Written by :   Zac Poonen Categories :   Knowing Disciples
WFTW Body: 

૧. પરમેશ્વર આપણને એવો જ પ્રેમ કરે છે જેવો પ્રેમ તેમણે ઈસુ પર કર્યો.

જેમ તેં મારા પર પ્રેમ રાખ્યો છે , તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે (યોહાન ૧૭:૨૩) . આ સૌથી મહાન સત્ય છે જે મેં બાઇબલમાં શોધી કાઢ્યું છે. જેણે મને અસલામત, હતાશ વિશ્વાસીમાંથી એક એવા વ્યક્તિમાં હંમેશને માટે બદલી નાખ્યો કે જે પરમેશ્વરમાં સંપૂર્ણ રીતે સલામત અને પ્રભુના આનંદથી ભરપૂર હોય. બાઇબલમાં ઘણી કલમો છે જે આપણને કહે છે કે પરમેશ્વર આપણને પ્રેમ કરે છે, પણ ફક્ત આ જ એ કલમ છે કે જે આપણને એ હદ સુધીનો પ્રેમ જણાવે છે કે -જેટલો તેમણે ઈસુને પ્રેમ કર્યો, તેટલો જ. જે રીતે આપણા સ્વર્ગીય પિતા તેમના કોઈપણ દીકરાને પ્રેમ કરવામાં કોઈ પક્ષપાત રાખતા નથી, તે ચોક્કસપણે આપણાં માટે, એટલે તેમના પુત્રો માટે, જેમ તેમણે તેમના જયેષ્ઠ પુત્ર ઈસુ માટે કર્યું, તેમ બધું જ કરવા ચાહે છે. જેમ તેમણે ઈસુને મદદ કરી તેમ તે આપણી પણ મદદ કરશે. તેમણે જેટલી સંભાળ ઈસુની રાખી હતી તેટલી જ સંભાળ આપણી પણ રાખશે. તેમણે જેટલી રૂચિ ઈસુના જીવનનું આયોજન કરવામાં લીધી હતી તેટલી જ રૂચિ તે આપણા દૈનિક જીવનની વિગતોનું આયોજન કરવામાં પણ લેશે. આપણી સાથે ક્યારેય એવું કંઈ ન થઈ શકે કે જે પરમેશ્વરને આશ્ચર્યમાં મૂકે. તેમણે પહેલેથી જ દરેક ઘટનાને માટે આયોજન કરેલું છે. તેથી હવે આપણે અસલામત થવાની જરૂર નથી. આપણને પૃથ્વી પર ઈસુના જેવા જ સ્પષ્ટ હેતુ સાથે મોકલવામાં આવ્યા છે. આ સર્વ તમારા માટે પણ સાચું જ છે - પણ ફક્ત ત્યારે જ, જો તમે તેનો વિશ્વાસ કરો. જે કોઈ પરમેશ્વરના વચનો પર વિશ્વાસ કરતો નથી તેના માટે તે કંઈ જ કાર્ય કરતું નથી.

૨. પરમેશ્વર પ્રામાણિક લોકોમાં આનંદીત થાય છે.

"જેમ તે પ્રકાશમાં છે , તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ , તો આપણને એકબીજાની સાથે સંગત છે" (યોહાનનો ૧લો પત્ર ૧:૭) . પ્રકાશમાં ચાલવાનો સૌપ્રથમ અર્થ એ છે કે આપણે પરમેશ્વરથી કંઈ જ છુપાવતા નથી. આપણે તેમને બધું જ જેમ-છે-તેમ પૂરેપુરી ચોક્કસાઇથી કહીએ છીએ. મને ખાતરી થઈ ગઇ છે કે પરમેશ્વર તરફનું પહેલું પગલું પ્રામાણિકતા છે. જેઓ નિખાલસ નથી તેઓને પરમેશ્વર ધિક્કારે છે. ઈસુ બીજા કોઈપણ કરતા વધારે ઢોંગીઓની વિરુદ્ધ બોલ્યા. પરમેશ્વર સૌપ્રથમ આપણને પવિત્ર કે સંપૂર્ણ બનવા માટે કહેતા નથી પરંતુ પ્રામાણિક બનવા માટે કહે છે. અહીથી જ ખરી પવિત્રતાઈની શરૂઆત છે. અને આ ઝરણામાંથી જ બીજું બધું વહે છે. અને જો આપણામાંના કોઈપણ માટે એક કામ કે, જે કરવું ખરેખર ખૂબ જ સરળ છે, તો તે પ્રામાણિક બનવાનું છે. તેથી, તરત જ પરમેશ્વર સમક્ષ પાપ કબૂલ કરો. પાપી વિચારોને "ઉચિત" નામોથી સંબોધવા નહીં. એવું ન કહો કે "હું ફક્ત પરમેશ્વરની રચનાની સુંદરતાના વખાણ કરી રહ્યો હતો" કે જ્યારે તમે ખરેખર તમારી આંખોથી વ્યભિચારની લાલસા કરી હતી. "ગુસ્સા" ને "ન્યાયી આક્રોશ" કહેશો નહીં. જો તમે અપ્રમાણિક છો તો તમે ક્યારેય પાપ ઉપર વિજય મેળવી શકશો નહીં. અને "પાપ" ને ક્યારેય "ભૂલ" કહેશો નહીં, કારણ કે ઈસુનું લોહી તમને તમારા બધા જ પાપોથી શુદ્ધ કરી શકે છે, પણ તમારી ભૂલોથી નહીં!! અપ્રમાણિક લોકોને તે શુદ્ધ કરતાં નથી. ફક્ત ઈમાનદાર લોકો માટે જ આશા છે. "જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહિ" (નીતિવચનો ૨૮:૧૩) . ઈસુએ કેમ એવું કહ્યુ હતું કે ધાર્મિક આગેવાનો કરતાં વેશ્યાઓને અને ચોરોને દેવના રાજ્યમાં પ્રવેશવાની વધારે આશા છે (માથ્થી ૨૧:૩૧). કારણ કે વેશ્યાઓ અને ચોરો પવિત્ર હોવાનો ઢોંગ કરતા નથી. ઘણા યુવાનો મંડળીઓમાં જતાં હટી જાય છે કારણ કે મંડળીના-સભ્યો તેમને એવી છાપ આપે છે કે જાણે તેઓ પાસે કોઈ વ્યક્તિગત સંઘર્ષ જ નથી. અને તેથી તે યુવાનો એવું વિચારે છે કે, "તે પવિત્ર લોકોનું ટોળું ક્યારેય અમારી સમસ્યાઓ સમજશે નહીં!!" જો આ બાબત આપણા માટે સાચી હોય, તો આપણે ખ્રિસ્તના જેવા નથી કારણ કે તેમણે તો પાપીઓને પોતાના તરફ ખેંચ્યા.

૩. પરમેશ્વર ખુશીથી આપનારમાં આનંદીત થાય છે.

"ખુશીથી આપનારને દેવ ચાહે છે" (૨ કરિંથીઓ. ૯:૭) . આ જ કારણ છે કે પરમેશ્વર માણસને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે - તારણ પામ્યા પહેલા અને પછી પણ, અને પવિત્ર-આત્માથી ભરપૂર થયા પછી પણ. જો આપણે પરમેશ્વરના જેવા હોઈશું, તો આપણે બીજાઓને નિયંત્રિત કરવાનો કે તેમના ઉપર દબાણ કરવાનો પ્રયત્ન કરીશું નહીં. આપણે તેમને આપણાથી ભિન્નતા રાખવાની, આપણાથી અલગ મંતવ્યો ધરાવવાની અને પોતાની ગતિએ આત્મિક વૃદ્ધિ પામવાની સ્વતંત્રતા આપીશું. કોઈપણ પ્રકારે ફરજ પાડવી એ બધું જ શેતાન તરફથી છે. પવિત્ર-આત્મા લોકોને ભરે છે, જ્યારે દુષ્ટાત્માઓ લોકોને કબ્જે કરે છે. અહિ તફાવત એ છે કે: જ્યારે કોઈપણને પવિત્ર-આત્મા ભરપૂર કરે છે, તો તે હજુ પણ તે વ્યક્તિ પોતે જે-ચાહે-તે કરવાની સ્વતંત્રતા આપે છે. પરંતુ જ્યારે દુષ્ટાત્માઓ લોકોને કબ્જે કરે છે ત્યારે તેઓ તેમની સ્વતંત્રતા લૂંટી લે છે અને તેમને નિયંત્રિત કરે છે. આત્માથી ભરપૂર થવાનું ફળ આત્મસંયમ છે (ગલાતીઓ. ૫:૨૨,૨૩). જોકે દુષ્ટાત્માનો-કબ્જો, પરિણામે આત્મસંયમ ગુમાવવું છે. આપણે અવશ્ય યાદ રાખવું જોઈએ કે આપણા દ્વારા જે પણ કામ પરમેશ્વર માટે કરવામાં આવે છે તે ખુશીથી, આનંદપૂર્વક, મુક્તપણે અને સ્વૈચ્છિક રીતે કરવામાં આવતું હોય તો તે મૃત કાર્ય છે. પરમેશ્વર માટે કરેલું કોઈપણ કામ ઈનામ માટે અથવા પગાર માટે કરેલું હોય તો તે પણ મૃત કાર્ય છે. પરમેશ્વરને લાગેવળગે છે ત્યાં સુધી, જો બીજાના દબાણ હેઠળ પરમેશ્વરને આપવામાં આવેલ કોઈપણ પૈસાની કાંઈ જ કિંમત નથી!! ફરજ પાડતા કરેલા મોટા કામો અથવા ફક્ત આપણાં અંતઃકરણમાં હળવાશ અનુભવવા કરેલા મોટા કામો, કરતા પરમેશ્વર માટે ખુશીથી કરેલા નાનાં કામને પણ પરમેશ્વર વધારે મહત્વ આપે છે.