WFTW Body: 

માથ્થી 5:17 કહે છે, “નિયમશાસ્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ન ધારો. હું નાશ કરવા તો નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું.” ઈશ્વરના નિયમ પાછળનો મૂળભૂત સિદ્ધાંત તેમનું જીવન છે. નિયમમાં, તેમણે, મર્યાદિત રીતે, પોતાનો સ્વભાવ જેવો હતો તે લખ્યું. મૂર્તિપૂજા ના કરવી અને ઈશ્વરને પ્રથમ સ્થાન આપવું, પિતા અને માતાનું સન્માન કરવું, ખૂન, વ્યભિચાર કે એવી કોઈ પણ બાબતથી ક્યારેય બીજા લોકોને નુકસાન ન પહોંચાડવું, એ ઈશ્વરના જીવનની માણસોમાં અભિવ્યક્તિ હતી, અને ઈસુએ તે જીવન પ્રગટ કર્યું. તેમણે કહ્યું, “હું નિયમશાસ્ત્રનો નાશ કરવા આવ્યો નથી.” નિયમ પાછળનો મૂળભૂત સિદ્ધાંત ક્યારેય રદ કરવામાં આવ્યો નહોતો. કેટલાક લોકો ગેરસમજમાં આ કલમનો અર્થ એવો કરે છે કે આપણે પણ સાબ્બાથ પાળવો જોઈએ.

કલોસીઓને પત્ર 2:16,17 કહે છે, “એથી ખાવાપીવા વિષે કે પર્વ કે ચાંદરાત કે વિશ્રામવારો વિષે, કોઈ તમને દોષિત ન ઠરાવે. તેઓ તો થનાર વાતોનો પડછાયો છે, પણ શરીર ખ્રિસ્તનું છે.” શું તમે નોંધ્યું છે કે તેમણે ચોથી આજ્ઞા, સાબ્બાથ પાળવાનો સમાવેશ કર્યો છે? તે કહે છે કે તે ફક્ત એક પડછાયો છે. તે ખ્રિસ્તમાં પૂર્ણ થાય છે. આજની ભાષામાં, તમે કહી શકો છો કે તે એક ફોટોગ્રાફ જેવું છે. ખ્રિસ્ત આવ્યા ત્યાં સુધી, તમને ફોટોગ્રાફની જરૂર હતી. જો હું મારી પત્ની સાથે મુસાફરી ન કરી રહ્યો હોઉં, તો હું તેનો ફોટો મારી સાથે લઈ જઈ શકું છું અને તેને જોઈ શકું છું, પરંતુ જો હું મારી પત્ની સાથે મુસાફરી કરી રહ્યો હોઉં, તો મારે ફોટોગ્રાફ જોવાની શી જરૂર છે? એ માણસમાં કંઈક બરાબર નથી જે તેની પત્ની સાથે મુસાફરી કરી રહ્યો છે પણ તેના ફોટોગ્રાફને જોતો રહે છે!

નિયમ પૂર્ણ થઈ ગયો છે, હવે ખ્રિસ્ત આવ્યા છે. તે કહે છે કે તે ફક્ત એક પડછાયો હતો. તે ખ્રિસ્તનું સચોટ ચિત્ર છે - જૂના કરારમાં ઘણી બાબતો ખ્રિસ્તને સચોટ રીતે દર્શાવતી હતી - પરંતુ તે ફક્ત એક ફોટોગ્રાફ છે. વાસ્તવિકતા ખ્રિસ્તમાં છે. જ્યારે ઈસુ નિયમ પૂર્ણ કરવા વિશે વાત કરે છે ત્યારે આપણે તે ધ્યાનમાં રાખવાની જરૂર છે. સાબ્બાથ ખ્રિસ્તમાં પૂર્ણ થયો હતો, અને હવે તે આંતરિક સાબ્બાથ છે જે પ્રભુ આપણા હૃદયમાં લાવવા માંગે છે. "મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ" (માથ્થી 11:28). તે આંતરિક વિસામો ત્યારે આવે છે જ્યારે આપણે તેમની ઝૂંસરી આપણા પોતા પર લઈએ છીએ. કેટલાક લોકો માને છે કે સાબ્બાથ પાળવો એ એક એવી આજ્ઞા છે જેને ક્યારેય રદ ન કરવી જોઈએ. ના, નિયમની પરિપૂર્ણતા હવે આપણા હૃદયમાં રહેલા પવિત્ર આત્મા દ્વારા થાય છે.

રોમનોને પત્ર 8:4 માં, તેને આ રીતે સમજાવવામાં આવ્યું છે: "જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારામાં, નિયમની માગણી પૂર્ણ થાય.” આ રીતે નિયમ પૂર્ણ થાય છે. આપણે શાસ્ત્રની તુલના શાસ્ત્ર સાથે કરવી પડશે. નિયમ જતો રહેશે નહીં. ઈસુ નિયમનો નાશ કરવા આવ્યા ન હતા, પરંતુ તેને પૂર્ણ કરવા આવ્યા હતા, અને તે આપણામાં પણ પૂર્ણ થવો જોઈએ. તે આપણામાં કેવી રીતે પૂર્ણ થશે? જ્યારે આપણે દેહ પ્રમાણે નહીં, પરંતુ પવિત્ર આત્મા પ્રમાણે, દરરોજ ચાલીએ છીએ ત્યારે નિયમની ન્યાયી માંગણી આપણામાં પૂર્ણ થાય છે (રોમનોને પત્ર 8:4). તે સાબ્બાથ કે અન્ય આજ્ઞાઓનું પાલન કરવાથી નથી થતી.

માથ્થી 5:20, ઈસુ વર્ણન કરે છે કે આપણે નિયમને પૂર્ણ કરવા માટે કેટલા સંપૂર્ણ છીએ: "શાસ્‍ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો આકાશના રાજ્યમાં તમે નહિ જ પેસશો.” ઈસુ ખ્રિસ્ત નિયમને પૂર્ણ કરવા આવ્યા હતા, અને આપણા જીવનમાં પણ, ઈશ્વરનો નિયમ આપણા હૃદયમાં પૂર્ણ થવો જોઈએ. જૂના કરારમાં, તેઓએ તેને બાહ્ય રીતે વિવિધ રીતે પૂર્ણ કર્યું - તેઓએ "પ્યાલાને બહારથી" સ્વચ્છ રાખ્યું. પરંતુ હવે ઈશ્વરને પ્યાલાની અંદર રસ છે. આપણે જગતનું મીઠું અને જગતનો પ્રકાશ બનવાનું છે, અને તે જીવન પવિત્ર આત્માથી એટલે અંદરથી આવવું જોઈએ.

ફિલિપીઓને પત્ર 2:12, 13 કહે છે, “ભય તથા કંપારીસહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો. કેમ કે જે પોતાની પ્રસન્‍નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે, તે તો ઈશ્વર છે.”'

આ કલમ સંબંધિત બે મુદ્દા અહીં છે:

(i) તારણ (ભૂતકાળમાં) સૌ પ્રથમ ઈશ્વરના કોપ અને ન્યાયશાસનથી મુક્તિ છે. આ તારણ ઈશ્વર તરફથી એક મફત ભેટ છે અને આપણે તેને મેળવવા માટે ક્યારેય કાર્ય કરી શકતા નથી. ઈસુએ વધસ્તંભ પર આપણા માટે તેને "પૂર્ણ" કર્યું છે. પરંતુ તારણ એ આદમના સ્વભાવ (દેહ) અને આપણા પાપી, દુન્યવી વર્તન (અવાજનો મિજાજ, ચીડ, અશુદ્ધતા, ભૌતિકવાદ, વગેરે) થી બચવાનો (વર્તમાન કાળ) ઉલ્લેખ કરે છે. ઉપરોક્ત કલમમાં આ તારણ વિશે વાત કરવામાં આવી છે. અહીં આપણા તારણના ત્રણ કાળ છે:

આપણને પાપના દંડમાંથી બચાવવામાં આવ્યા છે.

આપણે પાપની શક્તિથી બચી રહ્યા છીએ.

આપણે એક દિવસ પાપની હાજરીથી બચીશું, જ્યારે ખ્રિસ્ત પાછા આવશે.

(ii) જ્યારે પણ ઈશ્વરનું વચન આપણામાં ઈશ્વરના કાર્ય વિશે બોલે છે, ત્યારે તે હંમેશા પવિત્ર આત્માની સેવાનો ઉલ્લેખ કરે છે. અને તેમનું પ્રાથમિક કાર્ય આપણને પવિત્ર કરવાનું (આપણને પાપ અને જગતથી અલગ કરવાનું) અને આપણને પવિત્ર બનાવવાનું છે. તેથી ઈશ્વર “આપણામાં જે કાર્ય" કરે છે, “આપણે તે કાર્ય કરવું" પડશે. જ્યારે ઈશ્વર આપણી સાથે વાત કરે છે અને આપણા કોઈ વલણ, વિચાર અથવા વર્તન તરફ નિર્દેશ કરે છે જેને બદલવાની જરૂર છે, તે ઈશ્વર "આપણામાં કાર્ય કરે છે". જ્યારે આપણે તે સુધારાને સ્વીકારીએ છીએ અને "તેમણે દર્શાવેલ દેહની કે આત્માની સર્વ મલિનતાથી પોતાને શુદ્ધ કરીએ છીએ" (કરિંથીઓને બીજો પત્ર 7:1 જુઓ) - આપણા જીવનની ખાસ આદત - ત્યારે આપણે "આપણા તારણનું કાર્ય" કરી રહ્યા હોઈએ છીએ.