેળવી શકતા. કેમકે તે પાપીઓને સારું મરણ પામ્યો. જો આપણે પાપી છીયે એ સમજીને ઇસુની પાસે આવિશું તો જરૂર આપણા પાપ માફ કરવામાં આવશો.

આપણ સર્વને એવુ જાણવું સરળ છે કે અમે પાપી છીએ. કેમકે દેવે અમને હદય આપ્યુ છે. બાળકોનું હદય અતી કાર્યરત હોય છે. કઈંક ખોટી બાબતોને જલ્દી થી પકડી પાડે છે. પરંતુ બાળક જયારે મોટું થાય છે ત્યારે તેનું હદય કઠોર અને મંદ બની શકે છે. કોઈક 3 વર્ષનુ બાળક જયારે મોટું થાય છે ત્યારે તેનું હદય કઠોર અને મંદ બની શકે છે. જો કોઈક 3 વર્ષનુ બાળક જૂઠુ બોલે છે. તેનો ચહેરો દોષિત દેખાય છે. કેમકે એનું હદય ગુનેગાર છે. પણ ૧૫ વર્ષ પછી સ્થિર હાવ ભાવ સાથે જુથ બોલી શકે છે. કેમકે એણો સત્યતાનાં અવાજને સાંભળવા હદયને બહેરુ કરી મારી નાખ્યુ છે. બાલ શિશુનાં પગનાં તળીયા એટલા નરમ હોય છેકે પાંખ સ્પર્શ થાય તો યે અસર કરે છે. પરંતુ પુખ્તવયનાં લોકોનાં પગતળીયા એટલા કઠણ હોય છે કે એને એક અણી દાર પિન ફક્ત મારવાથી કંઈ અસર થતી નથી. જ્યાં સુદી એને દબાવીને ગુસાડવામાં ન આવે, આવુ થાય છે એમના હદયને પણ જેમતે મોટા થતા જાય છે. હદયમાં એ અવાજ છે જેને દેવે અમારામાં વસાવ્યો છે. તે અમને આ બતાવે છે કે અમે (પ્રમાણિક) પ્રાણી છે. એ અમને સમજાવે કે સત્ય શું અને ખોટુ શું છે. એટલા માટે આ દેવે આપેલુ અજબનું વરદાન છે. ઇસુએ એને "હદયની આંખ" કહ્યુ (લૂક ૧૧.૩૪). જે અમે આ આંખોને ન સંભળીએ તો એક દિવસ અમે આત્મિક આંધળા થઈ જઈશુ. સત્યતાની અસર ને નજર અંધજ કરવું એટલું ખતરનાક થઈ શકે છે કે જે આપણી આંખોમાં દુળનાં અણુઓ પ્રવેશવા બરાબર છે.

એક દિવસ આપણે આત્મિક રીતે પૂરેપૂરા આંધળા બની જઈશું.

જ્યારે બાળશિશુ નો જન્મ થાય છે એનાથી કોઈને કોઈ ધર્મ હોતો નથી, તે બધા સમાન હોય છે. બે વર્ષ પછી પણ તે એવાજ રહે છે. મનગમતુ, પરંતુ જેમ જેમ સમય એના માતાપિતા જુદા જુદા ધર્મ તરફ વાળી દે છે. એવી રીતે તે વિભિન્ન ધર્મોમાં વહેંચાય જાય છે. ૯૦ ટકાથી વધારે બાબતોમાં કોઈ વ્યક્તીનો ધર્મ એવો હોય છે જે તેના માતાપિતા એના માટે પસંદ કરે છે. પરંતુ દેવ અમને વિભિન્ન ધર્મનાં માણસો છે એવી રીતે નથી જોતા તે આપણા સર્વને પાપીઓ છે એવી રીતે જુએ છે. ઈસુ સ્વર્ગમાંથી પૃથ્વી પર સમસ્ત માનવ જાતના પાપોને માટે પ્રાણ આપવા આવ્યા. તે એવુ સમજનારા માટે નથી આવ્યા કે તે માની લે છે કે હું પાપી છું. હું દેવ ની ઉપસ્થીતિમાં પ્રવેશ કરવાને યોગ્ય નથી. તમારુ હદય તમને બતાવે છે કે તમે એક પાપી વ્યક્તિ છો. એ માટે ઇસુ પાસે આવીને એવુ કહેવું કઠણ શું છે કે " પ્રભુ હું એક પાપી છું. મેં મારા જીવનમાં ઘણી ખોટી વાતો કરેલી છે. "

એક પ્રશ્ન કોઈ આ પૂછી શકે છે કે " કેમ કે એક સારો દેવ અમારા પાપોને નજર અંદાજ કરીને અમને માફ નથી કરી શકતો. એના જેવું કે એક પિતા કરે છે? જો કોય પુત્ર કિમતી વસ્તુને ફોડી નાખે અથવા (ખોઈ દે) તો આ બાબતના લીધે તે દુખી થાય અને એના પિતા પાસે માંફી માંગે તો એના પિતા એને માફ કરી દેશો. પરંતુ આ હિસ્સો નૈતિક મુદ્દો નથી. જો અમારા બધા પાપ આ કિલ્યાનિ સમાન હોત તો દેવ અમને તરતજ ક્ષમા કરી દેતા. પરંતુ પાપ કંઈ આ બાબત ની જેવા નથી હોતા, પાપ એક ગુનો છે.

જે કોઇ એક વ્યક્તિ ન્યાયાલયમાં ન્યાયાધીશ હોય અને એનોજ દીકરો ઊભો હોય કે જે કોઈંક કારણસર ગુણનો આરોપ મુકાય હોય તો શું તેને એવુ કહી શકે કે "દીકરા હું તને પ્રેમ કરું છું, હું તને માફ કરી દઉ છુ. તને સજા નહીં આપું ?" એક દુનિયાનોં ન્યાયાધીશ તેની ન્યાયની થોડી ઘણી અનુભૂતી હોત કોઈ દિવસ એવુ નહીં કરશો. ન્યાયની આ અનુભૂતિ જે અમને સર્વને છે સર્વશક્તિમાન દેવના સિધ્ધ ન્યાયની એક થોડેકે ભાગ એ. જેના સ્વરૂપમાં આપણ સર્વને બનાવ્યો છે એટલે જ્યારે અમે કંઈ ગંભીર ભૂલ કરીએ છીએ દેવ ન્યાયાધીશ છે. એ અમને કહેશો 'હું તને ખૂબજ પ્રેમ કરું છું. પરંતુ તે એક ગુનો કર્યો છે એટલા માટે તને સજા આપવી પડશે." એ ન્યાયાલય માં, ભલે પુત્ર એના ગુના માટે કેટલો ખેદ પ્રગટ કરે, ન્યાયાધીશ હોવાને કારણે એનો પિતા એને સજા આપવી પડશેજ. ચાલો આપણે માની લઈએ કે એના દીકરાએ બેંક ને લૂટી છે. એનો પિતા કાયદા અનુસાર એને દશ લાખ રૂપિયા દંડ કરવાની સજા ફટકારે છે. બિચારા છોકરા પાસે દંડ ભરવાને માટે આટલી રકમ નથી. એને જેલમાં જવું પડશે ત્યારે એનો પિતા ન્યાયાધીશની ખુરશી પર થી નીચે ઉતરી આવે છે. ન્યાયાધીશનો પહેરવેશ ઉતારે છે અને નીચે આવી જાય છે. એની અંગત એક બુક કાઢે છે અને દશ લાખ રૂપિયાનો ચેક લખે છે. (તે તેની જીવનભરની બચત છે.) અને તેના પુત્રને તે ચેક આપે છે. કારણ કે તે દંડની રકમ ભારે, શું એનો દિકરો પિતા પ્રેમ નથી કરતો એવુ દોષ મૂકી શકે? નાં, એને ન્યાયાધીશનું કર્તવ્ય પૂરુ નથી કર્યું એવુ દોષ પણ કોઈ ન મૂકી શકે. કેમકે કાયદા અનુસાર એનાં દિકરાને પૂરેપૂરી સજા ફટકારી હતી. એના જેવીજ બાબત દેવે અમારા માટે પણ કરી. એક ન્યાયધીશ હોવાને કારણે એને આપણ સર્વને ગુનેગાર કરાવ્યા કે. પાપને કારણે અમ સર્વને વેટવું પડશે, પછી એક મનુષ્યનાં રૂપમાં ઉતરી આવ્યા અને તે સજા પોતે લઈ લીધી.

બાઈબલ અમને શીખવે છે કે દેવ એક છે. તે ત્રણ વ્યક્તિત્વમાં રાખે છે. પિતા, પુત્ર અનર પવિત્રાત્મા જો દેવ્માત્ર એકજ વ્યક્તી હોત તો, તે સ્વર્ગ છોડીને પૃથ્વી પર ન ઉતરી હોત, અને ઇસુનાં વ્યક્તિત્વને ધારણ ન કર્યું હોત,? પછી વિશ્વને કોણે સંભાલન કર્યું હોત? પરંતુ ખરેખર દેવ ત્રણ વ્યક્તિત્વમાં અસ્તિત્વ છે. પુત્ર પૃથ્વી પર આવી શક્યો અને એનો પિતા સ્વર્ગમાં ન્યાયાધીશ છે. એની સામે અમારા પાપોને કારણે મરણ પામ્યો, કેટલાંક ખ્રીસ્તી લોકોને "ફક્ત ઈસુના" નામમાં બાપ્તિસ્માં કરે છે. તેઓ કહેતા હશે કે દેવત્વમાં ફક્ત એકજ વ્યક્તી છે-ઇસુ. આ એક ભયંકર ભૂલ છે. ૧ યોહાન ૨:૨૨ કહે છે કે જો પિતા અને પુત્રનો નકાર કરે છે તેનામાં ખ્રીસ્ત વિરોધી આત્મા છે. કેમકે એવું કરવાથી એ નકાર કરે છે ઇસુ ખ્રીસ્ત મનુષ્ય દેહમાં આવ્યો, એની માનવી ઈચ્છાનો નકાર કરુઓ, પિતાની ઈચ્છાને પૂરી કરી અને પોતેજ અમારી પાપોની સજા પિતાની આગળ લી લીધી. (૧ યોહાન ૪:૨,૩)

ઇસુ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે તે પૂરેપૂરા દેવ હતા અને પૂરેપૂરા મનુષ્ય હતા. જ્યારે ક્રૂસ પર મરણ પામિયા, એણે આખો માનવા જાતનાં પાપોની સજા સધાકાલિક દેવથી અલગ પાડી દેવાની છે. અને જ્યારે ક્રૂસપર ઈસુને જડવામાં આવ્યા, આ પ્રકારે છુટા પડવા ભયંકર દુખ છે. જેને કોઈંક માનવી અનુભવી શકે?

વિશ્વમાં નરક એવી જગ્યા છે જેઓ દેહેવા દીદી છે. દેવ ત્યાન નથી એના કારને નકર્માં બધા પ્રકારની દુષ્ટતા શૈતાન દ્વારા પ્રગટ થાય છે. તે દુષ્ટતા એ માણસોને સ્થિતિને ભયંકર બનાવી દે છે. જે નકર્માં જાય છે તેઓને, ઈસુએ આ સજાનો અનુભવ કર્યો જ્યારે એ મને ક્રૂસ પર જડવામાં આવ્યા હતા. તે ક્રૂસ પર ૬ કલાક લટકી રહ્યા પરંતુ છેલ્લા ૩ કલાક દેવે તેનો ત્યાગ કરી દીધો, સૂર્ય અંધાર્યો અને ધરતી કંપી રહી હતી. સ્વર્ગમાં તેના પિતા સાથે નો સંબંધ ટૂટી ગયો હતો. પિતા ખ્રીસ્તનું શિર છે. (૧ કરી થી ૧૧:૩) અને જ્યારે ખ્રીસ્તને અલગ કરી દેવામાં આવ્યો, માથું અલગ કરી દીધા સમાન થયું. અમે એના દુઃખને પૂરેપૂરું નથી સમજી શકતા તેણે પોતે વેટ્યું હતું. જો ઇસુ માત્ર એક અબજ કાતીલો માટે ફક્ત એકજ મનુષ્યને ક્રૂસ પર ન ચડાવી શકાય પરંતુ ઈસુએ સજા એ કારણે લઈ શક્યા કેમકે તે અનંતકાળીક દેવ છે. ખરેખર તે અનંત છે. તે અનંતકાળની સજા ૩ કલાક માં લઈ લીધી. જો ઇસુ દેવ ન હોત, અને દેવ એને અમારા પાપનાં કારણે દંડ આપતા નો આ એક મોટા અન્યાયની વાત બનતી, દેવ એક વ્યક્તિનાં ગુનાનાં કારણે બિજીને સજા નહીં આપે. જો કદાચ એ વ્યક્તી એના ગુનાની સજા લેવા તૈયાર હોય તો પણ આપનો મિત્ર આપની સજા નથી લઇ શકતો અને આપણો જગ્યા પર લટકવામાં નહીં આવે એ તો અન્યાય કહેવાય. જો ઇસુ માત્ર નિર્મિત પ્રાણી હોય, અને મારા પાપોને કારણે સીધા કરવામાં આવી હોત તો એ મોટો અન્યાય થયો હોત.

એટલે આ ચોખ્ખું છે કે કોઈ પણ નિર્મિત પ્રાણી અમારી સજા ઉઠાવી ન શકે. ફક્ત દેવ એટલોજ એ સજા લઇ શક્તો હતો. કેમકે તે સૃષ્ટિનો ન્યાયકર્તા છે. અમને સજા આપવાનો એને અધિકાર છે. એને અમારી સજા પોતા પર લેવાનો પણ અધિકાર છે અનેજ્યારે તે તારનાર ઇસુનાં વ્યક્તિત્વમાં આ પૃથ્વી પર આવ્યા તો તો એમણે એક કર્યું.

ખ્રીસ્તી જીવનની પાયા બે મહાન સત્યો આધારિત છે. પહેલું. ખ્રીસ્ત માનવ જાત્માન પાપને કારણે મરણ પામ્યો, બીજું કે ત્રણ દિવસમાં મરેલામાંથી જીવી ઉઠ્યા. જો ખ્રીસ્ત મરેલાઓમાંથી જીવી ન ઊઠ્યા હોત તો કોઈ પ્રમાણ ન રહેતું કે તે દેવ છે. મરેલામાંથીજીવી ઉઠ્યો એ પ્રમાણ હતું જે એને કહ્યું હતું, તે સત્ય હતું. કોઈ પણ ધાર્મિક ગુરુઓ કદી એવું નથી કહ્યું સંસારના પાપ માટે મરી જાઉં છું. અને કોઈ ધાર્મિક ગુરુઓ મરેલામાંથી જીવતા ઉઠ્યા નથી જો કે વાસ્તવિકતા છે. ઇસુ ખ્રીસ્ત ને અલગ બનાવે છે. બધા ધર્મો અમને બીજાની ભલાઈ કરવાની તથા શાંતિનું જીવન જીવવાની શિક્ષા આપે છે, પરંતુ ખ્રીસ્તી વિશ્વાસનું અદ્વિતીય નીવ છે. ઇસુ ખ્રીસ્ત અમારા પાપોને લીધે મર્યો અને મરેલાઓમાંથી જીવી ઉઠ્યો. જે આ વાસ્તવિકતા ખ્રીસ્તીપણમાંથીનીકળી જાય તો ખ્રીસ્તીપણ અન્ય ધર્મો જેવીજ થશે. આપણે બધા દેવ માટે જીવવા સારું બનાવ્યા હતા, પરંતુ આપણે બધા પોતાના માટે જ જીવીએ છીએ. એ માટે જ્યારે આપણે દેવની પાસે આવીએ છીએ આપણે પસ્તાવા સાથે મેરની માફિક આવવું જોઈએ. અને એ વિશ્વાસ કરવો જોઈએ કે તે મરેલામાંથી સજીવન થયેલા છે. અને આજે પણ જીવીએ છે, કેમકે ઇસુ મરેલામાંથી જીવતા થયા છે, આપણે એની સાથે એવું થઇ શકીએ છીએ. એને વાતચીત કરી શકીએ છીએ.જ્યારે ઇસુ મરેલામાંથી જીવતા થયા છે આપણે એની સાથે એક થઇ શકીએ છીએ. એને વાતચીત કરી શકીએ છીએ. જ્યારે ઇસુ મરેલામાંથી જીવતા થયા, તે સ્વર્ગમાં ચડી ગયા, ત્યારે પવિત્ર આત્મા જે દેવત્વની ત્રીજી વ્યક્તિ છે પૃથ્વી પર આવી. પવિત્ર આત્મા ઈસુની સમાન એક વાસ્તવિક વ્યક્તી છે. તે પૃથ્વી પર એ સારું આવી કે આપના જીવનોને ઉપસ્થિતિ થી ભરર દે, જેથી આપણે પોતાને પવિત્રાત્માની અદીનમાં સોંપાઈ જઈએ તો તે આપણને પણ પવિત્ર બનાવી દેશે. જ્યારે પવિત્ર આત્મા તેની હાજ્રીમાન તમને ભરપૂર કરે છે, તો તમે પાપ ઉપર વિજયી જીવન જીવવા માટે મજબૂત થઇ જાવ છો. પેન્ટીકોસ્ટનાં દિવસે પવિત્રાત્મા આવ્યો તેના પહેલા કોઈ પણ વ્યક્તિ એવું જીવન નથી જીવી એના પહેલા તો મેં ફક્ત તેમના બાહ્ય જીવન ને સુધારી શકતા હતા. એમનું આંતરિક જીવન પાપથી હારી ગએલા પણ પરિવર્તન વગરનું હતું. જ્યારે પવિત્ર આત્મા અમારામાં તેની હાજરીથી ભરી દે છે ત્યારે દેવ પોતે તમારામા વાસ કરે છે અને આંતરિક રીતે પણ ધાર્મિક જીવન જીવવા માટે તમને મદદ કરે છે.

શુભ સંદેશનો ખાસ સંદેશ આ છે કે જ્યારે દેવ તમને માફ કરે છે ત્યારે તમે પૂરી રીતે શુધ્ધ થઇ શકો છો. અને ખ્રીસ્ત તેના આત્મા દ્વારા તમારામાં રહીને તમારા શરીરને દેવનું ઘર બનાવી શકે છે.

એક વખત હું એક ખ્રીસ્તી સાથે વાત કરતો હતો. તે સિગરેટ પી રહ્યો હતો. મેં એને પુછ્યું "શું તમે ચર્ચની પાછળ કોઈક વખત સિગરેટ પીધી છે?" એણે જવાબ આપ્યો "મેં કોઈ વખત એવું નથી કર્યું કેમકે ચર્ચની ઈમારત દેવનું ઘર છે. ચર્ચની ઈમારત નથી. તમે ક્યારેક ચર્ચની ઈમારત પાછળ વ્યાભિચાર નથી કરી શકતા શું? એવું કરી શકો છો? નાં, તમે ચર્ચની ઈમારત પાછળ ન જેવી વાતોને ઇન્તેર્નેત દ્વારા નથી દેખી શકતા, જ્યારે ખ્રીસ્ત તમારામાં વાસ કરે છે ત્યારે તમારું શરીર દેવનું ગહર હોય છે. એ માટે ચેતીને રહો છો. તમારા શરીરનાં અવયવોનો ઉપયોગ કેવી રીતે કરો છો. ધૂમ્રપાન, દારુ પીવા, શારીરિક નુકશાન થાય એવા પદાર્થોની સેવન થી અને તમારા મનમાં દુષ્ટ વિચારોને આવવ્વા દેવાની પરવાનગી જેવી ખરાબ આદતો ધીરે-ધીરે તમારા શરીર અને વિચારોને નષ્ટ કરી નાખશે.

ખ્રિસ્તી જીવન એક દોડ સમાન છે. જ્યારે અમે પાપથી ફરી જઈએ છીએ અને નવો જન્મ પામીએ છીએ ત્યારે અમે આ દોડની શરૂઆતના બિંદુ રેખાપર આવીએ છીએ ત્યારે એક મેરાથન દોડ શરુ થાય છે. અમારા જીવનનાં અંત સુધીની દોડ અમે દોડીએ અને દોડતા દોડતા જઈએ છીએ. પ્રત્યેક દિવસે અમે અંતિમ રેખાની નજીક નજીક થતા જઈએ છીએ અમે દોડવાનું બંદ કરવું ન જોઈએ.

એકા ઉદાહરણ : જ્યારે અમે નવો જન્મ પામી જઈએ છીએ અમે અમારી ઘરનાં પાયા નાખીએ છીએ એના પછી ધીરે-ધીરે વિશિષ્ટ ટાંચેને બનાવીએ છીએ. અને એમાં કેટલાક સ્થાન હોયે છે. આ સર્વોત્તમ જીવન હોય છે જેને તમે ક્યારે જીવી શકો છો કેમકે તમે ધીરે-ધીરે તમારા જીવનની દુષ્ટતા ને મારી નાખશો ને દરેક વર્ષ દેવના સમાન જાણતા જશો તો નવો જન્મ પામવા માટે તમને શું કરવું જોઈએ?

સૌ પ્રથમ, તમે આ માની લો કે હું એક પાપી છું. બીજાઓની સાથે તમારી સરખામણી ન કરો અને કલ્પનાથી શાંતી ન પામી લેશો કે હું બીજા કરતાંય સારો છું. પાપ એક પ્રાણદાતી જેર છે જે તેને તમે એક ટીપું પીઓ કે સો ટીપાં પીઓ, તમે ગમે તે હાલતમાં મારી જશો. એટલા માટે જો તમે ખ્રીસ્તમાં સારું જીવન જીવવાની શરૂઆત કરવા માંગતા હો તો એ માની લેજો કે હું સંસારનાં બધા ખરાબ પાપિયો કરતા સારો નથી. પછી તમારા જીવનના સર્વ યાદ આવતા પાપોથી ફરી જવાનો નિર્ણય લો.

પછી ખ્રીસ્ત પર વિશ્વાસ કરો, એટલે કે તમને પોતાને ખ્રિસ્તનો આધીન કરી દેવા અને ફક્ત એમના વિષયમાં વિચાર કરીને કંઇક વિશ્વાસ કરી લેવી એટલુજ નહી. તમે કોઈના આધીનમાં થવા વગર તેના ઉપર વિશ્વાસ બેસાડી શકશો. એક કન્યાને એના વિવાહનાં સમયે પૂછવામાં આવે છે." શું તમે આ પુરુષ માટે પોતાને સમર્પણ કારવા માગો છો? માની લેશો કે તે એવો જવાબ આપશો,' હું એવો વિશ્વાસ કરુણ છું કે આ એક સારો વ્યક્તી છે. પરંતુ મેં નાખી નથી કરી શક્તિ કે મારું પૂરેપૂરું જીવન અને ભવિષ્ય સમર્પણ કરી શકું કે નહીં' એવું હોય તો તે આ પુરુષ સાથે વિવાહ નથી કરી શક્તિ કેમકે તે એ વ્યક્તી પર વિશ્વાસ નથી કરતી. જ્યારે એક જવાન છોકરી વિવાહ કરે છે ત્યારે તેની સંપૂર્ણ જીવનની દિશા બદલાઈ જાય છે. તે પોતાના નામના છેલ્લા શબ્દોમાં પુરુષના નામથી બદલી કાઠે છે. તે પોતાના માતા-પિતાના ઘરને છોડીને પોતાના પતિ ની સાથે રહેવા જતી રહે છે. તે એવું નથી જાણતા કે તે ક્યાં રહેશે પરંતુ તે પોતાનું સંપૂર્ણ ભવિષ્ય તેણે સોંપી દે છે, એને તે વ્યક્તી પર વિશ્વાસ હોય છે. ખ્રીસ્ત પર વિશ્વાસ કરવાનું આજ ચિત્રણ છે.

શબ્દ 'મસીહી' (આદરયુક્ત રીતે કહે તો) નો અર્થ થાય છે 'મિસેસ મસીહ' મારી પત્નીએ મારા નામનો ઉપયોગ ત્યારેજ કર્યો કે તેણે મારી સાથે વિવાહ કર્યો. એના જેવું તમે ખ્રીસ્તનું નામ ત્યારે લઇ શકશો, પોતાને ખ્રીસ્તી કહી શકશો. જ્યારે તમારું લગન એની સાથે થતું હોય, જો કદાચ કોઈ સ્ત્રી મારી સાથે લગન કર્યા વિના નામ લે ને પોતાને એવું કહેવડાવે, 'મિસેસ જાકપુનેન' તો આ એક ખોટી વાત કહેવાય, આ પ્રકારે કોઈ પણ વ્યક્તી જો ખ્રીસ્ત સાથે વિવાહ કર્યા પોતાને ખ્રીસ્તી કહેવડાવે, તો જુઠું બોલે છે.

લગન કાયમ માટે થાય છે. કંઈ થોડાક દિવસો પુરતું નથી. એજ પ્રમાણે એક ખ્રીસ્તી થવું પણ જીવન ભરનું સમર્પણ છે. ખ્રીસ્ત પ્રત્યે સંપૂર્ણ સમર્પણ નો અર્થ એ નથી કે તમે પૂરી રીતે સિધ્ધ થઇ ચુક્યા છો. જ્યારે કોઈ કન્યા વિવાહ કરે છે તો એવી પ્રતિજ્ઞા નથી કરતી કે એ જીવન માં કોઈ પણ ભૂલ નહીં કરે, એ કેટલીક ભૂલો કરશો પરંતુ એનો પતિ એનો માફ કરી દેશો પરંતુ એ એવી પ્રતિજ્ઞા કરે છે કે તે એના પતિ સાથે કાયમ માટે રહશે. ખ્રીસ્ત સાથે અમારા સંબંધનું આજ ચિત્રણ છે.

આગલું કદમ તમારે લેવાનું છે તે એ છે બાપ્તિસ્માં લેવું જે તમારા માટે આવશ્યક છે. બાપ્તિસ્માંલેવું એક વિવાહનું પ્રમાણપત્ર લેવા સમાન છે. તમે પ્રમાણપત્ર લીધું એટલે લગન થઇ ગયું એવું નથી. ફક્ત બાપ્તિસ્માં લેવા દ્વારા તમે ખ્રીસ્તી કહેવાડી શકો. એ ત્યારેજ થઇ શકે છે ત્યારે તમે લગન કરે એને પ્રમાણ પ્રાપ્ત કરી શકો છો. આ પ્રકારે જ્યારે તમે પોતાને ઇસુનાં હાથમાં સોંપી બેશો છો ત્યારે તમે બાપ્તિસમાં લઇ શકો છો. એના દ્વારા તમે સાક્ષી આપશો કે અમે અમારું જુનું જીવન છોડી દીધું કે એને ઈસુએ અમારા જીવનનાં તારનાર બનાવી લીધા છે.

સારા પતિ અનર પત્નીઓ અરસપરસ ઘણી વાતો કરે છે એટલે તમે પણ ઇસુ સાથે વાતો કરવી જોઈએ. જ્યારે દરરોજ તે બાયબલ દ્વારા વાત કરે તો સાંભળવી જોજો.

એક સારી પત્ની ક્યારે પણ એવું નહીં કરે કે તેનાથી પતિ નારાજ થાય. તે એના સાથે અંગતીમાં બધું કરવા વિચારશો. એક સાચો ખ્રીસ્તી પણ એવું નહીં કરે કે પોતાની ખ્રીસ્ત નિરાશ થાય. જે એવું ચલચિત્ર ન દેખે કે જેને જોવા ખ્રીસ્તને પસંદ નથી. તો એવું કી નહીં કરશો જે ઇસુ એની સાથે મળીને કરવા તૈયાર ન થાય. શું તમે એ ચોખ્ખી રીતે નક્કી કર્યું છે કે તમે નવો જન્મ પામ્યા છો? હાં. રોમ ૮:૧૯ ખે છે કે જ્યારે તમે નવો જન્મ પામી લો છો ત્યારે આત્માની સાથે પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવનાં છોકરા છીએ.

આ એક અજાયબ જીવન છે. કેમકે અમે એક એવા સર્વોત્તમ મિત્રની સાથે રહીએ છીએ જે અમને ફરી મળે છે. અમે ક્યારેય એકલા નહીં હોદયો. ઇસુ મારી સાથે સર્વ જગ્યાએ રહેશે. અમે ને અમારી મુશ્કેલીઓ નાં વિષે વાત કરી શકીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે એનો ઉકેલ લાવવામાં અમને મદદ કરે. આ એક એવું જીવન છે જેનાં આનંદની ભાર્પૂરી છે. જેને ઘબરામણ અને બીક નથી કેમકે અમારું ભવિષ્ય ઇસુનાં હાથમાં છે.

જો તમે નવી જન્મ પામવા ઈચ્છતા હોય તો હૃદયની નમ્રતા સાથે અત્યારે પ્રભુને આ કહો:

પ્રભુ ઇસુ, હું વિશ્વાસ કરું છું કે તમે દેવપુત્ર છો. હું એક પાપી છું જેની જગ્યા નરક છે. તમે મને પ્રેમ કરીને ક્રૂસ પર મરણ પામ્યા બદલ આભાર. હું વિશ્વાસ કરું છું કે તમે માંરેલાઓમાંથી સજીવન થયા અનર આજે અપન જીવિત છો. મેં મારા પાપી જીવનથી આ સમયે ફરી જાવા ઈચ્છું છું.

કૃપા કરી મારા બધા પાપો માફી આપો. અને પાપ પ્રત્યે મારામાં અરુચિ પેદા કરો. જો કોઈએ મારું ખોટું કર્યું હોય તેમને હું માફ કરું છું. પ્રભુ ઇસુ જીવનમાં આવો અને આજથી મારા જીવનનાં પ્રભુ બની જાવ.મને અત્યારે દેવનું બાળક બનાવી દો.

દેવનું વચન કહે છે જેટલાએ તેનો અંગીકાર અક્ર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે. તેટલાએ તેણે દેવના છોકરા થવાનો આદિકાર પામ્યો (યોહાન ૧:૧૨) પ્રભુ ઇસુ કહે છે "જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મુકીશ." (યોહાન ૯:૩૭)

તો તમે ચોક્કસ જાણી શકો છો કે તેણે તમને સ્વીકારી લીધા છે. ત્યારે તમે તેને આ કહેતાઓ આભાર માની શકો છો "પ્રભુ ઇસુ મને માફ કરવા અને મને સ્વીકાર કરવા બદલ આભાર. કૃપા કરી મને આત્માથી ભરી દો અને તમારા સામર્થ્ય આપો. આજથી હું ફક્ત તમને પ્રસન્ન કરવા ચાહું છું."

હવે તમે દેવનું વચન દરરોજ વાંચવું જોઈએ. જેથી તે તમને દરરોજ પવિત્ર આત્મા થી ભરી દે. તમે નવા જન્મ પામેલા અન્ય ખ્રીસ્તીઓ સાથે પણ સંગતી કરવી જોઈએ. આ રીતે તમે ખ્રીસ્તી જીવનમાં ઉન્નતી કરશો. અને પ્રભુ પાછળ ચાલવાનું સામર્થ્ય પામશો. અમે દેવને કહો કે તે તમને એક સારી મંડળીમાં લઇ જાય.

દેવ તમને ખૂબ આશીર્વાદ કરે.