WFTW Body: 

નવા કરારમાં બે લોકો છે જેમણે કહ્યું, "મારી પાછળ આવો". કોઈ પણ જૂના કરારના પ્રબોધક ક્યારેય એમ કહી શક્યા નહીં કે મારી પાછળ આવો. તેમનું જીવન અનુસરવા માટે નમૂનારૂપ નહોતું. યશાયા કે મૂસાનું પણ નહીં; કોઈનું નહિ. તેઓ ફક્ત એટલું જ કહી શક્યા કે, "મારા દ્વારા ઈશ્વર શું કહે છે તે સાંભળો. આ ઈશ્વરના શબ્દો છે." પરંતુ તેમાંથી કોઈ પણ "મારા નમૂના પ્રમાણે ચાલો" એમ કહી શક્યા નહીં. મૂસાએ તેની પત્ની સાથે ઝઘડો કર્યો અને પોતાના પુત્રની સુન્નત ન કરીને ઈશ્વરનો અનાદર કર્યો. તેઓ બધાના જીવનો સારા નમૂનારૂપ નહોતા, પરંતુ તેઓ ઈશ્વરના વચનનો સચોટ રીતે પ્રચાર કરી શકતા હતા અને કહી શકતા હતા કે, "પ્રભુએ આમ કહ્યું." પરંતુ નવા કરારમાં, આપણે એમ નથી કહેતા કે, "પ્રભુએ આમ કહ્યું." આપણે ફક્ત એમ નથી કહેતા કે, "આવો અને ઈશ્વર શું કહે છે તે સાંભળો."

નવા કરારમાં, આપણે કહીએ છીએ કે, "આવો અને જુઓ કે ઈશ્વરે શું કર્યું છે," જે જૂના કરારના પ્રબોધકો કહેતા કે, "આવો અને ઈશ્વર શું કહે છે તે સાંભળો" તેનાથી અલગ છે. નવા કરારના પ્રબોધક કહે છે, "આવો અને જુઓ કે ઈશ્વરે મારા જીવનમાં શું કર્યું છે. આવો અને જુઓ કે ઈશ્વરે મારા પરિવારમાં શું કર્યું છે. આવો અને જુઓ કે ઈશ્વરે મારામાં શું કર્યું છે. હવે હું તમને ઈસુએ આપેલી આજ્ઞાનું પાલન કરવાનું શીખવવા માંગુ છું જેથી તે તમારા જીવનમાં પણ એવું જ કરી શકે. મારી પાછળ આવો."

બાઈબલમાં ઈસુ પહેલા વ્યક્તિ હતા જેમણે કહ્યું, "મારી પાછળ આવો." પછી આપણે પાઉલને એવું કહેતા વાંચીએ છીએ કે, "જેમ હું ખ્રિસ્તને [અનુસરનારો છું] તેમ તમે મને અનુસરનારા થાઓ" (કરિંથીઓને પહેલો પત્ર 11:1). તે ફિલિપીઓને પત્ર 3:17 માં આગળ કહે છે, "'ભાઈઓ, મારું અનુકરણ કરો, અને અમે જે નૂમનો તમારી આગળ મૂકીએ છીએ તે પ્રમાણે જેઓ ચાલનારા છે તેઓ પર લક્ષ રાખો. તમે તેમના નમૂનાને પણ અનુસરી શકો છો, કારણ કે હું ખ્રિસ્તને અનુસરી રહ્યો છું.” ખ્રિસ્ત એ એવા વ્યક્તિ જેવા છે જે 10,000 મીટર ઊંચા પર્વતની ટોચ પર ચઢ્યા છે. તે ટોચ પર પહોંચ્યા છે, અને આપણે તેમની પાછળ જઈ રહ્યા છીએ. પાઉલ કદાચ આપણાથી આગળ છે. કદાચ તે 3,000 થી 4,000 મીટર ઉપર ગયો છે. તે તેની પાછળના લોકોને કહે છે, "મારી પાછળ આવો." કદાચ હું ફક્ત 500 મીટર સુધી જ ગયો છું. હું એવા લોકોને કહી શકું છું કે "મારી પાછળ આવો," જેઓ હજુ પણ પર્વતના નીચાણ પર છે. હું મારાથી આગળ રહેલા બીજા લોકોના નમૂનાને અનુસરી શકું છું, જેઓ ખ્રિસ્તને શિખર સુધી અનુસરી રહ્યા છે. શિખર એટલે ખ્રિસ્તની સંપૂર્ણ સમાનતા. તે ધ્યેય છે. ધ્યેય એ નથી કે દુનિયાના બધા બીમાર લોકોને સાજા કરો, પરંતુ આપણા જીવનમાં સંપૂર્ણપણે ઈસુ ખ્રિસ્ત જેવા બનવું તે ધ્યેય છે, અને તેવા જીવનમાંથી સેવાકાર્ય ઉભરાશે.

આપણે આ સમજવાની જરૂર છે. ઈસુએ આપણને એવો આદેશ આપ્યો ન હતો કે જાઓ તેમણે જે સેવા કરી હતી તે જ સેવા કરવા માટે લોકોને કહો. જો તે સેવા વિશે વાત કરી રહ્યા હોય તો આપણે પાઉલને અનુસરી શકીએ નહીં. તે આપણને પ્રેરિતો બનવાનું કહેતા ન હતા. દરેક વ્યક્તિ પ્રેરિત કેવી રીતે બની શકે? દરેક વ્યક્તિ પાઉલની જેમ પ્રબોધક અથવા પ્રચારક કેવી રીતે બની શકે? પાઉલે કહ્યું, "મારા જીવનમાં મને અનુસરો. જે રીતે હું ખ્રિસ્તનું અનુકરણ કરું છું તેમ મારું અનુકરણ કરો." પ્રેરિત પાઉલ પણ ખ્રિસ્તની જેમ બધા બીમાર લોકોને સાજા કરવાના, પાણી પર ચાલવાના, અથવા 5,000 લોકોને પાંચ રોટલી વડે ખવડાવવાના સેવાકાર્યનું અનુકરણ કરી શક્યો નહીં. એવા સમયો હતા જ્યારે પાઉલે કહ્યું કે તે પોતે ભૂખ્યો હતો (કરિંથીઓને બીજો પત્ર 11:27). જ્યારે તેને જરૂર હતી, ત્યારે તે ઠંડીમાં ધ્રૂજતો હતો અને તિમોથીને તેના માટે ઝભ્ભો લાવવા કહ્યું હતું (તિમોથીને બીજો પત્ર 4:13). શરૂઆતના ખ્રિસ્તીઓએ ઘણી રીતે સહન કર્યું. જ્યારે તેમને સિંહો આગળ નાખવામાં આવ્યા ત્યારે તેઓ સુરક્ષિત ન હતા, પરંતુ તેઓ ઈસુને અનુસરતા હતા, જે ઈસુએ જયારે તેમને વધસ્તંભે જડવામાં આવ્યા ત્યારે રક્ષણનો ઈનકાર કર્યો હતો. તે તેમનું જીવન છે જેનું આપણે અનુસરણ કરવું જોઈએ. આપણે ઈસુના સેવાકાર્યને અનુસરી શકતા નથી.

આનું સ્પષ્ટ ઉદાહરણ એ છે કે તેમના સેવાકાર્યમાં જગતના પાપો માટે મરણ પામવાનો સમાવેશ થતો હતો. જગતમાં આપણે તે સેવાકાર્યને કેવી રીતે અનુસરી શકીએ? આપણે તે કરી શકતા નથી. તેથી, તેમના જીવનને જ આપણે અનુસરી શકીએ છીએ. આપણે ઈસુના જીવન અને તેમના સેવાકાર્ય વચ્ચે તફાવત સમજવાની જરૂર છે. એક વાક્યમાં ઈસુ કહી શક્યા કે તેમણે તેમના પિતાની ઈચ્છા પૂરી કરી - તેમના જીવન અને તેમના સેવાકાર્ય બંનેમાં. આપણે આપણા જીવનમાં અને આપણા સેવાકાર્યમાં પણ આપણા માટે ઈશ્વરની ઈચ્છા પૂરી કરી શકીએ છીએ. આપણા જીવનમાં, આપણે ઈસુના નમૂનાને બરાબર અનુસરવાનું છે. પાઉલે પણ એવું જ કર્યું. આપણા સેવાકાર્યમાં, ખ્રિસ્તના શરીરમાં આપણને આપવામાં આવેલા ચોક્કસ કાર્યને પૂર્ણ કરવાનું છે. જો આપણે ઈસુના જીવન અને ઈસુના સેવાકાર્ય વચ્ચેના આ તફાવતને સમજીએ, તો આપણે જોઈશું કે આપણે છેતરપિંડીથી સુરક્ષિત છીએ અને ઘણી બધી અવાસ્તવિકતા અને દંભથી પોતાને બચાવીએ છીએ. ખ્રિસ્તીઓમાં ઘણો દંભ છે જેઓ એવો ડોળ કરે છે કે તેઓ ઈસુએ કરેલા કાર્યો જ કરી રહ્યા છે.

લોકો ક્યારેક પૂછે છે, "છેલ્લા રાત્રિભોજન પછી ઈસુએ જે કહ્યું તેનો અર્થ શું થાય છે, 'હું તમને ખચીત ખચીત કહું છું કે, હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનાર પણ કરશે, અને એના કરતાં પણ મોટાં કામ કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું. અને હું પિતાને વિનંતી કરીશ, ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે’ (યોહાન 14:12,16)?" તે જે કહી રહ્યા હતા તે એ હતું કે જ્યારે પવિત્ર આત્મા આવશે, ત્યારે તમે તેમણે કરેલા કાર્યો અને તેના કરતાં મોટા કાર્યો કરી શકશો. આપણે તે સમજવાની જરૂર છે.

જો તમે કોઈને પૂછો કે ઈસુએ કયા કાર્યો કર્યા છે, તો તેઓ તરત જ બીમારોને સાજા કરવા, મૃતકોને જીવતા કરવા, પાણી પર ચાલવા, 5000 લોકોને પાંચ રોટલી વડે ખવડાવવા વિશે વાત કરશે. પરંતુ તમે ઈસુના જીવનના છેલ્લા 10% વિશે જ વાત કરશો! તેમણે તેમના જીવનના છેલ્લા સાડા ત્રણ વર્ષમાં આ જ કર્યું. શું તેમણે આટલું જ કર્યું? તેમના જીવનના બાકીના 90% વિશે શું? તેમણે તેમના જીવનના તે 90% માં શું કર્યું? તેમણે પોતાના આખા જીવન દરમ્યાન શું કર્યું? એક વાક્યમાં: તેમણે પોતાના પિતાની ઈચ્છા પૂરી કરી. ઈસુએ પોતે યોહાન 6:38 માં કહ્યું, "હું સ્વર્ગમાંથી મરેલાને જીવતા કરવા, બીમારોને સાજા કરવા અને પાણી પર ચાલવા માટે આવ્યો નથી. હું આકાશથી મારી પોતાની ઈચ્છાનો નકાર કરવા અને મારા પિતાની ઈચ્છા પૂરી કરવા આવ્યો છું."

ટૂંકમાં "ઈસુના કાર્યો" આ છે. તે પોતાની ઈચ્છાને "ના" કહેવા અને પોતાના પિતાની ઈચ્છા પૂરી કરવા આવ્યા હતા. તેમના પિતાની ઈચ્છામાં પહાડ પરનું ભાષણ આપવાનો, બધા બીમારોને સાજા કરવાનો, ક્યારેક ફક્ત એક જ વ્યક્તિને સાજા કરવાનો, જેમ કે બેથઝાથાના કુંડમાં, પાણી પર ચાલવાનો, પિતરને પાણી પર ચલાવવાનો અને 5,000 લોકોને પાંચ રોટલી વડે ખવડાવવાનો સમાવેશ થાય છે. પાઉલ માટે પિતાની ઈચ્છામાં પાણી પર ચાલવાનો અથવા 5,000 લોકોને 5 રોટલીઓ વડે ખવડાવવાનો અથવા લાજરસની જેમ ચાર દિવસથી મૃત વ્યક્તિને ઉઠાડવાનો સમાવેશ થતો ન હતો, પરંતુ તેમાં પિતાની ઈચ્છા પૂરી કરવાનો સમાવેશ થતો હતો.

આ હકીકત છે. ઈસુએ કરેલા કાર્યો, એક વાક્યમાં એ રીતે કહી શકાય કે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી. પાઉલે પણ તે જ કર્યું. તેના માટે, ઈશ્વરની ઈચ્છા હતી કે તે ફરે, મંડળીઓ સ્થાપે અને શાસ્ત્ર લખે. ઈસુએ ક્યારેય કોઈ શાસ્ત્ર લખ્યું નથી, પરંતુ પાઉલે લખ્યું હતું. આપણને શાસ્ત્ર લખવા માટે તેડવામાં આવ્યા નથી. પરંતુ આપણને આપણા પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેડવામાં આવ્યા છે. તે ઈસુના કાર્યો છે. આમાં ઘરે યૂસફ અને મરિયમ પ્રત્યેની તેમની આજ્ઞાપાલનનો સમાવેશ થાય છે. જો મરિયમે તેમને કૂવામાંથી પાણીની એક ડોલ લાવવાનું કહ્યું, તો ઈસુ પાણીથી ભરેલી એક ડોલ લાવશે. તે ઈસુના કાર્યો છે: નાની અને મોટી બાબતોમાં પિતાની આજ્ઞાનું પાલન કરવું. આપણે બધા તે કરી શકીએ છીએ