WFTW Body: 

અહીં મારી એક કહેવત છે: "એક જ્ઞાની માણસ બીજાની ભૂલોમાંથી શીખશે. એક સામાન્ય માણસ પોતાની ભૂલમાંથી શીખશે. પણ મૂર્ખ પોતાની ભૂલોમાંથી પણ નહીં શીખે."

એક પિતા તરીકે, મેં અન્ય પિતાઓની ભૂલોનું નિરીક્ષણ કરેલું તેમાંથી શીખવા માંગતો હતો. અને મેં મારી જાતને પૂછ્યું કે મારા પુત્રો અનુસરે તે માટે કેવા પ્રકારનો નમૂનો મારે આપવો જોઈએ. હું આશા રાખું છું કે તે આ જ છે: પ્રથમ ઈશ્વરના રાજ્યની શોધવું અને આપણા જીવનના અંત સુધી તમામ લોકો પ્રત્યે ઉચિત પ્રેમમાં ટકી રહેવું.

જ્ઞાનનો અર્થ એ છે કે ઉપદ્રવી લોકોથી ખાસું અંતર રાખવું - અને જ્ઞાને તમારા પ્રેમનું સંચાલન કરવું જોઈએ. તમારી પેટ્રોલ ટાંકી (તમારું હૃદય) પ્રેમથી ભરેલી હોવું જોઈએ, પરંતુ જ્ઞાન ડ્રાઈવરની સીટ પર હોવું જોઈએ. નહિંતર, માનવ પ્રેમ ઘણી મૂર્ખ બાબતો કરી શકે છે. તમારો પ્રેમ "વિવેકબુદ્ધિ (જ્ઞાન )થી ભરપૂર હોવો જોઈએ" (ફિલિપી 1:9). તમારે ક્યારેય કોઈને ધિક્કારવું જોઈએ નહીં અથવા કોઈની સાથે અસભ્ય વર્તન કરવું જોઈએ નહીં. જેઓ તમને સલામ નથી કરતા તેમને સલામ કરો. દરેક સમયે બધા માણસો સાથે આદરપૂર્વક વાત કરો (જેમ 1 પિતર 2:17 માં કહેવામાં આવ્યું છે). જેઓ તમારી સાથે ખરાબ વ્યવહાર કરે છે તેમની સાથે સારા બનો.

જ્યારે ફરોશીઓ ઈસુને “બાલઝબુલ” કહેતા, ત્યારે તેમણે તેઓને માફ કર્યા (માથ્થી 12;24,32). જ્યારે તેઓ તેમને ન્યાયસભામાં ખેંચી લાવ્યા અને ત્યાં તેમના પર ખોટો આરોપ મૂક્યો, ત્યારે તેમણે ક્યારેય તેમને ધમકી આપી ન હતી, પરંતુ પોતાને પિતાને સોંપી દીધા (1 પિતર 2:23). આપણે ઈસુના પગલે ચાલવું જોઈએ.

તેથી જો કોઈ ફરોશી તમારા પર આરોપ મૂકે (અથવા એક દિવસ તમને કોર્ટમાં લઈ જાય), તો યાદ રાખો કે ઈસુએ શું કહ્યું હતું: "તમને બધા ધિક્કારશે... તેઓ તમને કોર્ટમાં ખેંચી જશે... પણ સાપના જેવા હોશિયાર તથા કબૂતરના જેવા સાલસ થાઓ…...ત્યારે તમારે શું બોલવું તે તે જ ઘડીએ તમને આપવામાં આવશે (જેથી તમારે ત્યાં મૌન રહેવાની જરૂર નથી!) ... લોકોથી ડરશો નહીં, કારણ કે પ્રગટ નહિ કરાશે એવું કઈ ઢંકાયેલું નથી... પરંતુ અંત સુધી જે ટકશે (બધાને પ્રેમ કરવામાં) તે જ તારણ પામશે... એવો સમય પણ આવશે જ્યારે તમને મારનારાઓ વિચારશે કે તેઓ ઈશ્વર ની સેવા કરી રહ્યા છે" (માથ્થી 10:16-30; માથ્થી 24:9-13; યોહાન 16: 2).

તેથી, હંમેશા:
(1) પહેલા ઈશ્વરના રાજ્ય અને તેમના ન્યાયીપણાને શોધો.
(2) હંમેશા અન્યો પ્રત્યે ઉચિત પ્રેમમાં મૂળ નાખેલા અને પાયો નાખેલા રહો.

ખ્રિસ્તી જગતમાં દરેક જૂથ તેમના બાઇબલ ધરાવે છે અને કહે છે, "અમે સાચા છીએ. ઈશ્વર અમારી સાથે છે." તેમાંથી કોણ સાચું છે? મને ઈશ્વર તરફથી સ્પષ્ટ જવાબ મળ્યો: "ઈશ્વર તે લોકો સાથે છે જેઓ હંમેશા સત્ય બોલે છે (ભલે તે તેમની પોતાની વિરુદ્ધ હોય) અને જેઓ હંમેશા અન્યો પ્રત્યે ઉચિત પ્રેમમાં રહે છે (એટલે ​​કે, જેઓ ક્યારેય કોઈ બીજાઓનું નુકસાન કરતા નથી અથવા એવું ઈચ્છતા નથી)."

તમે હંમેશા પહેલા ઈશ્વરના રાજ્યને શોધવામાં તમારું જીવન પસાર કરો. તેનો અર્થ એ છે કે તમારા અભ્યાસ અથવા કાર્યમાં સારું કરવું અને બતાવવું કે ખ્રિસ્તીઓ જીવનની પ્રામાણિકતામાં અને અન્યો પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ સાથે તમામ ક્ષેત્રોમાં સારું કરે છે.

મારી પાસે તમારા માટે થોડી સલાહ છે કે જ્યારે કોઈ તમારી કોઈપણ બાબતમાં ટીકા કરે ત્યારે શું કરવું. તમારા પોતાના બચાવમાં કંઈ ન બોલો.યશાયા 54:17 અનુસાર ઈશ્વરને પોતે તમારો બચાવ કરવા દો: "'તારી વિરુદ્ધ વાપરવા સારું ઘડેલું કોઈપણ હથિયાર સાર્થક થશે નહીં; અને ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરુદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ. તેઓનું ન્યાયીપણું મારાથી છે,' એમ ઈશ્વર કહે છે". મોટાભાગના લોકો સાથે બાબતોને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવો તે અર્થહીન છે. ઈશ્વર સર્વશક્તિમાન છે અને તેમનું સત્ય અગ્નિ જેવું છે જેને આપણા જેવા નબળા લોકો બચાવે એવી જરૂર નથી.